ગીતશાસ્ત્ર ૧૭:૧-૧૫
દાઉદની પ્રાર્થના.
૧૭ હે યહોવા, ન્યાય માટેની મારી અરજ સાંભળો.
મદદ માટેના મારા પોકારને ધ્યાન આપો.
ખરા દિલથી કરેલી મારી પ્રાર્થનાને કાન ધરો.+
૨ મારા પક્ષે તમે સાચો ફેંસલો કરો,+તમારી આંખો જે ખરું છે એ જુએ.
૩ તમે મારા દિલની પરખ કરી છે, રાતે મારી તપાસ કરી છે.+
તમે મને શુદ્ધ કર્યો છે,+તમે જોશો કે મેં કોઈ કાવતરું ઘડ્યું નથી,મારા મોઢે કોઈ ગુનો થયો નથી.
૪ માણસો ભલે ગમે એ કરે,પણ હું તમારું કહેવું માનીને લુટારાના માર્ગોમાં ચાલતો નથી.+
૫ મારાં પગલાં તમારા માર્ગમાં જ રહે,જેથી મારા પગ ઠોકર ન ખાય.+
૬ હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું, કારણ કે તમે જવાબ આપશો.+
મારી તરફ કાન ધરો.* મારી વાત સાંભળો.+
૭ હે તારણહાર, તમારા વિરોધીઓથી ભાગીનેજેઓ તમારા જમણા હાથે આશરો લે છે,તેઓને તમે મહાન કામો કરીને અતૂટ પ્રેમ* બતાવો.+
૮ તમારી આંખની કીકીની જેમ મને સાચવો,+તમારી પાંખોની છાયામાં મને સંતાડી દો.+
૯ દુષ્ટોના હુમલાથી મારું રક્ષણ કરો,મને ઘેરી લેતા દુશ્મનોથી બચાવો.+
૧૦ તેઓની લાગણી મરી પરવારી છે.
તેઓ ઘમંડથી ફુલાઈને મોટી મોટી વાતો કરે છે.
૧૧ તેઓએ અમને ઘેરી લીધા છે.+
અમને બરબાદ કરવા* તેઓ લાગ તાકીને બેઠા છે.
૧૨ તે સિંહની જેમ શિકારને ફાડી ખાવા તલપે છે,યુવાન સિંહની જેમ તે હુમલો કરવા છુપાઈને બેઠો છે.
૧૩ હે યહોવા, ઊઠો! તેની સામે થઈને+ તેને હરાવી દો.
તમારી તલવાર ઉઠાવીને દુષ્ટથી મને બચાવો.
૧૪ હે યહોવા, મને તમારા હાથે બચાવો,આ દુનિયાના માણસોથી બચાવો, જેઓ હમણાંના જીવનમાં ગળાડૂબ છે,+જેઓને તમે સારી સારી ચીજવસ્તુઓનો ભંડાર આપ્યો છે,+જેઓ પોતાના ઘણા દીકરાઓ માટે વારસો મૂકતા જાય છે.
૧૫ પણ હું તો સાચા માર્ગે ચાલીને તમારા મુખના દર્શન કરીશ.
તમારી આગળ જાગીને* હું સંતોષ પામીશ.+