ગીતશાસ્ત્ર ૧૬:૧-૧૧

  • યહોવા ભલાઈ કરનાર

    • “યહોવા જ મારો હિસ્સો” ()

    • ‘મારા વિચારો રાતે મારામાં સુધારો કરે છે’ ()

    • ‘યહોવા મારા જમણે હાથે’ ()

    • “તમે મને કબરમાં ત્યજી નહિ દો” (૧૦)

દાઉદનું મિખ્તામ.* ૧૬  હે ભગવાન, મારું રક્ષણ કરો, કેમ કે મેં તમારામાં આશરો લીધો છે.+  ૨  મેં યહોવાને કહ્યું છે: “હે યહોવા, મારી ભલાઈ કરનાર તમે જ છો.  ૩  પૃથ્વીના પવિત્ર અને ગૌરવશાળી લોકોમને ઘણી ખુશી આપે છે.”+  ૪  બીજા દેવોને માનનારા પોતાનાં દુઃખ વધારે છે.+ હું તેઓના દેવોને કદીયે લોહીનાં અર્પણો નહિ ચઢાવું,મારા હોઠો પર કદી તેઓનાં નામ નહિ આવે.+  ૫  યહોવા જ મારો હિસ્સો, મારો ભાગ,+ મારો પ્યાલો છે.+ તમે મારો વારસો સલામત રાખો છો.  ૬  મનગમતી જગ્યાઓ મને માપી આપવામાં આવી છે,હા, મારા વારસાનો મને અનેરો સંતોષ છે.+  ૭  હું મારા સલાહકાર યહોવાની આરાધના કરીશ.+ મારા અંતરના વિચારો* રાતે પણ મારામાં સુધારો કરે છે.+  ૮  હું યહોવાને કાયમ મારી નજર સામે રાખું છું.+ તે મારા જમણે હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ.+  ૯  એ માટે મારું મન હરખાય છે, મારું રોમેરોમ ખુશીથી ઝૂમી ઊઠે છે. હું એકદમ સલામત રહું છું. ૧૦  કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો.+ તમારા વફાદાર સેવકને તમે ખાડામાં રહેવા* નહિ દો.+ ૧૧  તમે મને જીવનનો માર્ગ બતાવો છો.+ તમારી આગળ બસ આનંદ જ આનંદ છે.+ તમારા જમણા હાથે કાયમ સુખ જ સુખ છે.

ફૂટનોટ

અથવા, “મારી ઊંડી લાગણીઓ.” મૂળ, “મારાં મૂત્રપિંડો.”
અથવા કદાચ, “કોહવાણ જોવા.” મૂળ, “ખાડો જોવા.”