ઝખાર્યા ૧૦:૧-૧૨
૧૦ “વસંતના વરસાદના* સમયે યહોવા પાસે વરસાદ માંગો,કેમ કે કાળાં અને ઘનઘોર વાદળો યહોવા જ બનાવે છે,તે જ માણસો પર વરસાદ વરસાવે છે+અને દરેક માટે ખેતરમાં લીલોતરી ઉગાડે છે.
૨ કુળદેવતાની મૂર્તિઓએ* છેતરામણી* વાતો કરી છે,શુકન જોનારાઓએ જૂઠાં દર્શનો જોયાં છે.
તેઓ નકામાં સપનાં વિશે વાત કરે છેઅને ખોટો દિલાસો આપે છે.
એટલે જ લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકશે,તેઓ પીડા ભોગવશે, કેમ કે તેઓનો કોઈ ઘેટાંપાળક નથી.
૩ ઘેટાંપાળકો પર મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે,જુલમી આગેવાનો* પાસેથી હું હિસાબ માંગીશ,કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ પોતાના ટોળા તરફ, યહૂદાના ઘર તરફ ધ્યાન આપ્યું છે,+તેમણે તેઓને યુદ્ધના શાનદાર અને જોરાવર ઘોડા જેવા બનાવ્યા છે.
૪ તેઓમાંથી એક આગેવાન* આવે છે,તેઓમાંથી એક શાસક* આવે છે,તેઓમાંથી યુદ્ધનું ધનુષ્ય આવે છે,તેઓમાંથી એકેએક નિરીક્ષક* આવે છે,તેઓ બધા એકસાથે આવે છે.
૫ તેઓ યોદ્ધાઓ જેવા બનશે,તેઓ યુદ્ધમાં રસ્તાઓનો કાદવ ખૂંદી નાખશે.
તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે.+
દુશ્મનોના ઘોડેસવારો શરમમાં મુકાશે.+
૬ હું યહૂદાના ઘરને બધા કરતાં ચઢિયાતું બનાવીશ,હું યૂસફના ઘરને બચાવીશ,+હું તેઓને પાછા લાવીશ,હું તેઓ પર દયા બતાવીશ,+તેઓની સ્થિતિ એવી થશે, જાણે મેં તેઓને ક્યારેય તરછોડ્યા ન હોય,+કેમ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, હું તેઓની વિનંતીઓનો જવાબ આપીશ.
૭ એફ્રાઈમના લોકો શૂરવીર લડવૈયા જેવા થશે,જેમ દ્રાક્ષદારૂ પીવાથી મન ખુશ થાય છે, તેમ તેઓનું દિલ ખુશીથી છલકાઈ જશે.+
તેઓનાં બાળકો એ જોઈને હરખાશે,તેઓનાં હૃદયો યહોવાને લીધે આનંદ કરશે.+
૮ ‘હું સીટી વગાડીને તેઓને બોલાવીશ અને ભેગા કરીશ,હું તેઓને છોડાવીશ,+ તેઓની સંખ્યા વધશે,એ વધતી ને વધતી જ જશે.
૯ જો હું તેઓને બીજની જેમ પ્રજાઓમાં વિખેરી નાખું,તોપણ દૂર દેશથી તેઓ મને યાદ કરશે,તેઓ અને તેઓનાં બાળકો નવું જોમ મેળવીને પાછાં આવશે.
૧૦ હું તેઓને ઇજિપ્તમાંથી* પાછા લાવીશ,હું તેઓને આશ્શૂરમાંથી ભેગા કરીશ,+તેઓને રહેવા પૂરતી જગ્યા નહિ હોય+એટલે હું તેઓને ગિલયાદ અને લબાનોનના પ્રદેશમાં લઈ જઈશ.+
૧૧ સમુદ્ર તેઓનો રસ્તો રોકશે ત્યારે, હું એમાંથી પસાર થઈશ,હું એનાં મોજાઓને નીચે પછાડીશ,+નાઈલ નદી તેઓના રસ્તામાં આડે આવશે ત્યારે,હું એનું પાણી સૂકવી નાખીશ.
આશ્શૂરનું ઘમંડ ઉતારી દેવામાં આવશેઅને ઇજિપ્તમાંથી રાજદંડ જતો રહેશે.+
૧૨ હું યહોવા તેઓને ચઢિયાતા બનાવીશ,+અને મારા નામને મહિમા મળે એ રીતે તેઓ જીવશે,’*+ એવું યહોવા કહે છે.”
ફૂટનોટ
^ વધારે માહિતી ખ-૧૫ જુઓ.
^ અથવા, “વિચિત્ર; રહસ્યમય.”
^ મૂળ, “બકરાઓ.”
^ મૂળ, “ખૂણાનો મિનારો,” જે મહત્ત્વના કે મુખ્ય માણસને રજૂ કરે છે; મુખી.
^ મૂળ, “ખૂંટી,” જે ટેકો આપનારને રજૂ કરે છે.
^ અથવા, “કામ કરાવનાર.”
^ અથવા, “મિસરમાંથી.”
^ અથવા, “તેઓ મારા નામમાં ચાલશે.”