નીતિવચનો ૩:૧-૩૫

  • બુદ્ધિમાન બન અને યહોવા પર ભરોસો રાખ (૧-૧૨)

    • કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કર ()

  • બુદ્ધિ સુખ લાવે છે (૧૩-૧૮)

  • બુદ્ધિ રક્ષણ કરે છે (૧૯-૨૬)

  • બીજાઓ સાથે સારો વ્યવહાર રાખ (૨૭-૩૫)

    • શક્ય હોય ત્યાં સુધી બીજાઓનું ભલું કર (૨૭)

 મારા દીકરા, મારી શીખવેલી વાતો ભૂલીશ નહિઅને મારી આજ્ઞાઓ પૂરા દિલથી પાળજે,  ૨  જેથી તને લાંબું જીવન મળેઅને તારા જીવનમાં સુખ-શાંતિ આવે.+  ૩  અતૂટ પ્રેમ* અને વફાદારી* બતાવવાનું છોડતો નહિ.+ એને હારની જેમ તારા ગળે બાંધી દેઅને તારા દિલ પર લખી લે.+  ૪  ત્યારે તું ઈશ્વરની અને લોકોની કૃપા મેળવીશઅને તેઓની નજરમાં સમજુ ગણાઈશ.+  ૫  તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ+અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.+  ૬  તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર+અને તે તને ખરો માર્ગ બતાવશે.+  ૭  તું પોતાને બહુ બુદ્ધિમાન ન ગણ.+ પણ યહોવાનો ડર રાખ અને ખોટા માર્ગેથી પાછો ફર.  ૮  એવું કરીશ તો તારું શરીર* તંદુરસ્ત રહેશેઅને તારાં હાડકાંને તાજગી મળશે.  ૯  તારી કીમતી વસ્તુઓથી,તારી ફસલની* ઉત્તમ વસ્તુઓથી* યહોવાનું સન્માન કર.+ ૧૦  ત્યારે તારી વખારો અનાજથી ભરેલી રહેશે+અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષદારૂથી છલકાતા રહેશે. ૧૧  મારા દીકરા, યહોવાની શિસ્તને* તુચ્છ ન ગણતો+અને તેમના ઠપકાનો નકાર ન કરતો.+ ૧૨  કેમ કે જેમ પિતા પોતાના વહાલા દીકરાને ઠપકો આપે છે,+તેમ યહોવા જેને પ્રેમ કરે છે, તેને ઠપકો આપે છે.+ ૧૩  સુખી છે એ માણસ, જે બુદ્ધિ* મેળવે છે.+ સુખી છે એ માણસ, જે ઊંડી સમજણ મેળવે છે. ૧૪  ચાંદી કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું. ચોખ્ખા સોના કરતાં બુદ્ધિ હોવી* વધારે સારું.+ ૧૫  બુદ્ધિ કીમતી પથ્થરો* કરતાં પણ વધારે અનમોલ છે. તને ગમતી કોઈ પણ વસ્તુ બુદ્ધિની તોલે ન આવી શકે. ૧૬  એના જમણા હાથમાં લાંબું જીવન છે,એના ડાબા હાથમાં સમૃદ્ધિ અને વૈભવ છે. ૧૭  એના માર્ગે ચાલવાથી સુખચેન મળે છે,એના રસ્તે ચાલવાથી શાંતિ મળે છે.+ ૧૮  એને પકડી રાખનાર લોકો માટે એ જીવનનું ઝાડ છે,અને એને વળગી રહેનાર લોકો સુખી છે.+ ૧૯  યહોવાએ પોતાની બુદ્ધિથી પૃથ્વીનો પાયો નાખ્યો.+ તેમણે પોતાની સમજણથી આકાશોને સ્થિર કર્યાં.+ ૨૦  તેમના જ્ઞાનથી ઊંડા પાણીના બે ભાગ થઈ ગયાઅને વાદળોમાંથી ઝરમર વરસાદ પડ્યો.*+ ૨૧  બેટા, એને* તારી નજરથી દૂર થવા ન દેતો. તું બુદ્ધિ* અને સમજશક્તિને* પકડી રાખ. ૨૨  એ તને જીવન આપશેઅને સુંદર હારની જેમ તારી શોભા વધારશે. ૨૩  પછી તું તારા માર્ગમાં સહીસલામત ચાલીશઅને તારો પગ કદી ઠોકર નહિ ખાય.+ ૨૪  તું ડર્યા વગર નિરાંતે ઊંઘી જઈશ+અને પથારીમાં પડતાં જ તને મીઠી ઊંઘ આવશે.+ ૨૫  અચાનક આવી પડતાં સંકટથી તને ડર નહિ લાગે,+દુષ્ટો પર આવનાર તોફાનથી તને બીક નહિ લાગે,+ ૨૬  કેમ કે તારો ભરોસો યહોવા પર હશે,+તે તારા પગને જાળમાં ફસાવા નહિ દે.+ ૨૭  જો કોઈને મદદની જરૂર હોય અને તું કંઈ કરી શકતો હોય,*તો તેને ના પાડીશ નહિ.+ ૨૮  જો તું તારા પડોશીને હમણાં કંઈક આપી શકતો હોય,તો એવું કહીશ નહિ: “જા, કાલે આવજે, કાલે આપીશ!” ૨૯  જો તારો પડોશી તારા પર ભરોસો રાખીને પોતાને સલામત માનતો હોય,તો તેની વિરુદ્ધ કાવતરું ઘડીશ નહિ.+ ૩૦  જો કોઈ માણસે તારું કંઈ બગાડ્યું ન હોય,તો કારણ વગર તેની સાથે ઝઘડીશ નહિ.+ ૩૧  હિંસક માણસની અદેખાઈ કરીશ નહિ,+તેના પગલે ચાલીશ નહિ. ૩૨  કેમ કે યહોવા આડા માણસને ધિક્કારે છે,+પણ સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.+ ૩૩  દુષ્ટના ઘરને યહોવા શ્રાપ આપે છે,+પણ નેકના ઘરને તે આશીર્વાદ આપે છે.+ ૩૪  મશ્કરી કરનારની તે મજાક ઉડાવે છે,+પણ દીન લોકો પર તે કૃપા બતાવે છે.+ ૩૫  બુદ્ધિમાનને માન-મહિમા મળશે,પણ મૂર્ખનું અપમાન થશે.+

ફૂટનોટ

અથવા, “સત્ય.”
મૂળ, “તારી ડૂંટી.”
મૂળ, “પ્રથમ ફળથી.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.
અથવા, “કમાણીની.”
અથવા, “ડહાપણ.”
અથવા, “નફામાં બુદ્ધિ મેળવવી.”
અથવા, “પરવાળાં.”
અથવા, “આકાશમાંથી ઝાકળ પડ્યું.”
દેખીતું છે, એ અગાઉની કલમોમાં જણાવેલા ઈશ્વરના ગુણોને બતાવે છે.
અથવા, “વ્યવહારુ બુદ્ધિ.”
અથવા, “સમજવાની અને વિચારવાની આવડતને.”
અથવા, “તેને મદદ કરવાની તારામાં શક્તિ હોય.”