યોહાનને થયેલું પ્રકટીકરણ ૧૫:૧-૮

  • સાત દૂતો અને સાત આફતો (૧-૮)

    • મૂસાનું અને ઘેટાનું ગીત (૩, ૪)

૧૫  પછી મેં સ્વર્ગમાં બીજું એક દૃશ્ય જોયું. એ મહાન અને અદ્‍ભુત હતું: સાત દૂતો+ પાસે સાત આફતો હતી. આ આફતો છેલ્લી છે, કેમ કે એનાથી ઈશ્વરના કોપનો અંત આવશે.+ ૨  મેં કાચના સમુદ્ર+ જેવું કંઈક જોયું, જેમાં અગ્‍નિ ભળેલો હતો. જેઓએ જંગલી જાનવર, એની મૂર્તિ+ અને એના નામની સંખ્યા+ પર જીત મેળવી હતી+ તેઓને મેં જોયા. તેઓ કાચના સમુદ્ર પાસે ઈશ્વરની વીણા લઈને ઊભા હતા. ૩  તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્‍ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+ ૪  હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.” ૫  પછી મેં જોયું તો સ્વર્ગમાં આવેલા મંદિરનો* સાક્ષીનો મંડપ+ ખોલવામાં આવ્યો.+ ૬  સાત દૂતો સાત આફતો+ સાથે મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ ચોખ્ખાં અને ઊજળાં કીમતી* કપડાં પહેર્યાં હતાં. તેઓની છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. ૭  ચાર કરૂબોમાંના એકે સાત દૂતોને સોનાના સાત વાટકા આપ્યા. એ વાટકા સદાને માટે જીવનાર ઈશ્વરના કોપથી ભરપૂર હતા.+ ૮  ઈશ્વરના ગૌરવ અને તેમની શક્તિને લીધે મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.+ સાત દૂતોની સાત આફતો+ પૂરી થાય ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શક્યું નહિ.

ફૂટનોટ

એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
મૂળ, “શણનાં.”