યશાયા ૧૩:૧-૨૨

  • બાબેલોન વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૨૨)

    • યહોવાનો દિવસ પાસે છે! ()

    • માદીઓ બાબેલોનને હરાવશે (૧૭)

    • બાબેલોનમાં ફરી કદી વસ્તી થશે નહિ (૨૦)

૧૩  બાબેલોનના ન્યાયચુકાદા વિશે+ આમોઝના દીકરા યશાયાએ+ એક દર્શન જોયું. એમાં આવો સંદેશો હતો:  ૨  “ઉજ્જડ પહાડ પર લશ્કર માટે નિશાની* ઊભી કરો.+ હાથથી ઇશારો કરો અને સૈનિકોને બોલાવો,જેથી તેઓ અમીરોના દરવાજાઓમાં ઘૂસી જાય.  ૩  મેં મારા પસંદ કરેલા લોકોને* આવવાનું ફરમાન કર્યું છે.+ મેં શૂરવીર યોદ્ધાઓને મારો ગુસ્સો ઠાલવવાનો હુકમ કર્યો છે,તેઓ બડાઈ હાંકીને ખુશ થાય છે.  ૪  ઘણા લોકોના ઘોંઘાટ જેવોપર્વતો પરના ટોળાનો અવાજ સાંભળો! ભેગી થયેલી પ્રજાઓ+અને રાજ્યોનો શોરબકોર સાંભળો! સૈન્યોના ઈશ્વર યહોવા લડાઈ માટે લશ્કર ભેગું કરે છે.+  ૫  તેઓ દૂર દેશથી,હા, પૃથ્વીના* છેડાથી આવે છે.+ યહોવા અને તેમના ક્રોધનાં હથિયારોઆખી પૃથ્વીને ખેદાન-મેદાન કરવા આવે છે.+  ૬  પોક મૂકીને રડો, યહોવાનો દિવસ પાસે છે! સર્વશક્તિમાન પાસેથી વિનાશનો દિવસ આવે છે.+  ૭  એટલે દરેક હાથ ઢીલો પડી જશે,દરેક માણસનું દિલ બીકથી કાંપી ઊઠશે.+  ૮  લોકો ડરના માર્યા થરથર કાંપશે.+ બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ,વેદના અને દુઃખથી તેઓ પીડાશે. તેઓ નવાઈ પામીને એકબીજા સામે તાકી રહેશે. તેઓના ચહેરા પર ચિંતા છવાઈ જશે.  ૯  જુઓ! યહોવાનો દિવસ આવે છે,રોષ અને ગુસ્સાથી ભભૂકતો ક્રૂર દિવસ,દેશને ડરામણો બનાવતો દિવસ,+એમાંના પાપીઓનો સંહાર કરતો દિવસ. ૧૦  આકાશનાં તારાઓ અને નક્ષત્રો*+પ્રકાશ પાથરશે નહિ. સૂર્ય ઊગે તોપણ અજવાળું આપશે નહિ,ચંદ્ર પણ રોશની આપશે નહિ. ૧૧  હું પૃથ્વીના લોકો પાસેથી તેઓની બૂરાઈનોઅને દુષ્ટ માણસો પાસેથી તેઓના અપરાધનો હિસાબ માંગીશ.+ હું ઘમંડીઓનું ઘમંડ તોડી પાડીશઅને જુલમીઓનું અભિમાન ઉતારી નાખીશ.+ ૧૨  હું એમ કરીશ કે ચોખ્ખા સોના કરતાં,હા, ઓફીરના* સોના+ કરતાં મનુષ્યોની વધારે અછત પડશે.+ ૧૩  હું સૈન્યોનો ઈશ્વર યહોવા, આકાશને ધ્રુજાવી દઈશ. મારા ધગધગતા કોપને દિવસે,મારા ક્રોધથી ધરતીને એની જગ્યાએથી હલાવી દઈશ.+ ૧૪  શિકારીથી ભાગતી હરણીની જેમ અને પાળક વગરનાં ઘેટાંની જેમ,તેઓ પોતાના લોકો પાસે પાછા ફરશે,તેઓ પોતાના દેશમાં નાસી જશે.+ ૧૫  જે કોઈ મળી આવશે, તેને વીંધી નાખવામાં આવશે. જે કોઈ પકડાઈ જશે, તેને તલવારથી રહેંસી નાખવામાં આવશે.+ ૧૬  તેઓની નજર આગળ તેઓનાં બાળકોને પછાડીને મારી નાખવામાં આવશે.+ તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે,તેઓની પત્નીઓ પર બળાત્કાર થશે. ૧૭  હું તેઓની વિરુદ્ધ માદીઓને ઊભા કરીશ,+જેઓને મન ચાંદી નકામી છે,જેઓને સોનાની કંઈ પડી નથી. ૧૮  તેઓનાં ધનુષ્યો યુવાનોને વીંધી નાખશે.+ તેઓ બાળકો પર રહેમ કરશે નહિકે છોકરાઓ પર દયા બતાવશે નહિ. ૧૯  બાબેલોન બધાં રાજ્યોમાં સૌથી ભવ્ય છે,*+ ખાલદીઓની* શોભા અને તેઓનું ગૌરવ છે.+ પણ એના હાલ સદોમ અને ગમોરાહ જેવા થશે, જેઓનો ઈશ્વરે વિનાશ કર્યો હતો.+ ૨૦  એમાં ફરી કદી વસ્તી થશે નહિ,પેઢી દર પેઢી એમાં કોઈ રહેશે નહિ.+ કોઈ અરબી માણસ ત્યાં તંબુ બાંધશે નહિ,કોઈ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને ત્યાં લઈ જશે નહિ. ૨૧  રણનાં જાનવરો એમાં બેસશે,તેઓનાં ઘરો ઘુવડોનું રહેઠાણ બની જશે. ત્યાં શાહમૃગો રહેવાં લાગશે+અને જંગલી બકરા* કૂદાકૂદ કરશે. ૨૨  એની હવેલીઓમાં પ્રાણીઓ ભૂંકશે. ભવ્ય મહેલોમાં શિયાળો રડશે. એનો સમય પાકી ગયો છે, એ ઘણા દિવસ ટકશે નહિ.”+

ફૂટનોટ

અથવા, “નિશાનીનો થાંભલો.”
મૂળ, “મારા પવિત્ર કરેલાઓને.”
મૂળ, “આકાશના.”
હિબ્રૂ, કેસીલ. એ કદાચ મૃગશીર્ષ અને એની આસપાસનાં નક્ષત્રોને બતાવે છે.
સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.
અથવા, “શાનદાર છે.”
અથવા કદાચ, “બકરા જેવા દુષ્ટ દૂતો.”