મીખાહ ૩:૧-૧૨

  • આગેવાનો અને પ્રબોધકોને ઠપકો મળ્યો (૧-૧૨)

    • યહોવાની પવિત્ર શક્તિએ મીખાહને હિંમતથી ભરપૂર કર્યો ()

    • યાજકો પૈસા લઈને સલાહ આપે છે (૧૧)

    • યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે (૧૨)

 મેં કહ્યું: “હે યાકૂબના ઘરના મુખીઓ,હે ઇઝરાયેલના ઘરના આગેવાનો, સાંભળો.+ શું ઇન્સાફ કરવો તમારી ફરજ નથી?  ૨  પણ તમે તો ભલાઈને ધિક્કારો છો+ અને બૂરાઈને ચાહો છો.+ તમે મારા લોકોની ચામડી ઉતારી લો છો અને તેઓનાં હાડકાં પરથી માંસ ખેંચી કાઢો છો.+  ૩  તમે મારા લોકોનું માંસ ખાઓ છો.+ તમે તેઓની ચામડી ઉતારી લો છો. જેમ હાંડલામાં માંસ રાંધવા એના ટુકડા કરવામાં આવે છે,તેમ તમે મારા લોકોનાં હાડકાં ભાંગીને એનાં ટુકડે-ટુકડા કરી નાખો છો.+  ૪  એ સમયે તમે યહોવાને મદદ માટે પોકાર કરશો,પણ તે જવાબ આપશે નહિ. એ સમયે તે પોતાનું મોં તમારાથી ફેરવી લેશે,+કેમ કે તમે દુષ્ટ કામો કર્યાં છે.+  ૫  પ્રબોધકો* મારા લોકોને ખોટા માર્ગે દોરે છે.+ તેઓને ખોરાક આપવામાં આવે*+ ત્યારે તેઓ પોકાર કરે છે, ‘શાંતિ છે!’+ પણ કોઈ તેઓના મોંમાં ખોરાક ન મૂકે તો તેઓ તેની સામે યુદ્ધે ચઢે છે. એવા પ્રબોધકોને યહોવા કહે છે:  ૬  ‘એવી રાત આવશે+ જ્યારે તમને દર્શન થશે નહિ,+તમારી ચારે તરફ ઘોર અંધકાર હશે,તમે જોષ જોઈ શકશો નહિ. પ્રબોધકો પર સૂર્ય આથમી જશે અને દિવસ અંધકારમાં ફેરવાઈ જશે.+  ૭  દર્શન જોનાર શરમમાં મુકાશે,+જોષ જોનારની ફજેતી થશે. ઈશ્વર તેઓનું સાંભળતા નથી,એટલે શરમના માર્યા તેઓ પોતાનું મોં* ઢાંકી દેશે.’”  ૮  પણ યહોવાની પવિત્ર શક્તિએ*મને બળ, ન્યાય અને હિંમતથી ભરપૂર કર્યો છે,જેથી હું યાકૂબને તેના ગુના* વિશે અને ઇઝરાયેલને તેના પાપ વિશે જણાવી શકું.  ૯  હે યાકૂબના ઘરના મુખીઓ,હે ઇઝરાયેલના ઘરના આગેવાનો, સાંભળો.+ તમે ઇન્સાફને ધિક્કારો છો અને ન્યાય ઊંધો વાળો છો.+ ૧૦  તમે લોહીની નદીઓ વહેવડાવીને સિયોન બાંધ્યું છે,અન્યાય કરીને યરૂશાલેમ બાંધ્યું છે.+ ૧૧  તેના આગેવાનો* લાંચ લઈને ઇન્સાફ કરે છે,+તેના યાજકો* પૈસા લઈને સલાહ આપે છે,+તેના પ્રબોધકો ચાંદી લઈને જોષ જુએ છે.+ તોપણ તેઓ યહોવા પર આધાર રાખીને* કહે છે: “શું યહોવા આપણી સાથે નથી?+ આપણા પર કોઈ આફત નહિ આવે.”+ ૧૨  તમારા લીધે સિયોનને ખેતરની જેમ ખેડવામાં આવશે,યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે,+અને ઈશ્વરના મંદિરનો પર્વત* જંગલની ટેકરીઓ જેવો થઈ જશે.+

ફૂટનોટ

અથવા કદાચ, “તેઓનાં મોંમાં ચાવવા કંઈક હોય.”
અથવા, “પોતાની મૂછો.”
અથવા, “બંડ.”
અથવા, “આધાર રાખવાનો દાવો કરીને.”
મૂળ, “મુખીઓ.”
અથવા, “અને ઘરનો પર્વત.”