ગીતશાસ્ત્ર ૬૦:૧-૧૨

  • ઈશ્વર દુશ્મનો પર જીત મેળવે છે

    • મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી (૧૧)

    • “ઈશ્વર અમને શક્તિ આપશે” (૧૨)

સંગીત સંચાલક માટે સૂચન: “યાદ અપાવતું ફૂલ”* ગીતના સૂર પ્રમાણે ગાવું. મિખ્તામ.* દાઉદનું ગીત. શીખવવા માટે. દાઉદે અરામ-નાહરાઇમ અને અરામ-સોબાહ સામે લડાઈ કરી અને યોઆબે પાછા ફરતી વખતે ૧૨,૦૦૦ અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા, એ વખતનું ગીત.+ ૬૦  હે ઈશ્વર, તેં અમને તરછોડી દીધા છે, અમારાં સૈન્યોને વેરવિખેર કરી નાખ્યાં છે.+ તું અમારા પર કોપાયમાન થયો છે, પણ હવે અમને ફરીથી કૃપા બતાવ.  ૨  તેં ધરતીને કંપાવી, એને ચીરી નાખી. હવે એની તિરાડો પૂર, કેમ કે એ તૂટી પડવાની અણીએ છે.  ૩  તેં તારા લોકોને મુશ્કેલીઓ સહેવા દીધી. તેં અમને એવો દ્રાક્ષદારૂ પિવડાવ્યો કે અમે લથડિયાં ખાઈએ.+  ૪  તારો ડર રાખનારાઓને નિશાની આપ,*જેથી તેઓ ધનુષ્યના વારથી બચીને નાસી છૂટે. (સેલાહ)  ૫  તારા વહાલા લોકોનો ઉદ્ધાર થાય એ માટેઅમને તારા જમણા હાથથી બચાવ અને અમને જવાબ આપ.+  ૬  પવિત્ર* ઈશ્વર બોલ્યો છે: “હું ખુશીથી મારા લોકોને શખેમ વારસામાં આપીશ,+સુક્કોથનો નીચાણ પ્રદેશ* પણ આપીશ.+  ૭  ગિલયાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે,+એફ્રાઈમ મારા માથાનો ટોપ* છે,યહૂદા મારો રાજદંડ છે.+  ૮  મોઆબ મારા હાથ-પગ ધોવાનું વાસણ છે.+ અદોમ પર હું મારું ચંપલ ફેંકીશ.+ પલિસ્તને જીતીને હું ખુશી મનાવીશ.”+  ૯  ઘેરાયેલા* શહેર પાસે મને કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ દોરી જશે?+ ૧૦  હે ઈશ્વર, તું અમને જીત અપાવીશ,પણ હમણાં તો તેં અમને ત્યજી દીધા છે. હે અમારા ઈશ્વર, તું અમારાં સૈન્યો સાથે પણ આવતો નથી.+ ૧૧  અમને મુશ્કેલીઓમાં સહાય કર,મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી છે.+ ૧૨  ઈશ્વર અમને શક્તિ આપશે,+તે અમારા દુશ્મનોને કચડી નાખશે.+

ફૂટનોટ

આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.
અથવા કદાચ, “આપી છે.”
અથવા, “સુક્કોથની ખીણ.”
અથવા કદાચ, “પવિત્ર જગ્યામાંથી.”
મૂળ, “મારો કિલ્લો.”
અથવા કદાચ, “કિલ્લેબંધ.”