યશાયા ૧૨:૧-૬

  • આભારનું ગીત (૧-૬)

    • “યહોવા ઈશ્વર, હા, યાહ અમારી શક્તિ” ()

૧૨  એ દિવસે તમે ચોક્કસ કહેશો: “હે યહોવા, અમે તમારો અહેસાન માનીએ છીએ! ખરું કે તમે અમારાથી ગુસ્સે હતા,પણ ધીમે ધીમે તમારો ગુસ્સો ઠંડો પડ્યો અને તમે અમને દિલાસો આપ્યો.+  ૨  જુઓ! ઈશ્વર અમને છોડાવનાર છે.+ અમે તેમના પર પૂરો ભરોસો રાખીશું અને કશાથી ડરીશું નહિ,+યહોવા ઈશ્વર, હા, યાહ* અમારી શક્તિ અને અમારું બળ છે,તે અમારો ઉદ્ધાર કરનાર બન્યા છે.”+  ૩  ઉદ્ધાર લાવનાર ઝરાઓમાંથી+તમે ખુશીથી પાણી ભરશો.  ૪  એ દિવસે તમે કહેશો: “યહોવાનો આભાર માનો, તેમના નામનો પોકાર કરો,લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+ જાહેર કરો કે તેમનું નામ કેટલું મહાન છે!+  ૫  યહોવાનો જયજયકાર કરો,*+ તેમણે મોટાં મોટાં કામો કર્યાં છે.+ આખી ધરતી પર એ જાહેર કરો.  ૬  હે સિયોનમાં રહેનારાઓ,* ખુશીથી પોકારી ઊઠો! ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર મહાન છે અને તે તમારી વચ્ચે છે.”

ફૂટનોટ

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”
મૂળ, “રહેનારીઓ,” ત્યાંના લોકોનું સંબોધન સ્ત્રી તરીકે થયું છે.