યહોશુઆ ૧૨:૧-૨૪
૧૨ હવે ઇઝરાયેલીઓએ યર્દનની પૂર્વ બાજુનો વિસ્તાર જીતી લીધો. એટલે કે, આર્નોનની ખીણથી+ હેર્મોન પર્વત+ સુધી અને પૂર્વ તરફનો આખો અરાબાહ વિસ્તાર.+ એ વિસ્તારના રાજાઓ આ છે:
૨ અમોરીઓનો રાજા સીહોન,+ જે હેશ્બોનમાં રહેતો હતો અને આર્નોન ખીણને+ કિનારે આવેલા અરોએરમાંથી+ રાજ કરતો હતો. આર્નોન ખીણની વચ્ચેથી લઈને યાબ્બોકની ખીણ સુધીનો વિસ્તાર તેનો હતો. તે અડધા ગિલયાદ પર રાજ કરતો હતો. યાબ્બોકની ખીણ આમ્મોનીઓની સરહદ પણ હતી.
૩ તે અરાબાહથી પૂર્વ તરફ કિન્નેરેથના સમુદ્ર*+ સુધી રાજ કરતો હતો. એની પૂર્વ બાજુએ બેથ-યશીમોથની દિશામાં આવેલા અરાબાહ સમુદ્ર, એટલે ખારા સમુદ્ર* સુધી અને દક્ષિણ તરફ પિસ્ગાહના+ ઢોળાવોની તળેટી સુધી તે રાજ કરતો હતો.
૪ બાશાનનો રાજા ઓગ+ હતો, જેના વિસ્તાર પર ઇઝરાયેલીઓએ જીત મેળવી. એ રફાઈઓમાંથી બાકી રહેલાઓમાંનો હતો.+ તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો.
૫ તે હેર્મોન પર્વત, સાલખાહ અને આખા બાશાન+ પર રાજ કરતો હતો. તે છેક ગશૂરીઓ અને માઅખાથીઓની+ સરહદ સુધી તેમજ હેશ્બોનના+ રાજા સીહોનની સરહદ સુધી, અડધા ગિલયાદ ઉપર રાજ કરતો હતો.
૬ યહોવાના સેવક મૂસા અને ઇઝરાયેલીઓએ તેઓને હરાવ્યા હતા.+ પછી યહોવાના સેવક મૂસાએ તેઓનો વિસ્તાર રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપી દીધો હતો.+
૭ યહોશુઆ અને ઇઝરાયેલીઓએ યર્દનની પશ્ચિમે આવેલા વિસ્તારના રાજાઓને હરાવ્યા. એ વિસ્તાર લબાનોનની+ ખીણમાં આવેલા બઆલ-ગાદથી+ સેઈર+ સુધી ફેલાયેલા હાલાક પર્વત+ સુધી હતો. એ પછી યહોશુઆએ તેઓનો વિસ્તાર ઇઝરાયેલનાં કુળોને હિસ્સા પ્રમાણે વતન તરીકે આપી દીધો.+
૮ એમાં પહાડી વિસ્તાર, શેફેલાહ, અરાબાહ, ઢોળાવો, વેરાન પ્રદેશ અને નેગેબનો+ સમાવેશ થતો હતો. એ વિસ્તાર હિત્તીઓ, અમોરીઓ,+ કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો હતો.+ તેઓના રાજાઓ આ હતા:
૯ યરીખોનો રાજા;+ બેથેલ પાસે આવેલા આયનો રાજા;+
૧૦ યરૂશાલેમનો રાજા; હેબ્રોનનો રાજા;+
૧૧ યાર્મૂથનો રાજા; લાખીશનો રાજા;
૧૨ એગ્લોનનો રાજા; ગેઝેરનો રાજા;+
૧૩ દબીરનો રાજા;+ ગેદેરનો રાજા;
૧૪ હોર્માહનો રાજા; અરાદનો રાજા;
૧૫ લિબ્નાહનો રાજા;+ અદુલ્લામનો રાજા;
૧૬ માક્કેદાહનો રાજા;+ બેથેલનો રાજા;+
૧૭ તાપ્પૂઆહનો રાજા; હેફેરનો રાજા;
૧૮ અફેકનો રાજા; લાશ્શારોનનો રાજા;
૧૯ માદોનનો રાજા; હાસોરનો રાજા;+
૨૦ શિમ્રોન-મરોનનો રાજા; આખ્શાફનો રાજા;
૨૧ તાઅનાખનો રાજા; મગિદ્દોનો રાજા;
૨૨ કેદેશનો રાજા; કાર્મેલના યોકનઆમનો રાજા;+
૨૩ દોરના ઢોળાવો પરના દોરનો રાજા;+ ગિલ્ગાલના ગોઈમનો રાજા;
૨૪ તિર્સાહનો રાજા; કુલ ૩૧ રાજાઓ હતા.