યશાયા ૪:૧-૬

  • સાત સ્ત્રીઓ અને એક માણસ ()

  • યહોવા જે ઉગાડે છે એ સૌથી સારું હશે (૨-૬)

 એ સમયે સાત સ્ત્રીઓ એક માણસને પકડીને કહેશે:+ “અમે અમારા ઘરનો રોટલો ખાઈશુંઅને અમારાં કપડાં પહેરીશું. બસ તું અમને તારા નામે ઓળખાવા દે,જેથી અમે બદનામ ન થઈએ.”*+ ૨  એ દિવસે યહોવા જે કંઈ ઉગાડશે, એ સુંદર અને સૌથી સારું હશે. ભૂમિની ઊપજ તો ઇઝરાયેલમાં બચી ગયેલાઓનું ગૌરવ અને શોભા હશે.+ ૩  સિયોનમાં બાકી રહેલા અને યરૂશાલેમમાં બચી ગયેલા લોકો પવિત્ર કહેવાશે. તેઓનાં નામ યરૂશાલેમમાં જીવતા રહેવા માટે લખાયેલાં છે.+ ૪  યરૂશાલેમ વિરુદ્ધ યહોવાનો કોપ સળગી ઊઠશે અને તે એનો ન્યાય કરશે.+ આ રીતે તે સિયોનની દીકરીઓની ગંદકી* સાફ કરશે+ અને યરૂશાલેમમાં રેડાયેલું લોહી ધોશે. ૫  યહોવા આખા સિયોન પર્વત પર અને એનાં સંમેલનોની જગ્યા પર દિવસે વાદળ ને ધુમાડો પાથરશે અને રાતે અગ્‍નિની જ્વાળા ફેલાવશે.+ આખા ગૌરવશાળી દેશનું રક્ષણ થશે. ૬  ત્યાં એક માંડવો હશે, જે દિવસે તાપથી છાયા આપશે,+ તોફાનો અને વરસાદમાં આશરો ને રક્ષણ આપશે.+

ફૂટનોટ

એટલે કે, કુંવારા રહી જવાનું અને બાળકો ન હોવાનું મહેણું.
મૂળ, “મળ.”