ગીતશાસ્ત્ર ૬:૧-૧૦
સંગીત સંચાલક માટે સૂચન: શમીનીથની* ધૂન પર તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.
૬ હે યહોવા, ગુસ્સે થઈને મને ઠપકો ન આપતા,ક્રોધે ભરાઈને મને સજા ન કરતા.+
૨ હે યહોવા, કૃપા* કરો, કેમ કે હું કમજોર થઈ ગયો છું.
હે યહોવા, મને સાજો કરો,+ કેમ કે મારાં હાડકાં થરથર કાંપે છે.
૩ હા, હું હેરાન-પરેશાન છું,+હે યહોવા, આ બધું ક્યાં સુધી?+
૪ હે યહોવા, પાછા ફરો અને મને છોડાવો.+
તમારા અતૂટ પ્રેમને* લીધે મને બચાવો.+
૫ ગુજરી ગયેલા તમને યાદ કરી શકતા નથી.
કબરમાં* કોણ તમારો જયજયકાર કરશે?+
૬ નિસાસા નાખી નાખીને હું તો થાકી ગયો છું.+
આખી રાત રડી રડીને મેં પથારી ભીંજવી નાખી છે.
મારો પલંગ આંસુઓમાં ડૂબી ગયો છે.+
૭ શોક કરી કરીને મારી આંખ કમજોર થઈ ગઈ છે+અને બધા દુશ્મનોને લીધે નજર ઝાંખી પડી ગઈ છે.
૮ ઓ દુરાચારીઓ, મારી આગળથી દૂર થાઓ,કેમ કે યહોવા જરૂર મારો વિલાપ સાંભળશે.+
૯ યહોવા મારી અરજ સાંભળીને કૃપા કરશે,+યહોવા મારી પ્રાર્થના સ્વીકારશે.
૧૦ મારા સર્વ દુશ્મનો લજવાશે અને નિરાશ થશે,તેઓ અચાનક બદનામ થશે અને નાસી છૂટશે.+