નહેમ્યા ૭:૧-૭૩

  • શહેરના દરવાજા અને દરવાનો (૧-૪)

  • ગુલામીમાંથી પાછા આવેલા લોકોની યાદી (૫-૬૯)

    • મંદિરના સેવકો (૪૬-૫૬)

    • સુલેમાનના સેવકોના દીકરાઓ (૫૭-૬૦)

  • કામ માટે દાનો (૭૦-૭૩)

 કોટ બાંધવાનું કામ પૂરું થયું+ કે મેં તરત જ એનાં બારણાં બેસાડ્યાં.+ પછી મેં દરવાનો,+ ગાયકો+ અને લેવીઓની+ નિમણૂક કરી. ૨  મેં મારા ભાઈ હનાનીને+ અને કિલ્લાના+ અધિકારી હનાન્યાને યરૂશાલેમની દેખરેખની જવાબદારી સોંપી. કેમ કે હનાન્યા સૌથી વિશ્વાસુ હતો અને બીજા બધા કરતાં તે સાચા ઈશ્વરનો વધારે ડર રાખતો હતો.+ ૩  મેં તેઓને કહ્યું: “બપોર સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ. દરવાનો પોતાની ફરજ પરથી જાય એ પહેલાં દરવાજા બંધ કરે અને ભૂંગળો લગાવે. યરૂશાલેમના રહેવાસીઓને ચોકીદારો તરીકે ઠરાવવામાં આવે, અમુક લોકો ચોકીઓ સંભાળે અને બીજા અમુક પોતાના ઘર આગળ ચોકી કરે.” ૪  યરૂશાલેમ ખૂબ મોટું અને વિશાળ શહેર હતું, પણ બહુ ઓછા લોકો એમાં રહેતા હતા+ અને થોડાં જ ઘરો બંધાયાં હતાં. ૫  પણ ઈશ્વરે મારા દિલમાં વિચાર મૂક્યો કે હું અધિકારીઓને, ઉપઅધિકારીઓને અને લોકોને ભેગા કરું, જેથી વંશાવળી પ્રમાણે તેઓની યાદી બનાવી શકું.+ પછી મને વંશાવળીનું એક પુસ્તક મળી આવ્યું. ગુલામીમાંથી સૌથી પહેલા પાછા આવ્યા હતા તેઓનાં નામ એમાં લખેલાં હતાં. એ પુસ્તકમાં આમ લખ્યું હતું: ૬  બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પ્રાંતના જે લોકોને ગુલામીમાં* લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા. તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+ ૭  તેઓ ઝરુબ્બાબેલ,+ યેશૂઆ,+ નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ અને બાઅનાહ સાથે આવ્યા. ઇઝરાયેલી માણસોની ગણતરી આ પ્રમાણે હતી:+ ૮  પારોશના દીકરાઓ,* ૨,૧૭૨; ૯  શફાટિયાના દીકરાઓ, ૩૭૨; ૧૦  આરાહના દીકરાઓ,+ ૬૫૨; ૧૧  પાહાથ-મોઆબના કુટુંબના+ યેશૂઆ અને યોઆબના દીકરાઓ,+ ૨,૮૧૮; ૧૨  એલામના દીકરાઓ,+ ૧,૨૫૪; ૧૩  ઝાત્તુના દીકરાઓ, ૮૪૫; ૧૪  ઝાક્કાયના દીકરાઓ, ૭૬૦; ૧૫  બિન્‍નૂઈના દીકરાઓ, ૬૪૮; ૧૬  બેબાયના દીકરાઓ, ૬૨૮; ૧૭  આઝ્ગાદના દીકરાઓ, ૨,૩૨૨; ૧૮  અદોનીકામના દીકરાઓ, ૬૬૭; ૧૯  બિગ્વાયના દીકરાઓ, ૨,૦૬૭; ૨૦  આદીનના દીકરાઓ, ૬૫૫; ૨૧  હિઝકિયાના વંશજોમાંથી આટેરના દીકરાઓ, ૯૮; ૨૨  હાશુમના દીકરાઓ, ૩૨૮; ૨૩  બેઝાયના દીકરાઓ, ૩૨૪; ૨૪  હારીફના દીકરાઓ, ૧૧૨; ૨૫  ગિબયોનના+ દીકરાઓ, ૯૫; ૨૬  બેથલેહેમના અને નટોફાહના