ગીતશાસ્ત્ર ૫:૧-૧૨

  • નેક માણસનો આશરો યહોવા

    • ઈશ્વર દુષ્ટ કામોને ધિક્કારે છે (૪, ૫)

    • “મને સાચા માર્ગે દોરો” ()

સંગીત સંચાલક માટે સૂચન: નહીલોથ* સાથે ગાવું. દાઉદનું ગીત.  હે યહોવા, મારી વાણી સાંભળો,+મારા નિસાસાને ધ્યાન દો.  ૨  હે મારા રાજા, મારા ભગવાન, હું તમને આજીજી કરું છું,મારી તરફ જુઓ, હું મદદની ભીખ માંગું છું.  ૩  હે યહોવા, સવારે તમે મારો સાદ સાંભળશો,+હું રોજ સવારે તમારી આગળ હૈયું ઠાલવીશ+ અને આતુર મનથી રાહ જોઈશ.  ૪  તમે એવા ઈશ્વર નથી કે બૂરાઈથી રાજી થાઓ,+ખરાબ માણસને તમે જરાય ચલાવી લેતા નથી.+  ૫  કોઈ ઘમંડી તમારી આગળ ઊભો રહી શકતો નથી. દુષ્ટ કામો કરનારા સર્વને તમે ધિક્કારો છો.+  ૬  જૂઠું બોલનારાઓને તમે ખતમ કરી નાખશો.+ હિંસક અને કપટી લોકોથી* યહોવાને સખત નફરત છે.+  ૭  પણ તમારા મહાન પ્રેમને*+ લીધે હું તમારા મંદિરમાં આવીશ,+હું આદરભાવથી તમારા પવિત્ર મંદિર* આગળ માથું નમાવીશ.+  ૮  હે યહોવા, મારા દુશ્મનો ટાંપીને બેઠા છે, મને સાચા માર્ગે દોરો. તમારા માર્ગે ચાલવા મદદ કરો કે મને ઠોકર ન લાગે.+  ૯  તેઓની કોઈ વાતનો ભરોસો ન કરાય. તેઓનું મન મેલું છે. તેઓનું મોં ખુલ્લી કબર જેવું છે. તેઓની જીભ મીઠું મીઠું બોલે છે.+ ૧૦  પણ ભગવાન તેઓને ગુનેગાર ઠરાવશે. તેઓએ ખોદેલા ખાડામાં તેઓ પોતે જ પડશે.+ તેઓનાં ઘણાં પાપને લીધે તેઓને હાંકી કાઢો,કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે. ૧૧  તમારામાં આશરો લેનારાઓ હરખાશે.+ તેઓ હરઘડી ખુશીથી જયજયકાર કરશે. તમે તેઓનું રક્ષણ કરશો,તમારા નામને ચાહનારા આનંદ મનાવશે. ૧૨  હે યહોવા, તમે સર્વ નેક લોકોને આશીર્વાદ આપશો. તમે કૃપાની મોટી ઢાલથી તેઓનું રક્ષણ કરશો.+

ફૂટનોટ

અથવા, “ખૂની અને દગાખોરથી.”
અથવા, “અતૂટ પ્રેમને.”
અથવા, “પવિત્ર જગ્યા.” શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.