યશાયા ૫૧:૧-૨૩

  • સિયોન ફરીથી એદન બાગ જેવું બનશે (૧-૮)

  • સિયોનના શક્તિશાળી સર્જનહાર પાસેથી દિલાસો (૯-૧૬)

  • યહોવાના ક્રોધનો પ્યાલો (૧૭-૨૩)

૫૧  “ઓ સચ્ચાઈથી ચાલનારાઓ,ઓ યહોવાને ભજનારાઓ, મારું સાંભળો! જે ખડકમાંથી તમને ઘડવામાં આવ્યા,જે ખાણમાંથી તમને ખોદીને કાઢવામાં આવ્યા, એની તરફ જુઓ.  ૨  તમારા પિતા ઇબ્રાહિમ તરફ જુઓ,તમને જન્મ આપનાર સારાહ+ તરફ જુઓ. મેં તેને બોલાવ્યો ત્યારે તે એકલો જ હતો.+ મેં તેને આશીર્વાદ આપ્યો અને તેના વંશજો ખૂબ વધાર્યા.+  ૩  યહોવા સિયોનને દિલાસો આપશે+અને તે બધાં ખંડેરોની મરામત કરશે.*+ તે સિયોનના વેરાન પ્રદેશને એદન બાગ જેવો+અને ઉજ્જડ પ્રદેશને યહોવાની વાડી જેવો બનાવશે.+ એમાં લોકો આનંદ કરશે અને ખુશીનો પોકાર કરશે,આભાર-સ્તુતિ કરશે અને સુરીલાં ગીતો ગાશે.+  ૪  હે મારા લોકો, મારા પર ધ્યાન આપો,હે મારી પ્રજા, મારી વાતને કાન ધરો.+ હું તમને નિયમ આપીશ,+મારો ઇન્સાફ સ્થાપન કરીશ, જે લોકોને પ્રકાશ આપશે.+  ૫  મારી સચ્ચાઈ તમારી પાસે આવશે,+તમારા ઉદ્ધારનો સમય નજીક છે.+ હું મારી શક્તિથી લોકોનો ન્યાય કરીશ.+ ટાપુઓ મારા પર આશા રાખશે+અને મારી શક્તિની* રાહ જોશે.  ૬  નજર ઊંચી કરીને આકાશ તરફ જુઓ,નીચે પૃથ્વી તરફ પણ જુઓ. આકાશ ધુમાડાની જેમ ગાયબ થઈ જશે. પૃથ્વી કપડાંની જેમ ઘસાઈ જશે. એના રહેવાસીઓ મચ્છરની* જેમ મરી જશે. પણ હું જે ઉદ્ધાર કરીશ એ હંમેશ માટે રહેશે+અને મારી સચ્ચાઈનો ક્યારેય અંત નહિ આવે.+  ૭  સચ્ચાઈથી વર્તનારાઓઅને મારો નિયમ* દિલમાં રાખનારાઓ,+ મારું સાંભળો. કોઈ મહેણાં મારે ત્યારે ગભરાશો નહિ,કોઈ અપમાન કરે ત્યારે ડરશો નહિ.  ૮  જીવાત તેઓને કપડાંની જેમ ખાઈ જશે,કંસારી* તેઓને ઊનની જેમ કાતરી ખાશે.+ પણ મારી સચ્ચાઈ સદા રહેશે,હું જે ઉદ્ધાર કરું છું એ પેઢીઓ સુધી રહેશે.”+  ૯  હે યહોવાના હાથ, જાગ! જાગ અને શક્તિમાન થા!+ સદીઓ અગાઉ, લાંબા સમય પહેલાં જેમ જાગ્યો હતો તેમ જાગ. શું તેં જ રાહાબના*+ ટુકડે-ટુકડા કર્યા ન હતા? શું તેં જ સમુદ્રના મોટા પ્રાણીને વીંધી નાખ્યું ન હતું?+ ૧૦  શું તેં જ દરિયાના ઊંડા પાણીને સૂકવી નાખ્યું ન હતું?+ શું તેં જ દરિયાના ઊંડાણમાંથી રસ્તો કાઢ્યો ન હતો, જેથી છોડાવેલા લોકો એ પાર કરે?+ ૧૧  યહોવાએ બચાવેલા લોકો પાછા ફરશે+અને ખુશીથી પોકારતાં પોકારતાં સિયોન આવશે.+ તેઓનાં માથાં પર આનંદનો મુગટ સદા રહેશે.