માણસો, ૧૮૮; ૨૭  અનાથોથના+ માણસો, ૧૨૮; ૨૮  બેથ-આઝ્માવેથના માણસો, ૪૨; ૨૯  કિર્યાથ-યઆરીમના,+ કફીરાહના અને બએરોથના+ માણસો, ૭૪૩; ૩૦  રામાના અને ગેબાના+ માણસો, ૬૨૧; ૩૧  મિખ્માસના+ માણસો, ૧૨૨; ૩૨  બેથેલના+ અને આયના+ માણસો, ૧૨૩; ૩૩  બીજા નબોના માણસો, ૫૨; ૩૪  એલામ નામના બીજા એક માણસના દીકરાઓ, ૧,૨૫૪; ૩૫  હારીમના દીકરાઓ, ૩૨૦; ૩૬  યરીખોના દીકરાઓ, ૩૪૫; ૩૭  લોદના, હાદીદના અને ઓનોના+ દીકરાઓ, ૭૨૧; ૩૮  સનાઆહના દીકરાઓ, ૩,૯૩૦. ૩૯  યાજકોની ગણતરી આ પ્રમાણે હતી:+ યેશૂઆના કુટુંબના યદાયાના દીકરાઓ, ૯૭૩; ૪૦  ઇમ્મેરના દીકરાઓ, ૧,૦૫૨; ૪૧  પાશહૂરના દીકરાઓ,+ ૧,૨૪૭; ૪૨  હારીમના+ દીકરાઓ, ૧,૦૧૭. ૪૩  લેવીઓની ગણતરી આ પ્રમાણે હતી:+ હોદૈયાના દીકરાઓમાંથી કાદમીએલના કુટુંબમાંથી+ યેશૂઆના દીકરાઓ, ૭૪. ૪૪  ગાયકોની ગણતરી આ પ્રમાણે હતી:+ આસાફના+ દીકરાઓ, ૧૪૮. ૪૫  દરવાનોની ગણતરી આ પ્રમાણે હતી:+ શાલ્લૂમના દીકરાઓ, આટેરના દીકરાઓ, ટાલ્મોનના દીકરાઓ, આક્કૂબના+ દીકરાઓ, હટીટાના દીકરાઓ અને શોબાયના દીકરાઓ, ૧૩૮. ૪૬  મંદિરના સેવકો* આ હતા:+ સીહાના દીકરાઓ, હસૂફાના દીકરાઓ, ટાબ્બાઓથના દીકરાઓ, ૪૭  કેરોસના દીકરાઓ, સીઆના દીકરાઓ, પાદોનના દીકરાઓ, ૪૮  લબાનાહના દીકરાઓ, હગાબાહના દીકરાઓ, સાલ્માયના દીકરાઓ, ૪૯  હાનાનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ગાહારના દીકરાઓ, ૫૦  રઆયાના દીકરાઓ, રસીનના દીકરાઓ, નકોદાના દીકરાઓ, ૫૧  ગાઝ્ઝામના દીકરાઓ, ઉઝ્ઝાના દીકરાઓ, પાસેઆહના દીકરાઓ, ૫૨  બેસાયના દીકરાઓ, મેઉનીમના દીકરાઓ, નફૂશશીમના દીકરાઓ, ૫૩  બાકબૂકના દીકરાઓ, હાકૂફાના દીકરાઓ, હાર્હૂરના દીકરાઓ, ૫૪  બાસ્લીથના દીકરાઓ, મહિદાના દીકરાઓ, હાર્શાના દીકરાઓ, ૫૫  બાર્કોસના દીકરાઓ, સીસરાના દીકરાઓ, તેમાહના દીકરાઓ, ૫૬  નસીઆના દીકરાઓ અને હટીફાના દીકરાઓ. ૫૭  સુલેમાનના સેવકોના દીકરાઓ આ હતા:+ સોટાયના દીકરાઓ, સોફેરેથના દીકરાઓ, પરીદાના દીકરાઓ, ૫૮  યાઅલાના દીકરાઓ, દાર્કોનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ૫૯  શફાટિયાના દીકરાઓ, હાટ્ટીલના દીકરાઓ, પોખેરેશ-હાસ્બાઈમના દીકરાઓ અને આમોનના દીકરાઓ. ૬૦  મંદિરના સેવકો*+ અને સુલેમાનના સેવકોના દીકરાઓ બધા મળીને ૩૯૨ હતા. ૬૧  તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેરથી અમુક લોકો આવ્યા હતા. પણ તેઓ એ સાબિત કરી શક્યા નહિ કે પોતે ઇઝરાયેલીઓ છે અને તેઓના પિતાનું કુટુંબ ઇઝરાયેલમાંથી છે. તેઓની ગણતરી આ પ્રમાણે હતી:+ ૬૨  દલાયાના દીકરાઓ, ટોબિયાના દીકરાઓ અને નકોદાના દીકરાઓ, ૬૪૨. ૬૩  યાજકોમાંથી આ હતા: હબાયાના દીકરાઓ, હાક્કોસના દીકરાઓ+ અને બાર્ઝિલ્લાયના દીકરાઓ. બાર્ઝિલ્લાયે ગિલયાદી બાર્ઝિલ્લાયની+ દીકરીઓમાંથી એકની સાથે લગ્‍ન કર્યું હતું અને તે પોતાના સસરાના નામથી ઓળખાતો હતો. ૬૪  તેઓએ પોતાની વંશાવળી સાબિત કરવા યાદીમાં પોતાનાં નામ શોધ્યાં, પણ મળ્યાં નહિ. એટલે તેઓને યાજકપદ પરથી હટાવી દેવામાં આવ્યા.*+ ૬૫  રાજ્યપાલે*+ તેઓને જણાવ્યું કે જ્યાં સુધી કોઈ યાજક ન મળે જે ઉરીમ અને તુમ્મીમ* દ્વારા ઈશ્વરની સલાહ માંગે,+ ત્યાં સુધી તેઓએ ખૂબ પવિત્ર વસ્તુઓમાંથી કંઈ ખાવું નહિ.+ ૬૬  બધા લોકો* મળીને કુલ ૪૨,૩૬૦ થતા હતા.+ ૬૭  એ ઉપરાંત, તેઓ સાથે ૭,૩૩૭ દાસ-દાસીઓ હતાં.+ તેઓ સાથે ૨૪૫ ગાયક-ગાયિકાઓ+ પણ હતાં. ૬૮  તેઓ પાસે ૭૩૬ ઘોડા, ૨૪૫ ખચ્ચર, ૬૯  ૪૩૫ ઊંટ અને ૬,૭૨૦ ગધેડાં હતાં. ૭૦  પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ આ કામ માટે દાન આપ્યું.+ રાજ્યપાલે* ભંડારમાં ૧,૦૦૦ ડ્રાક્મા* સોનું, ૫૦ વાટકા અને યાજકો માટે ૫૩૦ ઝભ્ભા આપ્યાં.+ ૭૧  પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ આ કામ માટે ભંડારમાં ૨૦,૦૦૦ ડ્રાક્મા સોનું અને ૨,૨૦૦ મીના* ચાંદી આપ્યાં. ૭૨  બાકીના લોકોએ ૨૦,૦૦૦ ડ્રાક્મા સોનું, ૨,૦૦૦ મીના ચાંદી અને યાજકો માટે ૬૭ ઝભ્ભા આપ્યાં. ૭૩  પછી યાજકો, લેવીઓ, દરવાનો, ગાયકો,+ બીજા અમુક લોકો, મંદિરના સેવકો* અને બાકીના બધા ઇઝરાયેલીઓ* પણ પોતપોતાનાં શહેરોમાં રહેવા લાગ્યા.+ સાતમો મહિનો આવ્યો ત્યાં સુધીમાં+ તો બધા ઇઝરાયેલીઓ પોતપોતાનાં શહેરોમાં વસી ગયા હતા.+

ફૂટનોટ

આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” અને અમુક જગ્યાએ “રહેવાસીઓ” પણ થઈ શકે.
અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.
અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.
અથવા, “અશુદ્ધ ગણાયા હોવાથી યાજકપદની સેવામાંથી બાકાત રાખવામાં આવ્યા.”
અથવા, “તિર્શાથાએ.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.
મૂળ, “આખું મંડળ.”
અથવા, “તિર્શાથાએ.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.
મોટા ભાગે એક ડ્રાક્માને સોનાના એક ઈરાની દારીક સિક્કા બરાબર ગણવામાં આવતો, જેનું વજન ૮.૪ ગ્રા. હતું. આ ગ્રીક શાસ્ત્રવચનોમાં જણાવેલો ડ્રાક્મા નથી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એક મીના એટલે ૫૭૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.
મૂળ, “આખું ઇઝરાયેલ.”