યશાયા ૧૬:૧-૧૪

  • મોઆબનો ન્યાયચુકાદો આગળ જણાવે છે (૧-૧૪)

૧૬  દેશના શાસકને એક ઘેટો મોકલો,સેલાથી વેરાન પ્રદેશમાં થઈનેસિયોનની દીકરીના પર્વત પર મોકલો.  ૨  માળામાંથી કાઢી મૂકેલા પક્ષીની જેમ,+મોઆબના લોકો આર્નોનના ઘાટ પાસે ભટકતા દેખાશે.+  ૩  “સલાહ આપો, નિર્ણય કરો. ભરબપોરે રાતના અંધકાર જેવી છાયા કરો અને રક્ષણ આપો. વિખેરાઈ ગયેલાઓને સંતાડો અને નાસી છૂટનારાઓને દગો ન દો.  ૪  ઓ મોઆબ, વિખેરાઈ ગયેલા મારા લોકો તારામાં રહે. વિનાશ કરનારાને લીધે તું તેઓની સંતાવાની જગ્યા બન.+ જુલમીને ખતમ કરી દેવામાં આવશે,વિનાશનો અંત આવશે,બીજાઓને કચડી નાખનારાઓનો ધરતી પરથી નાશ થશે.  ૫  પછી અતૂટ પ્રેમના પાયા પર રાજગાદી કાયમ કરવામાં આવશે. દાઉદના મંડપમાં રાજગાદીએ બેસનાર વિશ્વાસુ હશે.+ તે અદ્દલ ઇન્સાફ કરશે, જે ખરું છે એ કરવામાં જરાય મોડું નહિ કરે.”+  ૬  અમે મોઆબના અભિમાન વિશે સાંભળ્યું છે, તે કેવો ઘમંડી છે!+ અમે તેના અહંકાર, ગર્વ અને ક્રોધ વિશે સાંભળ્યું છે.+ પણ તેની મોટી મોટી વાતો પોકળ સાબિત થશે.  ૭  મોઆબ આફતોને લીધે વિલાપ કરશે. એના લોકો પોક મૂકીને રડશે.+ જેઓએ માર ખાધો છે, તેઓ કીર-હરેસેથની સૂકી દ્રાક્ષોનાં ચકતાં યાદ કરીને રડશે.+  ૮  હેશ્બોનની+ દ્રાક્ષાવાડીઓ સુકાઈ ગઈ છે,સિબ્માહના+ વેલાઓ ચીમળાઈ ગયા છે. પ્રજાઓના શાસકોએ લાલચટક દ્રાક્ષોથી લચી પડેલી ડાળીઓ છૂંદી નાખી છે. એ ડાળીઓ છેક યાઝેર+ સુધી પહોંચી હતી. એ વેરાન પ્રદેશ સુધી પહોંચી ગઈ હતી. એની ડાળખીઓ છેક સમુદ્ર સુધી ફેલાઈ ગઈ હતી.  ૯  એટલે હું જેમ યાઝેર માટે રડું છું, તેમ સિબ્માહના વેલા માટે રડીશ. ઓ હેશ્બોન અને એલઆલેહ,+ મારાં આંસુથી હું તમને ભીંજવી નાખીશ,કારણ કે ઉનાળાનાં તમારાં ફળ, તમારી ફસલ લણનારાનો પોકાર બંધ થયો છે.* ૧૦  વાડીમાંથી આનંદ અને ખુશી છીનવી લેવામાં આવ્યાં છે. દ્રાક્ષાવાડીઓમાં નથી ખુશીનાં ગીતો કે નથી આનંદનો પોકાર.+ દ્રાક્ષાકુંડોમાં દ્રાક્ષો ખૂંદીને કોઈ દ્રાક્ષારસ કાઢતું નથી,મેં બધો શોરબકોર બંધ કરાવી દીધો છે.+ ૧૧  જેમ વીણાના તાર ઝણઝણી ઊઠે,તેમ મારું દિલ મોઆબ માટે કાંપી ઊઠે છે+અને કીર-હરેસેથ માટે મારી આંતરડી કકળે છે.+ ૧૨  ભલે મોઆબ ભક્તિ-સ્થળે જઈ જઈને ઘસાઈ જાય, ભલે મંદિરે જઈ જઈને પ્રાર્થના કરે, પણ એ બધું નકામું છે.+ ૧૩  એ બધું યહોવાએ મોઆબ વિશે અગાઉ જણાવ્યું હતું. ૧૪  હવે યહોવા કહે છે: “ફક્ત ત્રણ જ વર્ષમાં* મોઆબનું ગૌરવ ધૂળમાં મળી જશે. ચારે બાજુ ધાંધલ-ધમાલ મચી જશે. એમાં બસ ગણ્યા-ગાંઠ્યા લોકો જ બચી જશે, જેઓનું કોઈ મહત્ત્વ નહિ હોય.”+

ફૂટનોટ

અથવા કદાચ, “કારણ કે ઉનાળાનાં તમારાં ફળ, તમારી ફસલ પર યુદ્ધનો પોકાર સંભળાય છે.”
મૂળ, “મજૂરનાં વર્ષો પ્રમાણે ત્રણ વર્ષમાં.” મજૂરની મહેનતનાં વર્ષોનો સમય ઠરાવેલો હતો. આ નક્કી કરેલા સમયગાળા પર ભાર મૂકે છે.