ગીતશાસ્ત્ર ૨૪:૧-૧૦

  • ગૌરવવાન રાજાધિરાજ પ્રવેશદ્વારોમાં આવે છે

    • ‘પૃથ્વી યહોવાની છે’ ()

દાઉદનું ગીત. ૨૪  પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું છે.+ ધરતી અને એના પર રહેનારા તેમના છે.  ૨  તેમણે સમુદ્રો પર પૃથ્વીનો મજબૂત પાયો નાખ્યો છે+ અને નદીઓ પર એને સ્થિર કરી છે.  ૩  યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?+ તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે?  ૪  ફક્ત એ જ જેના હાથ શુદ્ધ છે અને જેનું દિલ સાફ છે,+જેણે મારા* જૂઠા સમ ખાધા નથી,જેણે જૂઠા સોગંદ લીધા નથી.+  ૫  તે યહોવાના આશીર્વાદો મેળવશે,+ઉદ્ધાર કરનાર ઈશ્વર તેને નેક ઠરાવશે.+  ૬  હે યાકૂબના ઈશ્વર, આ પેઢી તમારું માર્ગદર્શન શોધે છે,તેઓ તમારી કૃપા* શોધે છે. (સેલાહ)  ૭  ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,*જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે!+  ૮  આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે? યહોવા, જે બળવાન અને શૂરવીર છે,+યહોવા, જે બહાદુર યોદ્ધા છે.+  ૯  ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે! ૧૦  આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે? એ ગૌરવવાન રાજાધિરાજ તો સૈન્યોના ઈશ્વર યહોવા* છે!+ (સેલાહ)

ફૂટનોટ

યહોવાના જીવનને બતાવે છે કે જેના સમ કોઈ વ્યક્તિ લે છે.
મૂળ, “તમારું મુખ.”
અથવા, “ઊંચા થાઓ.”