યશાયા ૪૩:૧-૨૮

  • યહોવા પોતાના લોકોને ફરીથી ભેગા કરે છે (૧-૭)

  • દેવોની કસોટી (૮-૧૩)

    • “તમે મારા સાક્ષી છો” (૧૦, ૧૨)

  • બાબેલોનમાંથી છોડાવવામાં આવ્યા (૧૪-૨૧)

  • “આવો, આપણે એકબીજા સામે મુકદ્દમો રજૂ કરીએ” (૨૨-૨૮)

૪૩  હે યાકૂબ, તારો સર્જનહાર,હે ઇઝરાયેલ, તને બનાવનાર યહોવા આમ કહે છે:+ “ગભરાઈશ નહિ, કેમ કે મેં તને છોડાવ્યો છે.+ તારું નામ લઈને મેં તને બોલાવ્યો છે. તું મારો છે.  ૨  તું પાણીમાં થઈને જઈશ ત્યારે, હું તારી સાથે હોઈશ.+ તું નદીઓમાં થઈને જઈશ ત્યારે, એ તને ડુબાડશે નહિ.+ તું આગમાં થઈને ચાલીશ ત્યારે, એ તને દઝાડશે નહિ,કે પછી જ્વાળાઓથી તને ઊની આંચ પણ આવશે નહિ.  ૩  હું યહોવા તારો ઈશ્વર છું. હું ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર, તારો ઉદ્ધાર કરનાર છું. તને છોડાવવાની કિંમત તરીકે મેં ઇજિપ્ત આપ્યું છે,તારા બદલામાં ઇથિયોપિયા અને સેબા આપ્યા છે.  ૪  તું મારી નજરમાં અનમોલ છે અને માનને યોગ્ય છે.+ મેં તારા પર પ્રેમ રાખ્યો છે.+ એટલે તારા બદલે હું લોકો આપી દઈશ,તારા જીવનના બદલામાં પ્રજાઓ આપી દઈશ.  ૫  ગભરાઈશ નહિ, કેમ કે હું તારી સાથે છું.+ હું તારા વંશજોને પૂર્વથી લઈ આવીશઅને તમને પશ્ચિમથી ભેગા કરીશ.+  ૬  હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે!’+ હું દક્ષિણને કહીશ, ‘તેઓને રોકીશ નહિ. મારા દીકરાઓને દૂર દૂરથી અને મારી દીકરીઓને ધરતીના છેડેથી લઈ આવ.+  ૭  મારા નામે ઓળખાતા દરેકને લઈ આવ.+ તેઓને મેં મારા ગૌરવ માટે ઉત્પન્‍ન કર્યા છે,મેં તેઓને ઘડ્યા છે, તેઓની રચના કરી છે.’+  ૮  જેઓ આંખો હોવા છતાં આંધળા છે,જેઓ કાન હોવા છતાં બહેરા છે, તેઓને લઈ આવ.+  ૯  બધી પ્રજાઓ એક જગ્યાએ ભેગી થાય,બધા લોકો એક જગ્યાએ ભેગા થાય.+ તેઓના દેવોમાંથી કોણ આ કહી શકે? અથવા શું તેઓ કહી શકે કે ભાવિમાં કયા બનાવો પહેલા બનશે?+ તેઓ પોતાને સાચા સાબિત કરવા સાક્ષીઓ રજૂ કરે,જેથી સાક્ષીઓ તેઓને સાંભળે અને કહે, ‘એ સત્ય છે!’”+ ૧૦  યહોવા કહે છે: “તમે મારા સાક્ષી છો.+ હા, તમે મારા સેવક છો, જેઓને મેં પસંદ કર્યા છે,+જેથી તમે મને ઓળખો, મારામાં ભરોસો મૂકો*અને સમજો કે હું એ જ ઈશ્વર છું.+ મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથીઅને મારા પછી કોઈ થવાનો નથી.+ ૧૧  હું, હા, હું યહોવા છું.+ મારા વગર બીજો કોઈ બચાવનાર નથી.”+ ૧૨  યહોવા કહે છે: “મેં જાહેર કર્યું, મેં બચાવ કર્યો અને મેં જાણ કરી ત્યારે,તમારી વચ્ચે બીજો કોઈ દેવ ન હતો.+ તમે મારા સાક્ષી છો અને હું જ સાચો ઈશ્વર છું.