ગીતશાસ્ત્ર ૧૫:૧-૫

  • યહોવાના મંડપમાં કોણ મહેમાન બની શકે?

    • તે પોતાના દિલમાં સાચું બોલે છે ()

    • તે નિંદા કરતો નથી ()

    • પોતાનું નુકસાન થાય તોપણ તે વચન નિભાવે છે ()

દાઉદનું ગીત. ૧૫  હે યહોવા, તમારા મંડપમાં કોણ મહેમાન બની શકે? તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?+  ૨  એવો માણસ જે નિર્દોષ રીતે ચાલે છે,+જે ખરું હોય એ જ કરે છે,+પોતાના દિલમાં પણ સાચું બોલે છે.+  ૩  તે પોતાની જીભે નિંદા કરતો નથી,+પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી+અને પોતાના દોસ્તોને બદનામ કરતો* નથી.+  ૪  નીચ માણસોથી તે દૂર રહે છે,+પણ યહોવાનો ડર રાખનારાઓને માન આપે છે. તે વચન આપીને ફરી જતો નથી, પછી ભલેને પોતાનું નુકસાન થાય.+  ૫  તે પોતાના પૈસા વ્યાજે* આપતો નથી+અને નિર્દોષને દોષિત ઠરાવવા લાંચ લેતો નથી.+ આવો માણસ હંમેશાં અડગ રહેશે.+

ફૂટનોટ

અથવા, “શરમાવતો.”
અથવા, “ગરીબોને વ્યાજે.”