માલાખી ૪:૧-૬
૪ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જુઓ! એ દિવસ આવી રહ્યો છે, એ ભઠ્ઠીની જેમ સળગી રહ્યો છે.+ એ દિવસે ઘમંડીઓ અને દુષ્ટ કામો કરનારાઓ સૂકા ઘાસ જેવા થઈ જશે. એ આવનાર દિવસ તેઓને ભસ્મ કરી દેશે. પછી ન તેઓની ડાળી રહેશે, ન તેઓનું મૂળ.
૨ પણ મારા નામનો આદર કરનારાઓ* પર ન્યાયનો* સૂરજ પ્રકાશશે. એનાં કિરણોથી* તેઓ સાજા થશે. તેઓ તાજા-માજા વાછરડાની જેમ ખુશીથી કૂદાકૂદ કરશે.”
૩ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું તેઓ વિરુદ્ધ પગલાં ભરીશ એ દિવસે, દુષ્ટ લોકો તમારા પગની ધૂળ બની જશે. તમે તેઓને પગ નીચે કચડી નાખશો.
૪ “મારા સેવક મૂસાને મેં જે બધા નિયમો* આપ્યા હતા, એ યાદ રાખજો. એ નિયમો અને ન્યાયચુકાદાઓ યાદ રાખજો, જે મેં હોરેબમાં આખા ઇઝરાયેલ માટે આપ્યા હતા.+
૫ “જુઓ! યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે એ પહેલાં,+ હું એલિયા પ્રબોધકને* તમારી પાસે મોકલું છું.+
૬ તે પિતાનું હૃદય બાળકના હૃદય જેવું અને બાળકનું હૃદય પિતાના હૃદય જેવું બનાવશે,*+ જેથી મારે આવીને પૃથ્વીને બરબાદ કરવી ન પડે, એને વિનાશને લાયક ઠરાવવી ન પડે.”
ફૂટનોટ
^ મૂળ, “ડર રાખનારાઓ.”
^ અથવા, “ન્યાયીપણાનો.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ મૂળ, “એની પાંખોથી.”
^ અથવા, “નિયમશાસ્ત્ર.” શબ્દસૂચિમાં “નિયમશાસ્ત્ર” જુઓ.
^ અથવા, “તે પિતાનું હૃદય બાળક તરફ અને બાળકનું હૃદય પિતા તરફ ફેરવશે.”