+ ૧૩  હું હંમેશાં એ જ ઈશ્વર છું.+ મારા હાથમાંથી કોઈ કશું પણ છીનવી શકતું નથી.+ હું કંઈ કરું ત્યારે, એને કોણ રોકી શકે?”+ ૧૪  તમને છોડાવનાર,+ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર+ યહોવા કહે છે: “હું તમારા માટે બાબેલોનમાં સૈન્ય મોકલીશ અને એના દરવાજાની બધી ભૂંગળો તોડી પાડીશ.+ આફતને લીધે ખાલદીઓ પોતાનાં વહાણોમાં પોક મૂકીને રડશે.+ ૧૫  હું યહોવા છું, તમારો પવિત્ર ઈશ્વર,+ ઇઝરાયેલનો ઘડનાર+ અને તમારો રાજા.”+ ૧૬  દરિયામાં રસ્તો બનાવનાર,અરે, ઊછળતા પાણીમાંથી માર્ગ કાઢનાર,+યહોવા આમ કહે છે. ૧૭  યુદ્ધના રથોને અને ઘોડાઓને,+સૈન્યને અને શૂરવીરોને બહાર લાવનાર કહે છે: “તેઓ ભોંયભેગા થઈ જશે અને પાછા ઊઠશે નહિ.+ જેમ સળગતી દિવેટ હોલવી નંખાય, તેમ તેઓનો નાશ કરવામાં આવશે.” ૧૮  “પહેલાંની વાતો યાદ ન કરોઅને જૂની વાતો વાગોળ્યા ન કરો. ૧૯  જુઓ, હું કંઈક નવું કરું છું.+ અરે, હમણાંથી એ થઈ રહ્યું છે. શું તમે એ પારખી શકતા નથી? હું વેરાન પ્રદેશમાંથી માર્ગ કાઢીશ+અને રણમાંથી નદીઓ વહાવીશ.+ ૨૦  જંગલી જાનવરો મને માન આપશે,શિયાળ અને શાહમૃગ મને માન આપશે. હું વેરાન પ્રદેશમાં પાણી આપીશઅને રણમાં નદીઓ વહાવીશ,+જેથી મારા લોકોને, મારા પસંદ કરેલા લોકોને+ પાણી મળે. ૨૧  એ લોકોને મેં મારા માટે ઘડ્યા છે,જેથી તેઓ મારો જયજયકાર કરે.+ ૨૨  પણ હે યાકૂબ, તેં મને પોકાર કર્યો નથી,+હે ઇઝરાયેલ, તું મારાથી કંટાળી ગયો છે.+ ૨૩  મને અગ્‍નિ-અર્પણો ચઢાવવા તું ઘેટાં લાવ્યો નથી,અથવા બલિદાનો ચઢાવીને તેં મને મહિમા આપ્યો નથી. મારા માટે ભેટ લાવવાની મેં તને ફરજ પાડી નથી,અથવા મેં લોબાન* માંગીને તને થકવી નાખ્યો નથી.+ ૨૪  તેં તારા પૈસાથી મારા માટે સુગંધી બરુ લીધું નથી,તારાં બલિદાનોની ચરબીથી તેં મને સંતોષ આપ્યો નથી.+ એના બદલે તેં તારાં પાપનો બોજો મારા પર નાખ્યો છેઅને તારા અપરાધોથી મને થકવી નાખ્યો છે.+ ૨૫  હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+ તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+ ૨૬  આવો, આપણે એકબીજા સામે મુકદ્દમો રજૂ કરીએ. મને યાદ કરાવો, તમે ખરા છો એની સાબિતી હોય તો જણાવો. ૨૭  તમારા પ્રથમ પૂર્વજે પાપ કર્યું,તમારા માટે બોલનારા માણસોએ* મારી વિરુદ્ધ બળવો પોકાર્યો.+ ૨૮  હું પવિત્ર જગ્યાના આગેવાનોને અશુદ્ધ કરીશ. હું યાકૂબને વિનાશના માર્ગે મોકલી દઈશઅને ઇઝરાયેલનું અપમાન થવા દઈશ.+

ફૂટનોટ

અથવા, “શ્રદ્ધા રાખો.”
અથવા, “બંડખોર કામો.”
કદાચ નિયમશાસ્ત્રના ગુરુઓની વાત થાય છે.