યર્મિયા ૪૭:૧-૭

  • પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૭)

૪૭  ઇજિપ્તના રાજાએ* ગાઝાને જીતી લીધું એ પહેલાં પલિસ્તીઓ વિશે+ યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો: ૨  યહોવા કહે છે: “જો! ઉત્તરથી પાણી આવી રહ્યું છે,એ ધસમસતા પૂરની જેમ ધસી આવશે. એ પૂર આખા દેશને અને એમાંના સર્વને,શહેરને અને એના રહેવાસીઓને તાણી લઈ જશે. માણસો રડારોળ કરશે,દેશનો એકેએક રહેવાસી વિલાપ કરશે.  ૩  જ્યારે દુશ્મનના બળવાન ઘોડાનો દોડવાનો અવાજ સંભળાશે,યુદ્ધના રથોનો ધમધમાટ સંભળાશે,પૈડાંનો ગડગડાટ સંભળાશે,ત્યારે પિતાઓ પોતાના દીકરાઓ તરફ પાછું વળીને જોશે પણ નહિ,કેમ કે તેઓના હાથ ઢીલા પડી ગયા હશે.  ૪  એવો દિવસ આવશે, જ્યારે બધા પલિસ્તીઓનો નાશ થશે,+તૂર+ અને સિદોનના+ બચી ગયેલા દરેક મદદગારનો વિનાશ થશે. કેમ કે યહોવા પલિસ્તીઓનો,કાફતોર* ટાપુના બચી ગયેલા પલિસ્તીઓનો પણ સંહાર કરશે.+  ૫  ગાઝા ટાલિયો થઈ જશે.* આશ્કલોનને ચૂપ કરી દેવામાં આવશે.+ તેઓની ખીણના* બચી ગયેલા લોકો,તમે ક્યાં સુધી પોતાના શરીર પર કાપા પાડશો?+  ૬  ઓ યહોવાની તલવાર!+ તું ક્યારે શાંત થઈશ? તારી મ્યાનમાં પાછી જા. આરામ કર અને ચૂપ થઈ જા.  ૭  યહોવાએ એને હુકમ આપ્યો છે,તો એ કઈ રીતે ચૂપ રહી શકે? તેમણે એને આશ્કલોન અને દરિયા કિનારા પર+હુમલો કરવાનો આદેશ આપ્યો છે.”

ફૂટનોટ

અથવા, “ફારુને.”
એટલે કે, ક્રીત.
એટલે કે, તેઓ શોક અને શરમને લીધે પોતાનું માથું મૂંડાવશે.
અથવા, “નીચાણ પ્રદેશના.”