+ તેઓની ખુશીનો, તેઓના આનંદનો કોઈ પાર નહિ હોય. શોક અને નિસાસાનું નામનિશાન નહિ રહે.+ ૧૨  “હું પોતે તમને દિલાસો આપું છું.+ તો પછી તમે માણસથી કેમ ડરો છો, જે એક દિવસ મરવાનો છે?+ ઘાસની જેમ સુકાઈ જનાર મનુષ્યથી તમે કેમ ડરો છો? ૧૩  તમે તમારા સર્જનહાર યહોવાને કેમ ભૂલી જાઓ છો,+જેમણે આકાશ ફેલાવ્યું+ અને પૃથ્વીનો પાયો નાખ્યો? જુલમીના રોષને લીધે તમે આખો દિવસ ભયમાં રહેતા હતા. તમને લાગતું કે તે તમારો નાશ કરશે. હવે એ જુલમીનો ગુસ્સો ક્યાં ગયો? ૧૪  જે સાંકળોમાં જકડાયેલો છે, તેને આઝાદ કરવામાં આવશે,+તે મરી જશે નહિ, ખાડામાં પડશે નહિ,તે ભૂખે મરશે નહિ. ૧૫  હું યહોવા તમારો ઈશ્વર છું,હું દરિયાને તોફાને ચઢાવું છું અને એનાં મોજાંને ઉછાળું છું.+ મારું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.+ ૧૬  હું મારા શબ્દો તમારા મોંમાં મૂકીશ. હું મારા હાથથી તમારું રક્ષણ કરીશ,+જેથી હું આકાશો સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું+અને સિયોનના લોકોને કહું કે ‘તમે મારા લોકો છો.’+ ૧૭  જાગ યરૂશાલેમ જાગ! ઊભું થા!+ તેં યહોવાના હાથે તેમના ક્રોધનો પ્યાલો પીધો છે,હા, તેં કટોરામાંથી પીધું છે,તેં પ્યાલો ખાલી કર્યો છે, જે લથડિયાં ખવડાવે છે.+ ૧૮  તને જન્મેલા દીકરાઓમાંથી એવું કોઈ નથી, જે તને માર્ગ બતાવે,તેં મોટા કરેલા દીકરાઓમાંથી એવું કોઈ નથી, જે તારો હાથ પકડે. ૧૯  તારા પર બે આફતો આવી પડશે. વિનાશ અને સંહાર, ભૂખમરો અને તલવાર!+ કોણ તારા પર તરસ ખાશે? કોણ તને દિલાસો આપશે?+ ૨૦  તારા દીકરાઓ બેભાન થયા છે.+ દરેક રસ્તાને ખૂણે તેઓ એવા પડ્યા છે,જાણે જાળમાં ફસાયેલાં પ્રાણીઓ હોય. તેઓ પર યહોવાનો ક્રોધ પૂરેપૂરો ઊતર્યો છે, તારા ઈશ્વરે તેઓને ઠપકો આપ્યો છે.” ૨૧  ઓ દુઃખી સ્ત્રી, તું પીધેલી છે પણ દારૂથી નહિ. મહેરબાની કરીને હવે સાંભળ. ૨૨  તમારા ઈશ્વર, પોતાના લોકોને બચાવનાર તમારા પ્રભુ યહોવા કહે છે: “હું તારા હાથમાંથી એ પ્યાલો લઈ લઈશ, જે તને લથડિયાં ખવડાવે છે,+એ કટોરો, એ પ્યાલો જેમાં મારો કોપ છે. તું ફરી ક્યારેય એ પીશે નહિ.+ ૨૩  હું એ પ્યાલો તારા પર જુલમ કરનારાઓના હાથમાં આપીશ,+જેઓ તને કહેતા હતા, ‘નીચી નમ કે અમે તારા પર પગ મૂકીને જઈએ!’ એટલે તેઓના ચાલવા માટેતેં તારી પીઠ જમીન જેવી કરી, માર્ગ જેવી કરી.”

ફૂટનોટ

મૂળ, “દિલાસો આપશે.”
અથવા, “મારા હાથની.”
મચ્છર જેવી નાની જીવાત, જે કરડે છે.
અથવા, “શિક્ષણ.”
અથવા કદાચ, “કીડો.”