ગીતશાસ્ત્ર ૮૨:૧-૮

  • સાચો ન્યાય કરવાની માંગ

    • ઈશ્વર “દેવોની વચ્ચે ન્યાય કરે છે” ()

    • ‘દીન-દુખિયાનો બચાવ કરો’ ()

    • “તમે દેવો છો” ()

આસાફનું ગીત.+ ૮૨  ઈશ્વર પવિત્ર સભામાં બિરાજમાન થયા છે,+તે દેવોની* વચ્ચે ન્યાય કરે છે અને કહે છે:+  ૨  “ક્યાં સુધી તમે ન્યાય ઊંધો વાળશો+ અને દુષ્ટોનો પક્ષ લેશો?+ (સેલાહ)  ૩  દીન-દુખિયા અને અનાથોનો બચાવ* કરો.+ લાચાર અને નિરાધારોનો ન્યાય કરો.+  ૪  દીન-દુખિયા અને ગરીબોને છોડાવો. તેઓને દુષ્ટના પંજામાંથી બચાવી લો.”  ૫  ન્યાયાધીશો નથી કંઈ જાણતા, નથી કંઈ સમજતા,+તેઓ અંધારામાં આમતેમ ફાંફા મારે છે. નથી રહ્યો ઇન્સાફ કે નથી રહ્યો નિયમો માટે કોઈ આદર.*+  ૬  “મેં* કહ્યું, ‘તમે દેવો* છો,+તમે બધા સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ છો.  ૭  પણ માણસોની જેમ તમે મરણ પામશો,+બીજા અધિકારીઓની જેમ તમારો અંત આવશે.’”+  ૮  હે ઈશ્વર, ઊઠો અને પૃથ્વીનો ન્યાય કરો,+કેમ કે બધી પ્રજાઓ તમારી જ છે.

ફૂટનોટ

અથવા, “દેવો જેવાની.” દેખીતું છે, અહીં ઇઝરાયેલના ન્યાયાધીશોની વાત થાય છે.
અથવા, “ઇન્સાફ.”
મૂળ, “પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.”
એટલે કે, ઈશ્વર.
અથવા, “દેવો જેવા.”