ગીતશાસ્ત્ર ૯૫:૧-૧૧

  • આજ્ઞા પાળવી અને સાચી ભક્તિ કરવી

    • “આજે જો તમે તેમનું સાંભળો” ()

    • “તમારું દિલ કઠણ ન કરતા” ()

    • “તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ” (૧૧)

૯૫  આવો, યહોવાને ખુશીથી પોકારીએ! આપણા ઉદ્ધારના ખડકનો આનંદથી જયજયકાર કરીએ.+  ૨  તેમનો આભાર માનતાં માનતાં તેમની આગળ આવીએ.+ તેમનાં ગીતો ગાઈએ અને વિજયનો પોકાર કરીએ.  ૩  યહોવા મહાન ઈશ્વર છે. બધા દેવો કરતાં મહાન રાજા છે.+  ૪  પૃથ્વીનાં ઊંડાણો તેમના હાથમાં છે. પર્વતોનાં શિખરો પણ તેમનાં જ છે.+  ૫  સમુદ્ર તેમણે બનાવ્યો છે, એ તેમનો છે+અને કોરી ભૂમિની રચના પણ તેમણે જ કરી છે.+  ૬  આવો, આપણા સર્જનહાર યહોવા આગળ ઘૂંટણિયે પડીએ.+ તેમની ભક્તિ કરીએ અને તેમને નમન કરીએ.  ૭  તે આપણા ભગવાન છે,આપણે તેમનાં ચારાનાં ઘેટાં છીએ,તે પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે.+ આજે જો તમે તેમનું સાંભળો,+  ૮  તો તમારું દિલ કઠણ ન કરતા,જેમ તમારા બાપદાદાઓએ મરીબાહમાં*અને વેરાન પ્રદેશના માસ્સાહમાં* કર્યું હતું.+  ૯  તેઓએ ત્યાં મારી કસોટી કરી.+ મારા ચમત્કારો જોયા હતા, છતાં મને પડકાર ફેંક્યો.+ ૧૦  મને એ પેઢી પર ૪૦ વર્ષો સુધી નફરત થઈ અને મેં કહ્યું: “તેઓનાં દિલ હંમેશાં ભટકી જાય છે. તેઓ મારા માર્ગો જાણતા નથી.” ૧૧  એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા: “તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.”+

ફૂટનોટ

અર્થ, “ઝઘડો.”
અર્થ, “પરીક્ષા; કસોટી.”