ગીતશાસ્ત્ર ૫૧:૧-૧૯

  • પસ્તાવો કરનારની પ્રાર્થના

    • ગર્ભ ધારણ કર્યો ત્યારથી પાપી ()

    • “મારાં પાપમાંથી મને શુદ્ધ કરો” ()

    • “મને શુદ્ધ હૃદય આપો” (૧૦)

    • કચડાયેલું મન ઈશ્વરને ગમે છે (૧૭)

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદે બાથ-શેબા+ સાથે વ્યભિચાર કર્યો, ત્યાર બાદ નાથાન પ્રબોધક* દાઉદને મળવા આવ્યો, એ વખતનું દાઉદનું ગીત. ૫૧  હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+ તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+  ૨  મારા અપરાધો પૂરેપૂરા ધોઈ નાખો+અને મારાં પાપથી મને શુદ્ધ કરો.+  ૩  હું મારી ભૂલો સારી રીતે જાણું છુંઅને મારું પાપ મારી નજર આગળથી ખસતું નથી.*+  ૪  મેં તમારી વિરુદ્ધ, હા, સૌથી વધારે તો તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ મેં તમારી નજરમાં એકદમ ખરાબ કામ કર્યું છે.+ એટલે તમે બોલો છો એમાં તમે સાચા* છોઅને તમારો ન્યાય સાચો છે.+  ૫  જુઓ, હું તો જન્મથી જ પાપી છું,મારી માતાએ ગર્ભ ધારણ કર્યો ત્યારથી મારામાં પાપ વસે છે.+  ૬  જુઓ, તમે સાચા દિલના માણસથી ખુશ થાઓ છો.+ મારા મનને બુદ્ધિશાળી બનતા શીખવો.  ૭  મારાં પાપમાંથી મને શુદ્ધ કરો,* જેથી હું પવિત્ર થાઉં;+મને નવડાવો, જેથી હું હિમથી પણ સફેદ થાઉં.+  ૮  મને ખુશી અને હર્ષનો પોકાર સાંભળવા દો,જેથી તમે ભાંગેલાં હાડકાં સાજાં થાય.*+  ૯  મારાં પાપ પરથી તમારી નજર હટાવી લો+અને મારી બધી ભૂલો મિટાવી દો.*+ ૧૦  હે ભગવાન, મને શુદ્ધ હૃદય આપો,+મને નવું, અડગ મન આપો.+ ૧૧  તમારી આગળથી મને કાઢી ન મૂકોઅને મારા પરથી તમારી પવિત્ર શક્તિ* લઈ ન લો. ૧૨  તમે મને બચાવીને જે ખુશી આપી હતી, એવી ખુશી પાછી આપો.+ એવી પ્રેરણા આપો કે હું તમારી આજ્ઞાઓ પાળવા સદા તૈયાર રહું. ૧૩  હું ગુનેગારોને તમારા માર્ગો વિશે શીખવીશ,+જેથી પાપીઓ તમારી પાસે પાછા આવે. ૧૪  હે ઈશ્વર, મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર,+ મને ખૂનના દોષથી બચાવી લો.+ એટલે મારી જીભ તમારા ન્યાયના માર્ગ વિશે ખુશીથી ગાશે.+ ૧૫  હે યહોવા, મારા હોઠ ઉઘાડો,જેથી મારું મોં તમારો જયજયકાર કરે.+ ૧૬  તમને બલિદાન નથી જોઈતું, નહિ તો મેં એ આપ્યું હોત.+ તમને અગ્‍નિ-અર્પણથી ખુશી થતી નથી.+ ૧૭  કચડાયેલું મન એવું બલિદાન છે, જે ઈશ્વરને ગમે છે. હે ઈશ્વર, દુઃખી અને કચડાયેલા મનને તમે તરછોડી દેશો નહિ.+ ૧૮  કૃપા કરીને સિયોનનું ભલું કરો. યરૂશાલેમની દીવાલો બાંધો. ૧૯  પછી અગ્‍નિ-અર્પણો અને આખેઆખાં અર્પણોથી,નેક લોકોનાં બલિદાનોથી તમે રાજી થશો. પછી તમારી વેદી પર આખલા ચઢાવવામાં આવશે.+

ફૂટનોટ

અથવા, “મારા મનમાં ભમ્યા કરે છે.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “મરવો છોડની ડાળીથી મારાં પાપમાંથી મને શુદ્ધ કરો.”
મૂળ, “હાડકાંને આનંદ થાય.”
અથવા, “મારાં પાપ ભૂંસી નાખો.”