યશાયા ૫૨:૧-૧૫

  • જાગ સિયોન! (૧-૧૨)

    • ખુશખબર લાવનારનાં સુંદર પગલાં ()

    • સિયોનના ચોકીદારો એકરાગે પોકારી ઊઠે છે ()

    • યહોવાનાં વાસણો ઊંચકનારા શુદ્ધ હોવા જોઈએ (૧૧)

  • યહોવાનો સેવક મહાન બનાવાશે (૧૩-૧૫)

    • ખરાબ દેખાવ (૧૪)

૫૨  જાગ સિયોન+ જાગ, બળવાન થા!+ હે યરૂશાલેમ, પવિત્ર શહેર, તારાં સુંદર કપડાં પહેર!+ હવેથી તારા શહેરમાં એવું કોઈ આવશે નહિ, જેની સુન્‍નત* થઈ નથી અને જે અશુદ્ધ છે.+  ૨  હે યરૂશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને આસન પર બેસ. હે સિયોનની ગુલામ થયેલી દીકરી, તારી ગરદનનાં બંધન છોડી નાખ.+  ૩  યહોવા આમ કહે છે: “તમે લોકો મફત લઈ જવાયા* હતા+અને તમને મફત છોડાવી લેવામાં આવશે.”+  ૪  વિશ્વના માલિક યહોવા આમ કહે છે: “પહેલા મારા લોકો પરદેશીઓ તરીકે ઇજિપ્ત રહેવા ગયા.+ પછી આશ્શૂરે તેઓ પર કોઈ કારણ વગર ભારે જુલમ ગુજાર્યો.”  ૫  યહોવા કહે છે: “તો પછી, મારે શું કરવું?” યહોવા કહે છે, “મારા લોકોને મફતમાં લઈ જવામાં આવ્યા. તેઓ પર રાજ કરનારાઓ જીતનો પોકાર કરે છે.+ મારા નામનું આખો દિવસ સતત અપમાન થાય છે.+  ૬  એ કારણે મારા લોકોએ મારું નામ જાણવું પડશે,+તેઓ એ દિવસે જાણશે કે હું જ એવું બોલ્યો છું. જુઓ, એ હું જ છું!”  ૭  ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં સુંદર લાગે છે!+ તે શાંતિનો સંદેશો જાહેર કરે છે,+વધારે સારી ખુશખબર લાવે છે,ઉદ્ધારનો સંદેશો જાહેર કરે છેઅને સિયોનને કહે છે: “તારા ઈશ્વર રાજા બન્યા છે!”+  ૮  સાંભળ! તારા ચોકીદારો મોટેથી પોકારે છે. તેઓ એકરાગે ખુશીથી પોકારી ઊઠે છે. તેઓ સાફ જોઈ શકશે કે યહોવા સિયોનના લોકોને પાછા લાવે છે.  ૯  હે યરૂશાલેમનાં ખંડેરો, ખુશીથી ઝૂમી ઊઠો, એકરાગે આનંદથી પોકારી ઊઠો!+ યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે.+ તેમણે યરૂશાલેમને છોડાવી લીધું છે.+ ૧૦  યહોવાએ બધી પ્રજાઓને પોતાની શક્તિ બતાવી આપી છે.+ આપણા ઈશ્વરે કરેલાં ઉદ્ધારનાં* કામો ધરતીના છેડાઓ સુધી દેખાઈ આવશે.+ ૧૧  બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો. ૧૨  તમારે જલદી જલદી નીકળવું નહિ પડે. તમારે નાસી છૂટવું નહિ પડે. યહોવા તમારી આગળ આગળ જશે.+ ઇઝરાયેલના ઈશ્વર તમારી પાછળ રહીને પણ રક્ષણ કરશે.+ ૧૩  જુઓ! મારો સેવક+ સમજદારીથી વર્તશે. તેને ઊંચી પદવી આપવામાં આવશે. તેની ચઢતી થશે અને તેને મહાન બનાવવામાં આવશે.+ ૧૪  અગાઉ તેને જોઈને ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. તેનો દેખાવ એટલો ખરાબ કરી નાખવામાં આવ્યો હતો કે એવો બીજા કોઈનો ન હોય. મનુષ્યોમાં તેની શાખ એકદમ ખરાબ કરી નાખવામાં આવી હતી. ૧૫  પણ હવે તે ઘણી પ્રજાઓને દંગ કરી નાખશે.+ તેની આગળ રાજાઓનાં મોં બંધ થઈ જશે,*+કેમ કે તેઓને જે કહેવામાં આવ્યું ન હતું, એ તેઓ જોશે. જે તેઓએ સાંભળ્યું ન હતું, એ તેઓ સાંભળશે.+

ફૂટનોટ

મૂળ, “વેચી દેવાયા.”
અથવા, “જીતનાં.”
દેખીતું છે, એ બાબેલોનને બતાવે છે.
અથવા, “રાજાઓ મૂંગા બની જશે.”