ગીતશાસ્ત્ર ૭૯:૧-૧૩

  • બીજી પ્રજાઓએ ઈશ્વરના લોકો પર હુમલો કર્યો ત્યારની પ્રાર્થના

    • “અમે મજાકરૂપ થયા છીએ” ()

    • ‘તમારા નામને લીધે અમને મદદ કરો’ ()

    • ‘અમારા પડોશીઓને સાત ગણો બદલો વાળી આપો’ (૧૨)

આસાફનું ગીત.+ ૭૯  હે ઈશ્વર, બીજી પ્રજાઓએ તમારા વારસા પર હુમલો કર્યો છે.+ તેઓએ તમારું પવિત્ર મંદિર અશુદ્ધ કર્યું છે+અને યરૂશાલેમને ખંડેર બનાવી દીધું છે.+  ૨  તેઓએ તમારા ભક્તોનાં શબ આકાશનાં પક્ષીઓને ખાવાં આપી દીધાં છે;તમારા વફાદાર જનોનું માંસ પૃથ્વીનાં જંગલી પ્રાણીઓને ખાવા આપી દીધું છે.+  ૩  તેઓએ આખા યરૂશાલેમમાં તેઓનું લોહી પાણીની જેમ વહાવ્યું છેઅને તેઓને દફનાવવા કોઈ બચ્યું નથી.+  ૪  પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.  ૫  હે યહોવા, ક્યાં સુધી તમે ક્રોધે ભરાયેલા રહેશો? શું કાયમ માટે?+ ક્યાં સુધી તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?+  ૬  તમારો ક્રોધ એ પ્રજાઓ પર રેડી દો, જે તમને જાણતી નથી,એ રાજ્યો પર રેડી દો, જે તમારા નામે પોકાર કરતાં નથી.+  ૭  તેઓ યાકૂબને ભરખી ગયાં છે અને તેનું વતન ઉજ્જડ કરી નાખ્યું છે.+  ૮  અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+ દયા બતાવવામાં મોડું ન કરશો,+કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ.  ૯  હે અમારા તારણહાર ઈશ્વર,+તમારા ગૌરવવાન નામને લીધે અમને મદદ કરો. તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+ ૧૦  બીજી પ્રજાઓ અમારા વિશે કેમ કહે, “તેઓનો ભગવાન ક્યાં છે?”+ અમારી નજર સામે પ્રજાઓને જાણ થાય કે,તમારા ભક્તોના લોહીનો બદલો લેવામાં આવ્યો છે.+ ૧૧  કેદીઓના નિસાસા તમારા કાને પડે,+મોતની સજા પામેલાઓને તમારી મહાશક્તિથી ઉગારી લો.*+ ૧૨  હે યહોવા, અમારા પડોશીઓએ તમને મહેણાં માર્યાં છે,+એનો સાત ગણો બદલો તેઓને વાળી આપો.+ ૧૩  પછી અમે, એટલે કે તમારા લોકો અને તમારા ચારાનાં ઘેટાં,+સદા તમારો આભાર માનીશું. અમે પેઢી દર પેઢી તમારો જયજયકાર કરીશું.+

ફૂટનોટ

અથવા કદાચ, “મુક્ત કરો.”