નીતિવચનો ૨:૧-૨૨
૨ મારા દીકરા, જો તું મારી વાતો માનેઅને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખે;+
૨ જો તું બુદ્ધિ* તરફ તારો કાન ધરે+
અને ખરું-ખોટું પારખવામાં તારું દિલ લગાવે;+
૩ જો તું સમજણ મેળવવા પોકાર કરે+
અને પારખશક્તિ મેળવવા બૂમ પાડે;+
૪ જો તું ચાંદીની જેમ એ બધું શોધતો રહે+
અને દાટેલા ખજાનાની જેમ એની ખોજ કરતો રહે,+
૫ તો યહોવાનો ડર* તને સમજાશે+
અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.+
૬ કેમ કે યહોવા બુદ્ધિ આપે છે,+તેમના મોંમાંથી જ્ઞાન અને સમજણની વાતો નીકળે છે.
૭ તે નેક માણસ માટે બુદ્ધિનો* ખજાનો રાખી મૂકે છે,પ્રમાણિક* રીતે ચાલતા લોકો માટે તે ઢાલ છે.+
૮ તે સારા લોકોના રસ્તા પર નજર રાખે છે,તે વફાદાર ભક્તોના માર્ગનું રક્ષણ કરે છે.+
૯ તને એ પણ સમજાશે કે ખરાં ધોરણો, ન્યાય અને સચ્ચાઈ કોને કહેવાય,તને ખ્યાલ આવશે કે સાચો માર્ગ કોને કહેવાય.+
૧૦ જ્યારે બુદ્ધિ તારા દિલમાં ઊતરશે+અને જ્ઞાન તારા જીવને* વહાલું લાગશે,+
૧૧ ત્યારે સમજશક્તિ તારી ચોકી કરશે+અને પારખશક્તિ તારું રક્ષણ કરશે.
૧૨ તેઓ તને ખોટા માર્ગથી બચાવશે,એવા માણસોથી બચાવશે, જેઓ ખરાબ વાતો કરે છે;+
૧૩ જેઓ અંધકારના રસ્તે ચાલવાસત્યનો માર્ગ છોડી દે છે;+
૧૪ જેઓ ખોટાં કામોથી ખુશ થાય છેઅને દુષ્ટતા તેમજ છળ-કપટથી હરખાય છે;
૧૫ જેઓ આડા રસ્તે ચાલે છેઅને જેઓનો જીવનમાર્ગ કપટથી ભરેલો છે.
૧૬ બુદ્ધિ તને પાપી* સ્ત્રીથી બચાવશે,એ તને વ્યભિચારી* સ્ત્રીની મીઠી મીઠી* વાતોથી બચાવશે.+
૧૭ તે સ્ત્રીએ યુવાનીના વહાલા સાથીને* છોડી દીધો છે+અને તે પોતાના ઈશ્વરનો કરાર* ભૂલી ગઈ છે.
૧૮ એવી સ્ત્રીના ઘરે જવું તો મોતના મોંમાં જવા બરાબર છે,તેના ઘરનો રસ્તો કબરમાં લઈ જાય છે.+
૧૯ તેની પાસે જતો માણસ* ક્યારેય પાછો આવશે નહિ,તેને જીવનનો માર્ગ ફરી મળશે નહિ.+
૨૦ એટલે સારા લોકોના માર્ગે ચાલઅને નેક લોકોનો રસ્તો પકડી રાખ.+
૨૧ કેમ કે સાચા માર્ગે ચાલનાર* લોકો પૃથ્વી પર રહેશેઅને પ્રમાણિક* લોકો એમાં કાયમ માટે જીવશે.+
૨૨ પણ દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે+અને કપટીઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.+
ફૂટનોટ
^ અથવા, “ડહાપણ.”
^ શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.
^ અથવા, “વ્યવહારુ બુદ્ધિનો.”
^ શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
^ મૂળ, “અજાણી.” દેખીતું છે, એ સ્ત્રી ઈશ્વરે આપેલાં નૈતિક ધોરણો પાળતી નથી.
^ મૂળ, “પરદેશી.” દેખીતું છે, એ સ્ત્રી ઈશ્વરે આપેલાં નૈતિક ધોરણોથી દૂર છે.
^ અથવા, “લોભામણી.”
^ અથવા, “પતિને.”
^ અથવા, “તેની સાથે સંબંધ રાખતો માણસ.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.