ગીતશાસ્ત્ર ૮૦:૧-૧૯

  • ફરીથી કૃપા બતાવવા ઇઝરાયેલના પાળકને વિનંતી

    • “હે ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો” ()

    • ઇઝરાયેલ ઈશ્વરનો દ્રાક્ષાવેલો (૮-૧૫)

સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. યાદ કરાવવા માટે. આસાફનું ગીત.+ ૮૦  હે ઇઝરાયેલના પાળક,યૂસફના લોકોને ટોળાની જેમ દોરનાર, સાંભળો.+ હે કરૂબો પર* બિરાજનાર,+તમારો પ્રકાશ પાથરો.*  ૨  એફ્રાઈમ, બિન્યામીન અને મનાશ્શા આગળતમારી તાકાત બતાવો.+ આવો અને અમને બચાવી લો.+  ૩  હે ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો.+ તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો, જેથી અમે બચી જઈએ.+  ૪  હે સૈન્યોના ઈશ્વર યહોવા, ક્યાં સુધી તમારો ગુસ્સો સળગતો રહેશે? ક્યાં સુધી તમારા લોકોની પ્રાર્થના નહિ સાંભળો?+  ૫  તમે તેઓને આંસુઓની રોટલી ખવડાવી છેઅને પુષ્કળ આંસુ પિવડાવ્યાં છે.  ૬  અમને જીતી લેવા આસપાસની પ્રજાઓને તમે એકબીજા સામે લડવા દો છો,દુશ્મનોને મન ફાવે એમ અમારી મશ્કરી કરવા દો છો.+  ૭  હે સૈન્યોના ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો. તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો, જેથી અમે બચી જઈએ.+  ૮  તમે ઇજિપ્તમાંથી દ્રાક્ષાવેલાને બહાર કાઢી લાવ્યા,+તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી અને એ વેલો રોપ્યો.+  ૯  તમે એના માટે જગ્યા તૈયાર કરી,એ વેલાનાં મૂળ ઊંડાં ઊતર્યાં અને વેલો આખા દેશમાં ફેલાઈ ગયો.+ ૧૦  એની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા,એની ડાળીઓથી ઈશ્વરનાં દેવદારનાં વૃક્ષો પણ ઢંકાઈ ગયાં. ૧૧  એ વેલાની ડાળીઓ સમુદ્ર સુધી ફેલાઈ ગઈઅને એની ડાળખીઓ નદી* સુધી પહોંચી ગઈ.+ ૧૨  તમે દ્રાક્ષાવાડીની પથ્થરની દીવાલો કેમ તોડી નાખી?+ જુઓ, બધા મુસાફરો એની દ્રાક્ષો તોડીને ખાઈ જાય છે.+ ૧૩  જંગલી સૂવરો એને ખેદાન-મેદાન કરી નાખે છેઅને એ દ્રાક્ષો જંગલી પ્રાણીઓનો ખોરાક બની ગઈ છે.+ ૧૪  હે સૈન્યોના ઈશ્વર, મહેરબાની કરીને પાછા ફરો. સ્વર્ગમાંથી નીચે નજર કરો. આ દ્રાક્ષાવેલાની માવજત કરો,+ ૧૫  જેની કલમ* તમે પોતાના જમણા હાથે રોપી છે.+ એ દીકરા* તરફ જુઓ, જેને તમે પોતાના માટે બળવાન કર્યો છે.+ ૧૬  દ્રાક્ષાવેલાને કાપીને બાળી નાખવામાં આવ્યો છે.+ લોકો તમારા ઠપકાથી નાશ પામે છે. ૧૭  તમારા જમણા હાથે જે માણસ છે, તેને તમારો હાથ ટેકો આપે. માણસના દીકરાને ટેકો આપે, જેને તમે પોતાના માટે બળવાન કર્યો છે.+ ૧૮  ત્યાર પછી અમે તમારા માર્ગમાંથી ભટકીશું નહિ. અમને જીવતા રાખો, જેથી અમે તમારું નામ પોકારતા રહીએ. ૧૯  હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમારા પર ફરીથી કૃપા બતાવો. તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો, જેથી અમે બચી જઈએ.+

ફૂટનોટ

આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.
અથવા કદાચ, “વચ્ચે.”
અથવા, “તમારું તેજ પ્રગટાવો.”
એટલે કે, યુફ્રેટિસ.
અથવા, “જે દ્રાક્ષાવેલાની મુખ્ય ડાળી.”
અથવા, “ડાળી.”