ગીતશાસ્ત્ર ૬૩:૧-૧૧

  • ઈશ્વર માટેની તરસ

    • “જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે” ()

    • ‘મનપસંદ હિસ્સાથી સંતોષ’ ()

    • મધરાતે ઈશ્વર વિશે મનન ()

    • ‘હું ઈશ્વરને વળગી રહું છું’ ()

દાઉદનું ગીત. દાઉદ યહૂદાના વેરાન પ્રદેશમાં હતો, એ વખતનું ગીત.+ ૬૩  હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો. હું તમને શોધ્યા કરું છું.+ હું તમારા માટે તડપું છું.+ તમારી તરસને લીધે હું બેભાન થયો છું. હું સૂકી વેરાન જમીન પર છું, જ્યાં પાણીનું ટીપુંય નથી.+  ૨  મેં તમને પવિત્ર જગ્યાએ જોયા,મેં તમારી શક્તિ અને તમારું ગૌરવ જોયાં.+  ૩  મારા જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે,+મારા હોઠ તમારો મહિમા ગાશે.+  ૪  હું જીવનભર તમારી આરાધના કરીશ. હું હાથ ફેલાવીને તમારા નામે પ્રાર્થના કરીશ.  ૫  ઉત્તમ અને મનપસંદ હિસ્સો મેળવીને મને સંતોષ થયો છે. એટલે મારી જીભ ગીતો ગાશે અને મારું મોં તમારી સ્તુતિ કરશે.+  ૬  પથારીમાં હું તમને યાદ કરું છું,મધરાતે હું તમારા વિશે મનન કરું છું.+  ૭  મને સહાય કરનાર તમે છો,+હું તમારી પાંખોની છાયામાં ખુશીથી પોકાર કરીશ.+  ૮  હું તમને વળગી રહું છું. તમારા જમણા હાથે મને પકડી રાખ્યો છે.+  ૯  જેઓ મારો જીવ લેવા માંગે છે,તેઓ પૃથ્વીના ઊંડાણમાં સરી જશે. ૧૦  તેઓ તલવારની ધારથી માર્યા જશેઅને શિયાળ તેઓનો શિકાર કરશે. ૧૧  પણ રાજા તો ઈશ્વરને લીધે હર્ષનાદ કરશે. ઈશ્વરના સમ લેનાર દરેક જણ તેમનો મહિમા ગાશે,કેમ કે જૂઠું બોલનારનું મોં બંધ કરી દેવાશે.

ફૂટનોટ