ગીતશાસ્ત્ર ૯૭:૧-૧૨

  • યહોવા બીજા બધા દેવો કરતાં મહાન

    • “યહોવા રાજા બન્યા છે!” ()

    • યહોવાને ચાહો, ખરાબ કામોને ધિક્કારો (૧૦)

    • નેક માટે પ્રકાશ (૧૧)

૯૭  યહોવા રાજા બન્યા છે!+ પૃથ્વી ખુશી મનાવો+અને ટાપુઓ આનંદ કરો.+  ૨  વાદળો અને ગાઢ અંધકાર તેમની ચારે બાજુ છે.+ સચ્ચાઈ અને ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.+  ૩  તેમનો અગ્‍નિ આગળ આગળ જાય છે+અને બધી બાજુ દુશ્મનોને ભસ્મ કરી નાખે છે.+  ૪  તેમની વીજળીના ચમકારાથી ધરતી ઝગમગી ઊઠે છે. પૃથ્વી એ જોઈને થરથર કાંપે છે.+  ૫  આખી ધરતીના માલિક યહોવા આગળપર્વતો મીણની જેમ પીગળી જાય છે.+  ૬  આકાશો તેમનો સાચો માર્ગ જાહેર કરે છે,બધા લોકો તેમનું ગૌરવ જુએ છે.+  ૭  કોતરેલી મૂર્તિઓને પૂજનારાઓ,પોતાના નકામા દેવોની બડાઈ હાંકનારાઓ ફજેત થાઓ.+ હે બધા દેવો, તેમની આગળ નમન* કરો.+  ૮  હે યહોવા, તમારા ન્યાયચુકાદાઓ વિશે સાંભળીને+સિયોન આનંદ કરે છે.+ યહૂદાનાં નગરો* ખુશી મનાવે છે.  ૯  હે યહોવા, તમે આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો. તમે બીજા બધા દેવો કરતાં મહાન છો.+ ૧૦  હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.+ તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે.+ તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.+ ૧૧  નેક લોકો માટે પ્રકાશ ફેલાયો છે,+ખરાં દિલના લોકો માટે આનંદ આનંદ છવાયો છે. ૧૨  હે નેક દિલ લોકો, યહોવાને લીધે હરખાઓ. તેમના પવિત્ર નામનો જયજયકાર કરો.

ફૂટનોટ

અથવા, “ભક્તિ.”
મૂળ, “યહૂદાની દીકરીઓ.”