ગીતશાસ્ત્ર ૮૬:૧-૧૭
દાઉદની પ્રાર્થના.
૮૬ હે યહોવા, મારી વિનંતીને કાન ધરો* અને જવાબ આપો,કેમ કે હું ગરીબ અને લાચાર છું.+
૨ મારા જીવનનું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું.+
તમારા પર ભરોસો રાખનાર તમારા ભક્તને બચાવો,કેમ કે તમે મારા ભગવાન છો.+
૩ હે યહોવા, મારા પર કૃપા કરો,+હું આખો દિવસ તમને પોકારું છું.+
૪ તમારા ભક્તનું જીવન ખુશીઓથી ભરી દો,કેમ કે હે યહોવા, હું તમારા પર આશા રાખું છું.
૫ હે યહોવા, તમે ભલા છો+ અને માફ કરવા તૈયાર છો.+
તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ* વરસાવો છો.+
૬ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.
મદદ માટેની મારી અરજો ધ્યાનમાં લો.+
૭ મુસીબતના દિવસે મેં તમને હાંક મારી,+મને ખાતરી છે કે તમે જવાબ આપશો.+
૮ હે યહોવા, દેવોમાં તમારા જેવું કોઈ નથી,+તમારાં કામો જેવાં કોઈનાં કામ નથી.+
૯ હે યહોવા, બધી પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે,તેઓ તમારી આગળ આવશે અને નમન કરશે.+
તેઓ તમારા નામનો જયજયકાર કરશે.+
૧૦ તમે મહાન છો અને અજાયબ કામો કરો છો.+
તમે એકલા જ ઈશ્વર છો.+
૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+
હું સતને પંથે ચાલીશ.+
મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+
૧૨ હે યહોવા મારા ઈશ્વર, હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+
હું સદા તમારા નામનો મહિમા ગાઈશ,
૧૩ કેમ કે તમે મારા પર અતૂટ પ્રેમ વરસાવ્યો છે.
તમે કબરના* ઊંડાણમાંથી મને ઉગારી લીધો છે.+
૧૪ હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા થયા છે.+
જુલમી માણસો મારો જીવ લેવા પાછળ પડ્યા છે,તેઓને તમારી કંઈ પડી નથી.+
૧૫ પણ હે યહોવા ઈશ્વર, તમે તો દયા અને કરુણા* બતાવનાર છો,તમે જલદી ગુસ્સે ન થનાર, અતૂટ પ્રેમના સાગર અને વફાદારી* બતાવનાર છો.+
૧૬ મારી સામે જુઓ અને કૃપા બતાવો.+
તમારા ભક્તને તમારું બળ આપો.+
તમારી દાસીના દીકરાને બચાવી લો.
૧૭ મને તમારી ભલાઈની કોઈ નિશાની* આપો,જેથી મારો ધિક્કાર કરનારાઓ એ જુએ અને લજવાય.
હે યહોવા, તમે મને સહાય કરનાર અને દિલાસો આપનાર છો.