નીતિવચનો ૧૯:૧-૨૯
૧૯ જૂઠું બોલનાર મૂર્ખ કરતાં,+પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.+
૨ માણસ અજ્ઞાન રહે એ સારું નથી+અને ઉતાવળે પગલાં ભરનાર પાપમાં પડે છે.
૩ માણસની મૂર્ખાઈ તેને ખોટા માર્ગે દોરી જાય છેઅને તેનું હૃદય યહોવા વિરુદ્ધ રોષે ચઢે છે.
૪ ધનદોલત ઘણા મિત્રો ખેંચી લાવે છે,પણ ગરીબનો એકનો એક મિત્ર પણ તેને છોડીને જતો રહે છે.+
૫ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ+અને વાતે વાતે જૂઠું બોલનાર છટકી શકશે નહિ.+
૬ બધા લોકો મોટા* માણસોની કૃપા મેળવવા માંગે છેઅને સૌ કોઈ ભેટ આપનારનો મિત્ર બનવા માંગે છે.
૭ જો ગરીબને તેના બધા ભાઈઓ ધિક્કારતા હોય,+તો શું તેના મિત્રો પણ તેને નહિ ધિક્કારે?+
તે આજીજી કરતો કરતો તેઓની પાછળ ભાગે છે, પણ કોઈ તેનું સાંભળતું નથી.
૮ જે બુદ્ધિ* મેળવે છે, તેને પોતાનો જીવ વહાલો હોય છે,+જે સમજણને અનમોલ ગણે છે, તેને સફળતા મળે છે.*+
૯ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિઅને વાતે વાતે જૂઠું બોલનારનો નાશ થશે.+
૧૦ જો મૂર્ખને એશઆરામમાં રહેવું શોભતું ન હોય,તો શાસકો પર ગુલામ રાજ કરે એ કઈ રીતે શોભે?+
૧૧ માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે+
અને અપરાધ નજરઅંદાજ* કરવામાં તેનો મહિમા છે.+
૧૨ રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે,+પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.
૧૩ મૂર્ખ દીકરો પિતા પર મુસીબત લાવે છે+અને ઝઘડાળુ* પત્ની સતત ટપકતી છત જેવી છે.+
૧૪ ઘર અને સંપત્તિનો વારસો પિતા પાસેથી મળે છે,પણ સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે.+
૧૫ આળસ ભરઊંઘમાં નાખે છે
અને સુસ્ત માણસ ભૂખે મરે છે.+
૧૬ ઈશ્વરની આજ્ઞાઓ પાળનારનો જીવ સલામત રહે છે,+પણ બેદરકાર* માણસ જીવ ગુમાવે છે.+
૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+
૧૮ સુધરવાની આશા હોય ત્યાં સુધી તારા દીકરાને શિક્ષણ* આપ,+તેના મોત માટે તું જવાબદાર ન બન.*+
૧૯ ગરમ મિજાજના માણસે દંડ ભરવો પડશે,જો તું તેને એક વાર બચાવીશ, તો વારંવાર બચાવવો પડશે.+
૨૦ સલાહ સાંભળ અને શિસ્ત* સ્વીકાર,+એટલે ભાવિમાં તું બુદ્ધિમાન બનીશ.+
૨૧ માણસ પોતાના દિલમાં ઘણી યોજનાઓ બનાવે છે,પણ હેતુ* તો યહોવાનો જ પૂરો થાય છે.+
૨૨ બીજાઓને સાચો પ્રેમ* બતાવીને માણસ સારો બને છે.+
જૂઠું બોલનાર કરતાં ગરીબ વધારે સારો લાગે છે.
૨૩ યહોવાનો ડર જીવન તરફ લઈ જાય છે,+એવો ડર રાખનાર માણસ પર કોઈ આફત નહિ આવે, તે નિરાંતે રહેશે.+
૨૪ આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,પણ મોંમાં કોળિયો મૂકવાની જરાય તસ્દી લેતો નથી.+
૨૫ મશ્કરી કરનારને શિક્ષા કર,+ જેથી એ જોઈને ભોળો* માણસ હોશિયાર બને+
અને સમજુને ઠપકો આપ, જેથી તેના જ્ઞાનમાં વધારો થાય.+
૨૬ પિતા સાથે ખરાબ વર્તન કરનાર અને માતાને કાઢી મૂકનાર દીકરોશરમ અને અપમાન લાવે છે.+
૨૭ મારા દીકરા, જો તું શિખામણ* સાંભળવાનું છોડી દઈશ,તો તું જ્ઞાનના માર્ગથી ભટકી જઈશ.
૨૮ નકામો સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે+અને દુષ્ટો મજેદાર ભોજનની જેમ દુષ્ટતાની મજા માણે છે.+
૨૯ મશ્કરી કરનાર માટે સજા+અને મૂર્ખની પીઠ માટે ફટકા તૈયાર છે.+
ફૂટનોટ
^ અથવા, “ઉદાર.”
^ મૂળ, “હૃદય.”
^ મૂળ, “તેનું ભલું થાય છે.”
^ અથવા, “દરગુજર; માફ.”
^ અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”
^ અથવા, “પોતાના માર્ગો પર ધ્યાન ન આપનાર.”
^ અથવા, “બદલો વાળી આપશે.”
^ અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
^ અથવા, “તેના મોતની ઇચ્છા ન રાખ.”
^ અથવા, “ઇચ્છા; સલાહ.”
^ અથવા, “અતૂટ પ્રેમ.”
^ અથવા, “બિનઅનુભવી.”
^ અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.