નીતિવચનો ૨૫:૧-૨૮
૨૫ યહૂદાના રાજા હિઝકિયાના+ માણસોએ નકલ કરેલાં* સુલેમાનનાં બીજાં નીતિવચનો:*+
૨ કોઈ વાતને ગુપ્ત રાખવામાં ઈશ્વરનો મહિમા છે+અને કોઈ વાતને શોધી કાઢવામાં રાજાઓનું ગૌરવ છે.
૩ જેમ આકાશોની ઊંચાઈ અને પૃથ્વીની ઊંડાઈ માપી શકાતી નથી,તેમ રાજાઓના દિલમાં શું છે એ જાણી શકાતું નથી.
૪ જ્યારે ચાંદીમાંથી અશુદ્ધિ દૂર થાય છે,ત્યારે એ પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે.+
૫ રાજા આગળથી દુષ્ટ માણસને દૂર કરઅને તેની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહેશે.+
૬ રાજા આગળ બડાઈઓ ન હાંક+અને મોટા મોટા લોકો વચ્ચે બેસીશ નહિ.+
૭ અધિકારી આગળ રાજા તારું અપમાન કરે એના કરતાં,+તે તને કહે કે “અહીં ઉપર આવીને બેસ,” એ વધારે સારું.
૮ પડોશી પર મુકદ્દમો કરવામાં ઉતાવળ ન કર.
તે તને જૂઠો સાબિત કરશે તો તું શું કરીશ?+
૯ તારા પડોશી સાથે તું ભલે વાદવિવાદ કરે,+પણ તને જણાવેલી ખાનગી વાત* ઉઘાડી ન પાડ,+
૧૦ નહિતર તારા મોઢે ખરાબ વાત* ફેલાશે, તું શબ્દો પાછા ખેંચી નહિ શકેઅને તારી વાત સાંભળનાર તને શરમમાં મૂકશે.
૧૧ યોગ્ય સમયે બોલેલો શબ્દચાંદીની ટોપલીમાં* મૂકેલા સોનાના સફરજન જેવો છે.+
૧૨ બુદ્ધિમાનનો ઠપકો એના સાંભળનાર માટેસોનાની બુટ્ટી અને શુદ્ધ સોનાનાં ઘરેણાં જેવો છે.+
૧૩ વફાદાર સંદેશવાહક તેના મોકલનાર માટેકાપણીના ગરમ દિવસોમાં ઠંડા બરફ જેવો છે,તે પોતાના માલિકને તાજગી આપે છે.+
૧૪ જે માણસ ભેટ આપવાની બડાઈ મારે છે પણ આપતો નથી,+તે એવાં પવન અને વાદળાં જેવો છે, જે વરસાદ લાવતાં નથી.
૧૫ ધીરજથી અધિકારીનું દિલ જીતી લેવાય છેઅને માયાળુ શબ્દો* હાડકું ભાંગે છે.+
૧૬ જો તને મધ મળે, તો જરૂર હોય એટલું જ ખા.
જો તું વધારે ખાઈશ, તો તારે એ ઓકી કાઢવું પડશે.+
૧૭ કોઈકના* ઘરે વારંવાર ન જા,નહિતર તે તારાથી કંટાળી જશે અને તને ધિક્કારશે.
૧૮ પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર માણસયુદ્ધમાં વપરાતા દંડા, તલવાર અને તીક્ષ્ણ તીર જેવો છે.+
૧૯ આફતના સમયે અવિશ્વાસુ* પર ભરોસો રાખવોતૂટેલા દાંત અને લથડતા પગ પર ભરોસો રાખવા જેવું છે.
૨૦ ઉદાસ માણસ આગળ ગીતો ગાવાં+ઠંડીમાં પોતાનાં કપડાં કાઢી નાખવા જેવુંઅને ખાર* પર સરકો રેડવા જેવું છે.
૨૧ જો તારો દુશ્મન* ભૂખ્યો હોય, તો તેને ખાવા રોટલી આપ,જો તે તરસ્યો હોય, તો તેને પીવા પાણી આપ.+
૨૨ આમ તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ*+અને યહોવા તને ઇનામ આપશે.
૨૩ ઉત્તરનો પવન ધોધમાર વરસાદ લાવે છેઅને બીજાની પંચાત કરતી જીભ ગુસ્સો ભડકાવે છે.+
૨૪ ઝઘડાળુ* પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું.
૨૫ દૂર દેશથી આવેલા સારા સમાચાર+થાકેલા જીવ* માટે ઠંડા પાણી જેવા છે.
૨૬ દુષ્ટ આગળ નમતું જોખનાર* નેક માણસકાદવથી ભરેલા ઝરા અને ગંદા પાણીના કૂવા જેવો છે.
૨૭ જેમ વધારે પડતું મધ ખાવું સારું નથી,+તેમ પોતાનો જ મહિમા શોધવો પણ સારું નથી.+
૨૮ ગુસ્સા પર કાબૂ ન રાખનાર માણસ+તૂટેલા કોટવાળા શહેર જેવો છે.
ફૂટનોટ
^ અથવા, “ભેગાં કરેલાં અને નકલ ઉતારેલાં.”
^ અથવા, “બીજાની ખાનગી વાત.”
^ અથવા, “બદનામ કરતી અફવા.”
^ અથવા, “નકશીકામ કરેલી ટોપલીમાં.”
^ મૂળ, “કોમળ જીભ.”
^ અથવા, “તારા પડોશીના.”
^ અથવા કદાચ, “કપટી.”
^ અથવા, “ધોવાના સોડા.”
^ મૂળ, “તને નફરત કરનાર.”
^ એટલે કે, વ્યક્તિને નરમ પાડવી અને તેનું કઠણ દિલ પિગાળવું.
^ અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”
^ શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
^ અથવા, “તડજોડ કરનાર.” મૂળ, “લથડિયાં ખાનાર.”