ગીતશાસ્ત્ર ૮૧:૧-૧૬

  • આજ્ઞા પાળવા માટે ઉત્તેજન

    • પારકા દેવોને ન ભજો ()

    • ‘કાશ, તમે મારું સાંભળો’ (૧૩)

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. આસાફનું ગીત.+ ૮૧  ઈશ્વર આપણું બળ છે, તેમની આગળ ખુશીથી પોકારી ઊઠો,+યાકૂબના ઈશ્વરની આગળ વિજયનો પોકાર કરો.  ૨  સંગીત વગાડો, ખંજરી ઉપાડો,તારવાળા વાજિંત્ર સાથે મધુર વીણા વગાડો.  ૩  ચાંદરાતે* અને પૂનમની રાતે રણશિંગડું વગાડો,+કેમ કે એ આપણા માટે તહેવારનો દિવસ છે.+  ૪  ઇઝરાયેલ માટે એ ફરમાન છે,યાકૂબના ઈશ્વરનો એ આદેશ છે.+  ૫  ઈશ્વર જ્યારે ઇજિપ્તની વિરુદ્ધ થયા,+ત્યારે તેમણે યૂસફ માટે આ નિયમ ઠરાવ્યો હતો.+ મને એક અજાણી વાણી* સંભળાઈ:  ૬  “મેં તેના ખભા પરનો બોજ ઉપાડી લીધો,+તેના હાથમાંથી ટોપલો લઈ લીધો.  ૭  તારા સંકટમાં તેં પોકાર કર્યો અને મેં તને છોડાવ્યો.+ ગર્જના કરનારાં વાદળોમાંથી મેં તને જવાબ આપ્યો.+ મરીબાહના* પાણી પાસે મેં તારી કસોટી કરી.+ (સેલાહ)  ૮  હે મારા લોકો, સાંભળો. હું તમને ચેતવણી આપું છું. ઓ ઇઝરાયેલીઓ, તમે મારું સાંભળો તો કેવું સારું!+  ૯  તો તમારી વચ્ચે બીજો કોઈ દેવ ન હોત,તમે કોઈ પારકા દેવ આગળ નમ્યા ન હોત.+ ૧૦  હું યહોવા તમારો ઈશ્વર છું,હું જ તમને ઇજિપ્ત દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ તમારું મોં ખોલો, તમે ધરાઓ ત્યાં સુધી હું ખવડાવીશ.+ ૧૧  પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ. ઇઝરાયેલે મારું કહેવું માન્યું નહિ.+ ૧૨  એટલે તેઓનાં હઠીલાં હૃદય પ્રમાણે મેં તેઓને ચાલવા દીધા. તેઓએ પોતાની મનમાની કરી.+ ૧૩  કાશ, મારા લોકોએ મારું સાંભળ્યું હોત+અને ઇઝરાયેલ મારા માર્ગે ચાલ્યો હોત!+ ૧૪  તો તેઓના દુશ્મનોને મેં તરત હરાવી દીધા હોત,તેઓના શત્રુઓ વિરુદ્ધ મારો હાથ ઉગામ્યો હોત.+ ૧૫  યહોવાને નફરત કરનારાઓ તેમની આગળ થરથર કાંપશે. તેઓનો અંત કાયમી હશે. ૧૬  પણ તને* તો તે સૌથી સારા ઘઉં ખવડાવશે,+ખડકમાંના મધથી તને સંતોષ આપશે.”+

ફૂટનોટ

અથવા, “ભાષા.”
અર્થ, “ઝઘડો.”
એટલે કે, ઈશ્વરના લોકો.