યશાયા ૩:૧-૨૬

  • યહૂદાના આગેવાનો લોકોને ભટકાવે છે (૧-૧૫)

  • સિયોનની વ્યભિચારી દીકરીઓનો ન્યાય (૧૬-૨૬)

 જુઓ! સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,યરૂશાલેમ અને યહૂદામાંથી બધો આધાર અને બધી ચીજવસ્તુઓ લઈ લેશે. એટલે કે અનાજ અને પાણી,+  ૨  શક્તિશાળી માણસો અને શૂરવીર યોદ્ધાઓ,ન્યાયાધીશો અને પ્રબોધકો,*+ શુકન જોનારાઓ અને વડીલો,  ૩  સત્તાધીશો, ૫૦-૫૦ના ઉપરીઓ+ અને સલાહકારો,કુશળ જાદુગરો અને જંતરમંતર કરનારાઓ.+  ૪  હું છોકરાઓને તેઓના આગેવાનો બનાવીશ,મનમાની કરનાર* તેઓ પર રાજ કરશે.  ૫  લોકો એકબીજા પર,હા, દરેક પોતાના સાથી પર જુલમ ગુજારશે.+ છોકરાઓ વૃદ્ધ માણસોનું અપમાન કરશે,મામૂલી માણસો આબરૂદાર માણસોની સામે થશે.+  ૬  દરેક માણસ પોતાના પિતાના ઘરમાંથી ભાઈને પકડીને કહેશે: “તારી પાસે ઝભ્ભો છે, તું અમારો આગેવાન થા. આ ખંડેરોના ઢગલા પર તું રાજ કર.”  ૭  પણ તે ના પાડતાં કહેશે: “હું તમારા જખમો પર પાટા બાંધનાર* નહિ બનું. મારા ઘરમાં નથી ખોરાક કે નથી કપડાં. મને લોકો પર આગેવાન બનાવશો નહિ.”  ૮  યરૂશાલેમે ઠોકર ખાધી છે,યહૂદાની પડતી થઈ છે. તેઓ પોતાનાં કામો અને વાણીથી યહોવાની વિરુદ્ધ ગયા છે. તેઓએ ઈશ્વરના ગૌરવ આગળ બળવો પોકાર્યો છે.+  ૯  તેઓના ચહેરાના હાવભાવ તેઓ વિરુદ્ધ સાક્ષી પૂરે છે. સદોમની જેમ તેઓ પોતાનાં પાપ જગજાહેર કરે છે+અને એ છુપાવતાં પણ નથી. તેઓને અફસોસ! તેઓ પોતાના માથે આફત લાવે છે. ૧૦  સાચા માર્ગે ચાલનારાઓને કહો કે તેઓનું ભલું થશે. તેઓ પોતાની મહેનતનાં ફળ ખાશે.*+ ૧૧  દુષ્ટ લોકોને હાય હાય! તેઓ પર આફત આવી પડશે,તેઓને હાથનાં કર્યાં હૈયે વાગશે. ૧૨  મારા લોકો પર તેઓના ઉપરીઓ જુલમ કરે છે,સ્ત્રીઓ તેઓ પર રાજ કરે છે. ઓ મારા લોકો, તમારા આગેવાનો તમને આમતેમ ભટકાવે છે. તેઓ તમને ખોટે રવાડે ચઢાવી દે છે.+ ૧૩  યહોવા મુકદ્દમો લડવા તૈયાર થયા છે. તે પ્રજાઓને સજા ફટકારવા ઊભા થયા છે. ૧૪  યહોવા પોતાના લોકોના વડીલો અને આગેવાનોનો ન્યાય કરશે ને કહેશે: “તમે દ્રાક્ષાવાડી બાળીને ભસ્મ કરી છે. તમે ગરીબોને લૂંટી લૂંટીને તમારાં ઘરો ભર્યાં છે.+ ૧૫  તમારી શી મજાલ કે તમે મારા લોકોને કચડી નાખો છોઅને ગરીબોનાં મોં ધૂળમાં રગદોળો છો?”+ વિશ્વના માલિક,* સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહેશે. ૧૬  યહોવા કહે છે, “સિયોનની દીકરીઓ ઘમંડી છે. તેઓ માથું ઊંચું રાખીને* ચાલે છે,આંખો મિચકારતી, ઠમક ઠમક કરતીઅને ઝાંઝરનો ઝણકાર કરતી ચાલે છે. ૧૭  એટલે યહોવા સિયોનની દીકરીઓનાં માથાંમાં ઉંદરીનો રોગ લાવશે. યહોવા તેઓને બોડી કરી નાખશે.+ ૧૮  એ દિવસે યહોવા તેઓનો બધો શણગાર ઝૂંટવી લેશે. એટલે કે બંગડીઓ, માથાનાં બાંધણાં, અર્ધચંદ્ર આકારનાં ઘરેણાં,+ ૧૯  ઝૂમખાં, કડાં, ઘૂંઘટો, ૨૦  ઓઢણી, પાયલ, કંદોરો,અત્તરની શીશીઓ, તાવીજો,* ૨૧  વીંટીઓ, નથણીઓ, ૨૨  કીમતી કપડાં, કોટી, શાલ, પાકીટ, ૨૩  અરીસાઓ,+ શણનાં કપડાં,પાઘડીઓ અને ઘૂંઘટો. ૨૪  ખુશબોદાર તેલની+ સુગંધને બદલે માથું ફાટે એવી ગંધ હશે,કંદોરાને બદલે દોરડું,ગૂંથેલા વાળને બદલે ટાલ,+કીમતી કપડાને બદલે કંતાન+અને સુંદરતાને બદલે ડામનું નિશાન હશે. ૨૫  તલવારથી તમારા માણસોની કતલ થશે,યુદ્ધમાં તમારા શૂરવીરો માર્યા જશે.+ ૨૬  સિયોન નગરીના દરવાજા શોક મનાવશે અને વિલાપ કરશે.+ એ ભોંય પર બેઠી બેઠી રડારોળ કરશે.”+

ફૂટનોટ

અથવા, “નાદાન.”
અથવા, “તમને સાજા કરનાર.”
અથવા, “તેઓને પોતાનાં કામોનો બદલો મળશે.”
મૂળ, “ડોક ટટ્ટાર રાખીને.”
અથવા, “છીપલાંવાળાં તાવીજો કે માદળિયાં.”