ગીતશાસ્ત્ર ૫૦:૧-૨૩
આસાફનું ગીત.+
૫૦ સર્વશક્તિમાન ઈશ્વર યહોવા*+ બોલ્યા છે.
પૂર્વથી પશ્ચિમ સુધી,*પૃથ્વીના બધા લોકોને તે આવવાનો હુકમ કરે છે.
૨ સોળે કળાએ ખીલી ઊઠેલા સિયોન શહેરમાંથી+ ઈશ્વરનો પ્રકાશ ફેલાય છે.
૩ આપણા ઈશ્વર આવશે અને તે ચૂપ રહેશે નહિ.+
તેમની આગળ ભસ્મ કરનાર અગ્નિ છે,+તેમની ફરતે ભારે તોફાન ઘેરાયેલું છે.+
૪ તે પોતાના લોકોનો ન્યાય કરવા+આકાશ અને પૃથ્વીને બોલાવે છે+ અને કહે છે:
૫ “મારા વફાદાર ભક્તોને ભેગા કરો,જેઓએ બલિદાનને આધારે મારી સાથે કરાર કર્યો છે.”+
૬ આકાશો ઈશ્વરની સચ્ચાઈ જાહેર કરે છે,કેમ કે ખુદ ઈશ્વર ન્યાયાધીશ છે.+ (સેલાહ)
૭ “હે મારા લોકો, હું કહું એ સાંભળો.
હે ઇઝરાયેલના લોકો, હું તમારી વિરુદ્ધ સાક્ષી આપીશ.+
હું ઈશ્વર છું, હા, તમારો ઈશ્વર છું.+
૮ હું તમારાં બલિદાનોને લીધે ઠપકો આપતો નથી,અથવા અગ્નિ-અર્પણોને લીધે પણ નહિ, જે તમે સતત મારી આગળ ચઢાવો છો.+
૯ મને ન તો તમારા ઘરનો આખલો* જોઈએ,ન તો તમારા વાડાઓના બકરા.+
૧૦ જંગલનું દરેક પ્રાણી મારું છે,+બધા પહાડો પરનાં જાનવરો પણ મારાં છે.
૧૧ હું પર્વતોના દરેક પક્ષીને જાણું છું,+વનવગડાનાં અગણિત પ્રાણીઓ મારાં છે.
૧૨ હું ભૂખ્યો થયો હોઉં, તોપણ તમને કહીશ નહિ,કેમ કે ધરતી અને એમાંનું બધું જ મારું છે.+
૧૩ શું મારે આખલાઓના માંસની જરૂર છે?
શું મારે બકરાઓના લોહીની જરૂર છે?+
૧૪ ઈશ્વરને આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવો,+સર્વોચ્ચ ઈશ્વર આગળ લીધેલી માનતાઓ પૂરી કરો.+
૧૫ આફતના સમયે મને પોકારજો,+હું તમને બચાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”+
૧૬ પણ ઈશ્વર દુષ્ટને કહેશે:
“મારા કાનૂનો જણાવવાનો+કે મારા કરાર વિશે બોલવાનો+ તને શો હક છે?
૧૭ તેં મારી શિસ્ત* ગણકારી નથી,તેં વારંવાર મારી સલાહથી પીઠ ફેરવી છે.+
૧૮ તું ચોરને જુએ છે ત્યારે, તેને મંજૂરી આપે છે,*+તું વ્યભિચારીઓની સંગત રાખે છે.
૧૯ તું તારા મોંથી ખરાબ વાતો ફેલાવે છે,તારી જીભે કપટી વાતો રમે છે.+
૨૦ તું બેઠો બેઠો પોતાના સગા ભાઈની નિંદા કરે છે.+
તું પોતાની માના દીકરાને બદનામ કરે છે.*
૨૧ તેં એ બધું કર્યું ત્યારે હું ચૂપ રહ્યોઅને તેં ધારી લીધું કે હું પણ તારા જેવો છું.
પણ હવે હું તને પાઠ ભણાવીશઅને તારી વિરુદ્ધ મુકદ્દમો લડીશ.+
૨૨ ઈશ્વરને ભૂલી જનારાઓ,+ આનો વિચાર કરો,નહિ તો હું તમારા ટુકડે-ટુકડા કરી નાખીશ અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,તે મને મહિમા આપે છે;+જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+
ફૂટનોટ
^ અથવા, “ઈશ્વરોના ઈશ્વર, યહોવા.”
^ અથવા, “સૂર્યોદયની દિશાથી સૂર્યાસ્તની દિશા સુધી.”
^ અથવા કદાચ, “તું તેની સાથે જોડાય છે.”
^ અથવા, “કલંક લગાડે છે.”