યોહાનને થયેલું પ્રકટીકરણ ૬:૧-૧૭

  • ઘેટું છ મહોર ખોલે છે (૧-૧૭)

    • સફેદ ઘોડા પર બેઠેલો જીતે છે (૧, ૨)

    • લાલ ઘોડા પર બેઠેલો શાંતિ લઈ લેશે (૩, ૪)

    • કાળા ઘોડા પર બેઠેલો દુકાળ લાવશે (૫, ૬)

    • ફિક્કા રંગના ઘોડા પર બેઠેલાનું નામ મરણ (૭, ૮)

    • મારી નંખાયેલાનું લોહી વેદી નીચે (૯-૧૧)

    • મોટો ધરતીકંપ (૧૨-૧૭)

 મેં જોયું કે ઘેટાએ+ સાત મહોરમાંથી+ પહેલી ખોલી. મેં ચાર કરૂબોમાંથી+ એકને ગર્જના જેવા અવાજમાં કહેતા સાંભળ્યો: “આવ!” ૨  જુઓ, મેં એક સફેદ ઘોડો+ જોયો. એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું. તેને મુગટ આપવામાં આવ્યો.+ તે દુશ્મનોને હરાવવા અને પૂરેપૂરી જીત મેળવવા નીકળી પડ્યો.+ ૩  તેણે બીજી મહોર ખોલી ત્યારે મેં બીજા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” ૪  બીજો એક ઘોડો બહાર આવ્યો, જે લાલ રંગનો હતો. એના પર જે બેઠો હતો તેને એક મોટી તલવાર આપવામાં આવી. તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની રજા આપવામાં આવી, જેથી લોકો એકબીજાની કતલ કરે.+ ૫  તેણે ત્રીજી મહોર+ ખોલી ત્યારે મેં ત્રીજા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” જુઓ, મેં એક કાળો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું. ૬  ચાર કરૂબોની વચ્ચેથી આવતો હોય એવો એક અવાજ મેં સાંભળ્યો: “એક દીનારના*+ એક કિલો ઘઉં. એક દીનારના ત્રણ કિલો જવ. જૈતૂનના તેલ અને દ્રાક્ષદારૂનો બગાડ ન કરો.”+ ૭  તેણે ચોથી મહોર ખોલી ત્યારે મેં ચોથા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” ૮  જુઓ, મેં એક ફિક્કા રંગનો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. તેની પાછળ પાછળ કબર* આવતી હતી. તેઓને સત્તા આપવામાં આવી કે પૃથ્વીના ચોથા ભાગને લાંબી તલવારથી, દુકાળથી,+ જીવલેણ બીમારીથી અને જંગલી જાનવરોથી મારી નાખે.+ ૯  તેણે પાંચમી મહોર ખોલી ત્યારે મેં વેદી* નીચે લોહી જોયું.+ આ એ લોકોનું લોહી*+ હતું, જેઓને ઈશ્વરના સંદેશાને લીધે અને સાક્ષી આપવાને લીધે મારી નાખવામાં આવ્યા હતા.+ ૧૦  તેઓએ મોટા અવાજે પોકાર કર્યો: “હે વિશ્વના માલિક,* પવિત્ર અને સાચા ઈશ્વર,*+ તમે ક્યાં સુધી ન્યાય નહિ કરો? પૃથ્વી પર રહેનારા પાસેથી અમારા લોહીનો બદલો ક્યાં સુધી નહિ લો?”+ ૧૧  એ દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો+ અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તેઓના સાથી સેવકો અને ભાઈઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી રાહ જુએ. થોડા જ સમયમાં એ લોકોને પણ તેઓની જેમ મારી નાખવામાં આવશે.+ ૧૨  તેણે છઠ્ઠી મહોર ખોલી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો. સૂર્ય કાળા કંતાન* જેવો થઈ ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો.+ ૧૩  જેમ ભારે પવનથી અંજીરનું ઝાડ હલે અને કાચાં અંજીર ખરી પડે, એમ આકાશમાંથી તારા પૃથ્વી પર ખરી પડ્યા. ૧૪  વીંટાની જેમ આકાશ વીંટળાઈ ગયું+ અને અદૃશ્ય થઈ ગયું. દરેક પર્વત અને દરેક ટાપુ એની જગ્યાથી ખસી ગયા.+ ૧૫  પૃથ્વીના રાજાઓ, મોટા અધિકારીઓ, સેનાપતિઓ, ધનવાનો, સત્તાધીશો, ગુલામો અને આઝાદ માણસો ગુફાઓ અને પર્વતોના ખડકોમાં સંતાઈ ગયા.+ ૧૬  તેઓ પર્વતોને અને ખડકોને કહેવા લાગ્યા: “અમને ઢાંકી દો.+ રાજ્યાસન પર બેઠા છે+ તેમનાથી અને ઘેટાના કોપથી અમને સંતાડી દો.+ ૧૭  તેઓના કોપનો મહાન દિવસ આવ્યો છે+ અને એનાથી કોણ બચી શકે?”+

ફૂટનોટ

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
એટલે કે, કોથળા બનાવવા વપરાતું જાનવરના વાળનું કાળું કંતાન.