ગીતશાસ્ત્ર ૯૨:૧-૧૫

  • યહોવા સદા માટે સર્વોચ્ચ ઈશ્વર

    • તેમનાં મહાન કામો અને ઊંડા વિચારો ()

    • ‘નેક લોકો વૃક્ષની જેમ ફૂલશે-ફાલશે’ (૧૨)

    • વૃદ્ધ લોકો ફૂલશે-ફાલશે (૧૪)

સાબ્બાથના* દિવસ માટે ગીત. ૯૨  કેવું સારું કે યહોવાનો આભાર માનીએ,+હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામના ગુણગાન ગાઈએ,*  ૨  સવારે તમારો અતૂટ પ્રેમ જણાવીએ+અને રાતે તમારી વફાદારી જાહેર કરીએ;  ૩  એની સાથે દસ તારવાળું વાજિંત્ર અને સિતાર વગાડીએ,વીણાનો સૂર રેલાવીએ.+  ૪  હે યહોવા, તમારાં કાર્યોથી તમે મને ખુશી આપી છે. તમારા હાથનાં કામોને લીધે, હું તમારો જયજયકાર કરીશ.  ૫  હે યહોવા, તમારાં કામ કેવાં મહાન છે!+ તમારા વિચારો કેટલા ઊંડા છે!+  ૬  બુદ્ધિ વગરનો માણસ એ જાણી શકતો નથી. મૂર્ખ માણસ આ વાત સમજી શકતો નથી:+  ૭  ભલે દુષ્ટો ઘાસની જેમ ફૂટી નીકળેઅને બધા અપરાધીઓ ફૂલે-ફાલે,પણ તેઓનો કાયમ માટે વિનાશ થશે.+  ૮  હે યહોવા, તમે સદા માટે સર્વોચ્ચ ઈશ્વર છો.  ૯  હે યહોવા, તમારા દુશ્મનોની પડતી જુઓ,જુઓ કે તમારા વેરીઓનો કેવો વિનાશ થાય છે! બધા ગુનેગારોને કેવા વેરવિખેર કરી દેવામાં આવે છે!+ ૧૦  પણ તમે મારી તાકાત જંગલી સાંઢ જેટલી વધારશો.* હું મારા શરીરે તાજું તેલ ચોળીશ, જેથી મને તાજગી મળે.+ ૧૧  મારી આંખો દુશ્મનોની હાર જોશે.+ મારા કાન સાંભળશે કે મારા પર હુમલો કરનારા દુષ્ટોની કેવી પડતી થઈ છે. ૧૨  નેક લોકો ખજૂરીની જેમ ફૂલશે-ફાલશે,લબાનોનના દેવદારની જેમ ઘટાદાર થશે.+ ૧૩  તેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવ્યા છે. તેઓ આપણા ઈશ્વરનાં આંગણાંમાં ખીલી ઊઠ્યા છે.+ ૧૪  ઘડપણમાં પણ તેઓ ફૂલશે-ફાલશે.+ તેઓ તાજા-માજા અને લીલાછમ રહેશે+ ૧૫  અને પોકારશે કે યહોવા જ સાચા છે. તે મારા ખડક છે,+ જેમનામાં કોઈ બૂરાઈ નથી.

ફૂટનોટ

અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીએ.”
મૂળ, “મારું શિંગ ઊંચું કરશો.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.