ગીતશાસ્ત્ર ૯૩:૧-૫

  • યહોવાનું ભવ્ય રાજ

    • “યહોવા રાજા બન્યા છે!” ()

    • ‘તમારાં સૂચનો ભરોસાપાત્ર છે’ ()

૯૩  યહોવા રાજા બન્યા છે!+ તેમણે ભવ્યતા પહેરી લીધી છે. યહોવાએ શક્તિ ધારણ કરી છે,તેમણે કમરપટ્ટાની જેમ એને પહેરી છે. પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે,એને ખસેડી શકાતી નથી.  ૨  યુગોના યુગોથી તમારી રાજગાદી સ્થાપન કરવામાં આવી.+ તમે સનાતન ઈશ્વર છો.+  ૩  હે યહોવા, નદીઓ ધસમસી રહી છે. ધસમસતી નદીઓ ગર્જના કરી રહી છે. નદીઓ ઊછળતી ઊછળતી ખળખળ વહી રહી છે.  ૪  ઊંચે સ્વર્ગમાં બિરાજમાન યહોવા+ઘણા પાણીના અવાજ કરતાં,સમુદ્રનાં ઊછળતાં મોજાઓ કરતાં શક્તિશાળી છે.+  ૫  તમારાં સૂચનો એકદમ ભરોસાપાત્ર છે.+ હે યહોવા, પવિત્રતા તમારા મંદિરને સદા શણગારે છે.+

ફૂટનોટ