યશાયા ૧૮:૧-૭

  • ઇથિયોપિયા વિરુદ્ધ સંદેશો (૧-૭)

૧૮  ઇથિયોપિયાની નદીઓ પાસે આવેલા દેશને અફસોસ!+ એમાં જીવડાંની પાંખોનો ફફડાટ સંભળાય છે.  ૨  એ દેશ નેતરની હોડીઓમાં એલચીઓનેદરિયાઈ માર્ગે મોકલે છે અને કહે છે: “પૂરઝડપે સંદેશ લઈ જનારાઓ,એ પ્રજા પાસે જાઓ, જે કદાવર છે અને સુંવાળી ચામડીની છે,જેનાથી બધા થરથર કાંપે છે,+જે પરાક્રમી અને જીતનારી છે,જેઓની નદીઓ માટીનું ધોવાણ કરે છે.”  ૩  હે દુનિયાના લોકો, પૃથ્વી પર રહેનારા બધા લોકો,તમે જે જોશો એ પર્વતો પર ઊભી કરેલી નિશાની* જેવું હશે,તમે જે સાંભળશો એ રણશિંગડાના અવાજ જેવું હશે.  ૪  યહોવાએ મને આમ કહ્યું છે: “જાણે સૂર્યનો સખત તાપ પડે,જાણે કાપણીના સમયે ધગધગતા તાપમાં ઝાકળ પડે,તેમ હું મારા રહેઠાણને* શાંતિથી જોયા કરીશ.  ૫  કાપણીના સમય પહેલાં,જ્યારે ફૂલ કરમાઈ જાય અને એમાંથી દ્રાક્ષો નીકળે,ત્યારે દાતરડાંથી ડાળીઓ કાપી નાખવામાં આવશે,ડાળખીઓ તોડીને ફેંકી દેવામાં આવશે.  ૬  પર્વતો પરનાં શિકારી પક્ષીઓ માટેઅને પૃથ્વી પરનાં જાનવરો માટે એ રહેવા દેવાશે. શિકારી પક્ષીઓ એના પર ઉનાળો કાઢશે,પૃથ્વી પરનાં જાનવરો એના પર કાપણીનો સમય કાઢશે.  ૭  એ સમયે સૈન્યોના ઈશ્વર યહોવા પાસે એક પ્રજા ભેટ લાવશે,જે કદાવર છે અને સુંવાળી ચામડીની છે,જેનાથી બધા થરથર કાંપે છે,જે પરાક્રમી અને જીતનારી છે,જેઓની નદીઓ માટીનું ધોવાણ કરે છે. સિયોન પર્વત પર એ ભેટ લાવવામાં આવશે, જ્યાં સૈન્યોના ઈશ્વર યહોવાનું નામ છે.”+

ફૂટનોટ

અથવા, “નિશાનીના થાંભલા.”
અથવા કદાચ, “રહેઠાણમાંથી.”