યશાયા ૧૫:૧-૯

  • મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૯)

૧૫  મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો:+ એક જ રાતમાં મોઆબના આર શહેરનો+ વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે. એક જ રાતમાં મોઆબના કીર+ શહેરનો વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.  ૨  લોકો* ઊંચે મંદિરમાં અને દીબોન+ શહેરમાં ગયા છે,તેઓ ભક્તિ-સ્થળોએ* રડવા ગયા છે. નબો+ અને મેદબા+ માટે મોઆબ પોક મૂકીને રડે છે. દરેક માથું બોડાવેલું+ અને દરેક દાઢી મૂંડાવેલી છે.+  ૩  તેઓ ગલીઓમાં કંતાન પહેરીને ફરે છે. તેઓ બધા પોતાના ધાબા પર અને ચોકમાં વિલાપ કરે છે. તેઓ રડતાં રડતાં નીચે ઊતરે છે.+  ૪  હેશ્બોન અને એલઆલેહ+ પોક મૂકીને રડે છે. તેઓનો અવાજ છેક યાહાસ+ સુધી સંભળાય છે. એટલે મોઆબના સૈનિકો બૂમો પાડે છે. લોકો થરથર કાંપે છે.  ૫  મારું દિલ મોઆબ માટે રડે છે. એમાંથી નાસી છૂટેલા લોકો છેક સોઆર+ અને એગ્લાથ-શલીશિયા+ સુધી દોડી ગયા છે. તેઓ લૂહીથ પર રડતાં રડતાં ચઢે છે. તેઓ વિનાશને લીધે હોરોનાયિમના રસ્તે હૈયાફાટ રુદન કરે છે.+  ૬  નિમ્રીમનું પાણી સુકાઈ ગયું છે. લીલુંછમ ઘાસ કરમાઈ ગયું છે,છોડવાઓનો નાશ થયો છે, કંઈ લીલોતરી બચી નથી.  ૭  એટલે તેઓ પોતાના ભંડારોમાંથી અને ધનદોલતમાંથી બચેલું બધું ઉપાડી જાય છે. તેઓ વૃક્ષોની* ખીણ પાર કરી જાય છે.  ૮  મોઆબના ખૂણે ખૂણે વિલાપના પડઘા પડે છે.+ એના પડઘા છેક એગ્લાઇમ સુધી સંભળાય છે. એના પડઘા છેક બએર-એલીમ સુધી સંભળાય છે.  ૯  દીમોનના પાણી લોહી લોહી થઈ ગયા છે,દીમોન પર ઈશ્વર હજુ વધારે આફતો લાવનાર છે: મોઆબમાંથી નાસી છૂટનારાઓનેઅને દેશમાં બચી જનારાઓને સિંહો ફાડી ખાશે.+

ફૂટનોટ

મૂળ, “ઉચ્ચ સ્થાને.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “તે.”
અંગ્રેજી, પોપ્લર. હિબ્રૂમાં વપરાયેલો શબ્દ મધ્ય પૂર્વમાં નદી કિનારે ઊગતાં વૃક્ષોને બતાવે છે.