ઝખાર્યા ૬:૧-૧૫

  • દર્શન ૮: ચાર રથો (૧-૮)

  • અંકુર, રાજાની સાથે સાથે યાજક પણ બનશે (૯-૧૫)

 મેં ફરી નજર ઊંચી કરી અને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી આવતા જોયા. એ પર્વતો તાંબાના હતા. ૨  પહેલા રથના ઘોડા લાલ હતા અને બીજા રથના ઘોડા કાળા હતા.+ ૩  ત્રીજા રથના ઘોડા સફેદ હતા અને ચોથા રથના ઘોડા ટપકાંવાળા અને કાબરચીતરા હતા.+ ૪  મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “મારા માલિક, એ બધાનો શો અર્થ છે?” ૫  દૂતે જવાબ આપ્યો: “એ સ્વર્ગની ચાર સેનાઓ છે,+ જે આખી પૃથ્વીના માલિક આગળ હાજર થઈ હતી અને ત્યાંથી નીકળી આવી છે.+ ૬  કાળા ઘોડાવાળો રથ ઉત્તરના દેશ તરફ જઈ રહ્યો છે.+ સફેદ ઘોડાઓ પશ્ચિમના દેશ તરફ* જઈ રહ્યા છે અને ટપકાંવાળા ઘોડાઓ દક્ષિણના દેશ તરફ જઈ રહ્યા છે. ૭  કાબરચીતરા ઘોડાઓ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરવા આતુર હતા.” દૂતે કહ્યું: “જાઓ અને આખી પૃથ્વીનું નિરીક્ષણ કરો.” એટલે તેઓ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરવા નીકળી પડ્યા. ૮  પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું: “જો, જે ઘોડાઓ ઉત્તરના દેશ તરફ જાય છે, તેઓના લીધે એ દેશ વિરુદ્ધ યહોવાનો ગુસ્સો શાંત પડ્યો છે.” ૯  યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો, ૧૦  “હેલ્દાય, ટોબિયાહ અને યદાયા, ગુલામો* પાસેથી જે કંઈ લાવ્યા છે એ તું લે. બાબેલોનથી આવેલા એ માણસો સાથે તું એ જ દિવસે સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા. ૧૧  તું સોનું અને ચાંદી લે અને એનાથી એક મુગટ* બનાવ. પછી એ મુગટ યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆને પહેરાવ.+ ૧૨  તેને કહે,“‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જો, આ રહ્યો અંકુર નામનો માણસ.+ તે પોતાની જગ્યાએથી ઊગી નીકળશે. તે યહોવાનું મંદિર બાંધશે.+ ૧૩  આ એ જ માણસ છે, જે યહોવાનું મંદિર બાંધશે અને ગૌરવ મેળવશે. તે પોતાની રાજગાદી પર બેસશે અને રાજ કરશે. તે રાજાની સાથે સાથે યાજક* પણ બનશે.+ એ બંને જવાબદારીઓ તે સારી રીતે નિભાવશે અને એનાથી શાંતિ ફેલાશે. ૧૪  હેલેમ,* ટોબિયાહ, યદાયા+ અને સફાન્યાના દીકરા હેનની* યાદમાં* એ મુગટ* યહોવાના મંદિરમાં રાખવામાં આવશે. ૧૫  દૂર દૂરથી લોકો આવશે અને યહોવાનું મંદિર બાંધવામાં ભાગ લેશે.” ત્યારે તમારે સ્વીકારવું પડશે કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાત સાંભળશો, તો એ પ્રમાણે જરૂર થશે.’”

ફૂટનોટ

અથવા, “સમુદ્રને પેલે પાર.”
શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.
અથવા, “ભવ્ય મુગટ.”
ઝખા ૬:૧૦માં જણાવેલો હેલ્દાય છે.
કદાચ ઝખા ૬:૧૦માં જણાવેલો યોશિયા છે.
અથવા, “યાદગીરી તરીકે.”
અથવા, “ભવ્ય મુગટ.”