ગીતોનું ગીત ૭:૧-૧૩
૭ “હે ભોળી યુવતી,મોજડીમાં તારા પગ કેવા સુંદર દેખાય છે!
તારી સુડોળ જાંઘો ઘરેણાં જેવી છે,જાણે કોઈ કારીગરના હાથની રચના ન હોય!
૨ તારી નાભિ ગોળ પ્યાલા જેવી છે.
એ દ્રાક્ષદારૂથી* હંમેશાં છલકાતી રહે.
તારું પેટ ઘઉંની ઢગલી જેવું છે,જેની આજુબાજુ ફૂલો પથરાયેલાં છે.
૩ તારાં બે સ્તનહરણીનાં જોડિયાં બચ્ચાં જેવાં છે.+
૪ તારું ગળું+ હાથીદાંતના મિનારા જેવું છે.+
તારી આંખો+ હેશ્બોનના પાણીના કુંડ જેવી છે,+જે બાથ-રાબ્બીમના દરવાજા પાસે છે.
તારું નાક લબાનોનના બુરજ જેવું છે,જે દમસ્કની દિશામાં છે.
૫ તારા માથાની શોભા કાર્મેલ પર્વત જેવી છે,+તારી લટો+ જાંબુડિયા રંગના ઊન જેવી છે.+
તારી લહેરાતી ઝૂલ્ફોએ રાજાને બંદી બનાવ્યો છે.
૬ તું કેટલી સુંદર છે, કેટલી રૂપાળી છે,હે મારી પ્રેયસી, તારી આગળ બધી ખુશીઓ ઝાંખી પડે છે!
૭ તું ખજૂરીના ઝાડ જેવી ઊંચી છે,તારાં સ્તનો ખજૂરનાં ઝૂમખાં જેવાં છે.+
૮ મેં કહ્યું, ‘હું ખજૂરીના ઝાડ પર ચઢીશ,ફળોથી લચી પડેલી એની ડાળીઓ તોડીશ.’
તારાં સ્તનો દ્રાક્ષોની લૂમો જેવાં થાય,તારો શ્વાસ સફરજનની જેમ મહેકે.
૯ તારું મોં* ઉત્તમ દ્રાક્ષદારૂ જેવું છે.”
“મારા વાલમના હોઠોને એ ચૂમે,તેના ગળે ધીમે ધીમે ઊતરીને તેને મીઠી નીંદરમાં નાખે.*
૧૦ હું મારા પ્રિયતમની છું+અને તે મારા માટે ઝૂરે છે.
૧૧ ચાલ, મારા વાલમ ચાલ,આપણે દૂર સીમમાં જઈએ;ચાલ, મેંદીના છોડવાઓ વચ્ચે રહીએ.+
૧૨ સવારે વહેલા ઊઠીને દ્રાક્ષાવાડીઓ જોવા જઈએ.
એ જોવા જઈએ કે દ્રાક્ષાવેલા પર કળીઓ આવી છે કે નહિ,ફૂલો ખીલ્યાં છે કે નહિ,+દાડમડી પર ફળો લાગ્યાં છે કે નહિ.+
ત્યાં હું તારા પર મારો પ્રેમ વરસાવીશ.+
૧૩ ભોંયરીંગણાં*+ પોતાની મહેક ફેલાવે છે.
આપણા આંગણામાં જાતજાતનાં ઉત્તમ ફળો ઊગ્યાં છે.+
હે મારા વહાલા, મેં તાજાં અને સૂકાં ફળોતારા માટે રાખી મૂક્યાં છે.
ફૂટનોટ
^ અથવા, “મસાલેદાર દ્રાક્ષદારૂથી.”
^ મૂળ, “તાળવું.”
^ મૂળ, “જાણે ઊંઘનારાના ગળે ઊતરીને તેઓને મીઠી નીંદરમાં નાખે છે.”
^ સ્ત્રીઓ એ ફળ ખાતી, કેમ કે તેઓ માનતી કે એ ખાવાથી તેઓને ગર્ભ ધારણ કરવા મદદ મળશે.