ગીતોનું ગીત ૪:૧-૧૬
૪ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે.
તું રૂપ રૂપનો અંબાર છે.
ઘૂંઘટ પાછળ રહેલી તારી આંખો કબૂતરની આંખો જેવી છે.
તારા કેશ ગિલયાદના પહાડો પરથી ઊતરતાં+બકરીઓનાં ટોળાં જેવા છે.
૨ તારા દાંત એ ઘેટાઓ જેવા ઊજળા છે, જેઓનું ઊન હમણાં જ કાતરવામાં આવ્યું છે,અને જેઓને હમણાં જ નવડાવીને બહાર લાવવામાં આવ્યાં છે.
એ બધા હારબંધ છે અને દરેકનો જોડીદાર છે,એમાંથી એકેય ઓછો થયો નથી.
૩ તારા હોઠ લાલ દોરા જેવા છે,તારી દરેક વાત મનને મીઠી લાગે છે.
ઘૂંઘટમાંથી તારા ગાલ*દાડમની ફાડની જેમ ચમકે છે.
૪ તારી ગરદન+ દાઉદના મિનારા જેવી છે,+જે હારબંધ પથ્થરોથી ઘડાયેલો છે.
એના પર હજાર ઢાલો લટકેલી છે,હા, પરાક્રમી યોદ્ધાઓની ગોળ ઢાલો લટકેલી છે.+
૫ તારાં બે સ્તનહરણીનાં જોડિયાં બચ્ચાં જેવાં છે,+જે ફૂલો વચ્ચે ચરે છે.”
૬ “ઠંડી ઠંડી લહેર શરૂ થાય અને પડછાયો ધીરે ધીરે વિદાય લે,એ પહેલાં હું બોળના પહાડ પરઅને લોબાનની* ટેકરી પર ચઢી જઈશ.”+
૭ “હે મારી પ્રિયતમા, તું માથાથી પગના તળિયા સુધી સુંદર છે,+તારામાં કોઈ ડાઘ નથી.
૮ મારી દુલહન, લબાનોનથી મારી સાથે આવ,હા, લબાનોનથી મારી સાથે ચાલ.+
ચાલ, આપણે આમાનાહની* ટોચથી નીચે ઊતરીએ,સનીરના શિખરથી, હા, હેર્મોનના શિખરથી નીચે જઈએ,+ચાલ, સિંહોનાં બીડ અને દીપડાના પહાડો પાર કરી દઈએ.
૯ મારી પ્રેમિકા,* મારી દુલહન, તેં મારું દિલ ચોરી લીધું છે,+તારી એક જ નજરે મારું ચિત્ત હરી લીધું છે,તારી માળાના એક મોતીએ મારી ધડકનો તેજ કરી દીધી છે.
૧૦ મારી પ્રેમિકા,* મારી દુલહન, તારી પ્રીતિ કેટલી મધુર છે!+
તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+
તારા અત્તરની મહેક બીજા કોઈ પણ સુગંધી દ્રવ્ય કરતાં શ્રેષ્ઠ છે.+
૧૧ મારી દુલહન, તારા હોઠમાંથી મધપૂડાની જેમ મધ ટપકે છે.+
મધ અને દૂધ તારી જીભ નીચે છે,+તારાં કપડાંની સોડમ લબાનોનની સોડમ જેવી છે.
૧૨ મારી પ્રેમિકા* બંધ કરેલી વાડી જેવી છે,મારી દુલહન બંધ કરેલી વાડી જેવી અને ઢાંકેલા ઝરા જેવી છે.
૧૩ તારી ડાળીઓ* દાડમનો બગીચો છે,એમાં મીઠાં-મધુરાં ફળ લાગ્યાં છે. એમાં મેંદી અને જટામાંસીના* છોડ છે.
૧૪ હા, એમાં જટામાંસી,*+ કેસર, બરુ*+ અને તજ+ છે,દરેક પ્રકારના લોબાનનાં ઝાડ, બોળ અને અગર+ છે,ઉત્તમ સુગંધીઓના+ હરેક જાતના છોડ છે.
૧૫ તું બાગનો ઝરો છે, તાજા પાણીનો કૂવો છે,લબાનોનથી વહેતું ઝરણું છે.+
૧૬ હે ઉત્તરના પવન, જાગ;હે દક્ષિણના વાયરા, અહીં આવ.
મારા બાગ પર ધીરે ધીરે વાઅને એની ફોરમ ચારે કોર ફેલાવ.”
“મારા પ્રિયતમ, તારા બાગમાં આવઅને એનાં મીઠાં-મધુરાં ફળ ખા.”
ફૂટનોટ
^ અથવા, “લમણાં.”
^ અથવા, “પૂર્વીય લબાનોનની.”
^ મૂળ, “મારી બહેન.”
^ મૂળ, “મારી બહેન.”
^ મૂળ, “મારી બહેન.”
^ અથવા કદાચ, “ત્વચા.”