ગીતશાસ્ત્ર ૮૭:૧-૭

  • સાચા ઈશ્વરનું શહેર સિયોન

    • જેઓનો જન્મ સિયોનમાં થયો (૪-૬)

કોરાહના દીકરાઓનું ગીત.+ ૮૭  ઈશ્વરના શહેરનો પાયો પવિત્ર પર્વતોમાં છે.+  ૨  યહોવાને યાકૂબના બધા તંબુઓ કરતાં,સિયોનના દરવાજા વધારે વહાલા છે.+  ૩  હે સાચા ઈશ્વરના શહેર, તારા વિશે કેવી સારી સારી વાતો થાય છે!+ (સેલાહ)  ૪  મને જાણનારાઓમાં* હું રાહાબ*+ અને બાબેલોનની ગણતરી કરીશ. આ રહ્યા પલિસ્ત, તૂર અને કૂશ.* એ દરેક વિશે એવું કહેવામાં આવશે કે, “એનો જન્મ ત્યાં થયો હતો.”  ૫  સિયોન વિશે આવું કહેવામાં આવશે: “એમાં દરેકેદરેકનો જન્મ થયો હતો.” સર્વોચ્ચ ઈશ્વર એને સ્થિર રાખશે.  ૬  લોકોની નોંધણી કરતી વખતે, યહોવા જાહેર કરશે: “આનો જન્મ ત્યાં થયો હતો.” (સેલાહ)  ૭  ગાનારાઓ+ અને નાચનારાઓ+ કહેશે: “સિયોન મારા આશીર્વાદોનો* ઝરો છે.”+

ફૂટનોટ

અથવા, “સ્વીકાર કરનારાઓમાં.”
અહીં કદાચ ઇજિપ્તની વાત થાય છે.
અથવા, “ઇથિયોપિયા.”
અથવા, “સિયોન મારા માટે બધી વસ્તુઓનો.”