ગીતશાસ્ત્ર ૧૪૯:૧-૯

  • યહોવાની જીત માટે સ્તુતિગીત

    • ઈશ્વર પોતાના લોકોથી રાજી થાય છે ()

    • ઈશ્વરના વફાદાર લોકોનું સન્માન ()

૧૪૯  યાહનો જયજયકાર કરો!* યહોવા માટે નવું ગીત ગાઓ.+ વફાદાર લોકોની સભામાં* તેમની સ્તુતિ કરો.+  ૨  ઇઝરાયેલ પોતાના મહાન સર્જનહારમાં આનંદ કરે.+ સિયોનના દીકરાઓ પોતાના રાજાને લીધે ખુશી મનાવે.  ૩  તેઓ નાચતાં-કૂદતાં તેમના નામનો જયજયકાર કરે,+ખંજરી અને વીણા વગાડીને તેમની સ્તુતિનાં ગીતો ગાય.*+  ૪  યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.+ તે નમ્ર લોકોને બચાવીને તેઓની શોભા વધારે છે.+  ૫  વફાદાર જનો ગૌરવ પામીને હરખાય,તેઓ પોતાની પથારીમાં ખુશીથી પોકાર કરે.+  ૬  તેઓના હોઠે ઈશ્વરની સ્તુતિનાં ગીતો હોયઅને હાથમાં બેધારી તલવાર હોય;  ૭  જેથી તેઓ બીજી પ્રજાઓ પર વેર વાળે અને લોકોને સજા કરે;  ૮  બીજી પ્રજાઓના રાજાઓને સાંકળથીઅને અધિકારીઓને લોઢાની બેડીઓથી બાંધે;  ૯  પ્રજાઓ વિરુદ્ધ લખેલા ન્યાયચુકાદાનો તેઓ અમલ કરે.+ એવું સન્માન તેમના વફાદાર લોકો માટે છે. યાહનો જયજયકાર કરો!*

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “લોકોના મંડળમાં.”
અથવા, “સ્તુતિ ગાવા સંગીત વગાડે.”
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.