યશાયા ૨૩:૧-૧૮

  • તૂર વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૮)

૨૩  તૂર વિશે ન્યાયચુકાદો:+ ઓ તાર્શીશનાં વહાણો, વિલાપ કરો!+ બંદરનો નાશ થયો છે, એમાં કોઈ જઈ શકતું નથી. કિત્તીમના દેશમાંથી+ એના સમાચાર મળ્યા છે.  ૨  ઓ દરિયા કિનારાના લોકો, તમે છાના રહો. સિદોનના+ વેપારીઓએ દરિયો પાર કરીને તમને માલામાલ કરી દીધા છે.  ૩  શીહોરનું*+ અનાજ દરિયાઈ માર્ગે જાય છે,નાઈલની ફસલથી તૂરને આવક મળે છે. દેશોને એનાથી નફો થાય છે.+  ૪  ઓ સિદોન, દરિયાના મજબૂત ગઢ, શરમથી મોં સંતાડ,કારણ કે દરિયાએ કહ્યું છે: “મને બાળક જણવાની પીડા થતી નથી, મેં જન્મ આપ્યો નથી,મેં છોકરા મોટા કર્યા નથી કે છોકરીઓ* ઉછેરી નથી.”+  ૫  તૂરની ખબર સાંભળીને લોકોને એવી વેદના થશે,+જેવી ઇજિપ્તના સમાચાર સાંભળીને થઈ હતી.+  ૬  ઓ દરિયા કિનારાના લોકો,દરિયો પાર કરીને તાર્શીશ ભાગી જાઓ, વિલાપ કરો!  ૭  શું આ જૂના જમાનાનું એ જ શહેર નથી, જે લાંબા સમયથી જલસા કરતું હતું? એના પગ એને દૂર દૂરના દેશોમાં રહેવા લઈ જતા હતા.  ૮  બીજાઓને તાજ પહેરાવનાર તૂર,જેના વેપારીઓ આગેવાનો હતા,જેના સોદાગરો આખી ધરતી પર માન મેળવતા હતા,+એની વિરુદ્ધ આવું કરવાનું કોણે નક્કી કર્યું?  ૯  ખુદ સૈન્યોના ઈશ્વર યહોવાએ નક્કી કર્યું છે કેએની બધી સુંદર ચીજોનું અભિમાન ઉતારી દે,આખી પૃથ્વી પર માન મેળવતા બધા લોકોનું અપમાન કરે.+ ૧૦  ઓ તાર્શીશની દીકરી, નાઈલની જેમ તારા દેશમાં ફેલાઈ જા,કોઈ બંદર હવે રહ્યું નથી.*+ ૧૧  યહોવાએ પોતાનો હાથ દરિયા પર ઉગામેલો છે. તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે. તેમણે ફિનીકિયાના કિલ્લાઓનો વિનાશ કરવાની આજ્ઞા આપી છે.+ ૧૨  તે કહે છે: “ઓ જુલમ સહેનારી સિદોનની કુંવારી દીકરી,હવે તું કદી ઘમંડ નહિ કરે.+ ઊઠ, પેલે પાર કિત્તીમ જા.+ ત્યાં પણ તને ચેન નહિ વળે.” ૧૩  જુઓ, ખાલદીઓનો દેશ!+ આશ્શૂરે+ નહિ, પણ ખાલદીઓએએને* જંગલી જાનવરોને રહેવાની જગ્યા બનાવ્યું છે. તેઓએ પોતાના માંચડા બાંધ્યાઅને એના ગઢ તોડી પાડ્યા છે.+ તેઓએ એને જમીનદોસ્ત કરી દીધું છે. ૧૪  ઓ તાર્શીશનાં વહાણો, વિલાપ કરો! તમારા મજબૂત ગઢનો નાશ થયો છે.+ ૧૫  એ દિવસ આવશે ત્યારે તૂર ૭૦ વર્ષો સુધી ભુલાઈ જશે,+ એટલે કે એક રાજા જીવે ત્યાં સુધી ભુલાઈ જશે. ૭૦ વર્ષોના અંતે તૂર આ ગીતમાં જણાવેલી વેશ્યા જેવું થશે: ૧૬  “ઓ ભુલાઈ ગયેલી વેશ્યા, વીણા લે અને આખા શહેરમાં ફર. તારી વીણા સરસ રીતે વગાડ. ઘણાં ગીતો ગા,જેથી તેઓ તને ફરીથી યાદ કરે.” ૧૭  જ્યારે ૭૦ વર્ષો પૂરાં થશે, ત્યારે યહોવા તૂર તરફ ધ્યાન આપશે. એ પાછું પોતાનો કામધંધો શરૂ કરશે. ધરતી પરનાં બધાં રાજ્યો સાથે એ વ્યભિચાર કરશે. ૧૮  પણ એની કમાણી અને આવક યહોવા માટે પવિત્ર ગણાશે. એ ખજાનામાં ભરાશે નહિ કે પડી રહેશે નહિ. એ તો યહોવાના લોકો માટે હશે, જેથી તેઓ ધરાઈને ખાય અને સારાં સારાં કપડાં પહેરે.+

ફૂટનોટ

એટલે કે, નાઈલ નદીનો ફાંટો.
મૂળ, “કુંવારીઓ.”
અથવા કદાચ, “કોઈ ગોદી હવે રહી નથી.”
કદાચ તૂરની વાત થાય છે.