યહોશુઆ ૧૫:૧-૬૩

  • યહૂદાનો વારસો (૧-૧૨)

  • કાલેબની દીકરીને જમીન મળે છે (૧૩-૧૯)

  • યહૂદાનાં શહેરો (૨૦-૬૩)

૧૫  યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો. ૨  તેઓના વિસ્તારની દક્ષિણ તરફની હદ ખારા સમુદ્રના* છેડાથી,+ એટલે કે દક્ષિણ તરફના અખાતથી શરૂ થતી હતી. ૩  એ આક્રાબ્બીમના ચઢાણથી દક્ષિણમાં ઝીનના વિસ્તાર સુધી ફેલાયેલી હતી.+ પછી દક્ષિણે ઉપર કાદેશ-બાર્નેઆ+ અને હેસરોન થઈને છેક આદ્દાર સુધી જઈને કાર્કા તરફ વળતી હતી. ૪  એ આસ્મોનથી+ પસાર થઈને ઇજિપ્તના વહેળા*+ સુધી ફેલાયેલી હતી. એની હદ સમુદ્ર* પાસે પૂરી થતી હતી. આ તેઓની દક્ષિણ તરફની હદ હતી. ૫  પૂર્વ તરફની હદ ખારો સમુદ્ર* હતી, જે યર્દનના છેડા સુધી હતી. ઉત્તરના ખૂણાની હદ યર્દનના છેડાએ, ખારા સમુદ્રના અખાત સુધી હતી.+ ૬  એ હદ બેથ-હોગ્લાહ સુધી હતી+ અને બેથ-અરાબાહની ઉત્તર તરફ પસાર થઈને+ રૂબેનના દીકરા બોહાનના પથ્થર સુધી જતી હતી.+ ૭  એ હદ આખોરની ખીણ પાસે દબીર સુધી હતી+ અને ગિલ્ગાલ તરફ ઉત્તર બાજુએ વળતી હતી,+ જે અદુમ્મીમના ચઢાણ આગળ છે, એટલે વહેળાની દક્ષિણે. એ એન-શેમેશના ઝરાઓ પાર કરીને+ એન-રોગેલ આગળ પૂરી થતી હતી.+ ૮  પછી એ હિન્‍નોમની ખીણ* સુધી,+ દક્ષિણમાં યબૂસીઓના ઢોળાવ સુધી,+ એટલે કે યરૂશાલેમ સુધી હતી.+ પછી, પશ્ચિમમાં હિન્‍નોમની ખીણની આગળ આવેલા પહાડની ટોચ સુધી હતી, જે પહાડ ઉત્તરમાં રફાઈમની ખીણને છેડે આવેલો છે. ૯  એ હદ પહાડની ટોચથી નેફતોઆહના ઝરા સુધી હતી+ અને એફ્રોન પર્વતનાં શહેરો સુધી ફેલાયેલી હતી; એ હદ બાઅલાહ એટલે કિર્યાથ-યઆરીમ સુધી હતી.+ ૧૦  એ હદ બાઅલાહથી વળીને પશ્ચિમ તરફ સેઈર પર્વત સુધી અને ઉત્તરમાં યઆરીમ પર્વતના ઢોળાવ, એટલે કસાલોન સુધી હતી. એ નીચે બેથ-શેમેશ સુધી+ અને ત્યાંથી તિમ્નાહ સુધી હતી.+ ૧૧  એ હદ ઉત્તરમાં એક્રોનના+ ઢોળાવ સુધી અને શિક્કરોન સુધી ફેલાયેલી હતી. પછી એ બાઅલાહ પર્વત પાર કરીને યાબ્નએલ સુધી ફેલાયેલી હતી અને સમુદ્ર પાસે પૂરી થતી હતી. ૧૨  પશ્ચિમ તરફની હદ મોટા સમુદ્ર*+ અને એના કિનારા સુધી હતી. યહૂદાના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે ચારે બાજુ મળેલા વિસ્તારની આ હદ હતી. ૧૩  યહોવાએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે, તેણે યફૂન્‍નેહના દીકરા કાલેબને+ યહૂદાના વંશજોમાં હિસ્સો આપ્યો, એટલે કે કિર્યાથ-આર્બા આપ્યું, જે હેબ્રોન+ શહેર છે. (આર્બા તો અનાકનો પિતા હતો.) ૧૪  કાલેબે ત્યાંથી અનાકના+ ત્રણ દીકરાઓને હાંકી કાઢ્યા: શેશાય, અહીમાન અને તાલ્માય.+ તેઓ અનાકના વંશજો હતા. ૧૫  કાલેબ ત્યાંથી નીકળીને દબીરના લોકો સામે લડવા ગયો.+ (દબીરનું નામ અગાઉ કિર્યાથ-સેફેર હતું.) ૧૬  કાલેબે કહ્યું: “જે માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરીને એને જીતી લેશે, તેની સાથે હું મારી દીકરી આખ્સાહને પરણાવીશ.” ૧૭  કાલેબના ભાઈ કનાઝના+ દીકરા ઓથ્નીએલે+ એ જીતી લીધું. કાલેબે પોતાની દીકરી આખ્સાહ+ તેની સાથે પરણાવી. ૧૮  તે પોતાના પતિના ઘરે જતી હતી ત્યારે, તેણે ઓથ્નીએલને કાલેબ પાસેથી ખેતર માંગવા કહ્યું. તે પોતાના ગધેડા પરથી ઊતરી પડી.* કાલેબે તેને પૂછ્યું: “તારે શું જોઈએ છે?”+ ૧૯  તેણે કહ્યું: “કૃપા કરીને મને આશીર્વાદ આપો. તમે મને દક્ષિણમાં* જમીન આપી છે; મને ગુલ્લોથ-માઈમ* પણ આપો.” કાલેબે તેને ઉપરનું ગુલ્લોથ અને નીચેનું ગુલ્લોથ આપ્યું. ૨૦  યહૂદા કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો. ૨૧  દક્ષિણમાં અદોમની સરહદ+ તરફ યહૂદા કુળના છેવાડાનાં શહેરો આ હતાં: કાબ્સએલ, એદેર, યાગૂર, ૨૨  કીનાહ, દીમોનાહ, આદઆદાહ, ૨૩  કેદેશ, હાસોર, યિથ્નાન, ૨૪  ઝીફ, ટેલેમ, બેઆલોથ, ૨૫  હાસોર-હદાત્તાહ અને કરીયોથ-હેસરોન, એટલે કે હાસોર, ૨૬  અમામ, શેમા, મોલાદાહ,+ ૨૭  હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,+ ૨૮  હસાર-શૂઆલ, બેર-શેબા,+ બિઝ્યોથ્યાહ, ૨૯  બાઅલાહ, ઇયીમ, એસેમ, ૩૦  એલ્તોલાદ, કસીલ, હોર્માહ,+ ૩૧  સિકલાગ,+ માદમાન્‍નાહ, સાન્સાન્‍નાહ, ૩૨  લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન,+ કુલ ૨૯ શહેરો અને એનાં ગામડાઓ. ૩૩  શેફેલાહમાં+ આ શહેરો હતાં: એશ્તાઓલ, સોરાહ,+ આશ્નાહ, ૩૪  ઝાનોઆહ, એન-ગાન્‍નીમ, તાપ્પૂઆહ, એનામ, ૩૫  યાર્મૂથ, અદુલ્લામ,+ સોખોહ, અઝેકાહ,+ ૩૬  શાઅરાઈમ,+ અદીથાઈમ, ગદેરાહ અને ગદરોથાઈમ,* કુલ ૧૪ શહેરો અને એનાં ગામડાઓ. ૩૭  સનાન, હદાશાહ, મિગ્દાલ-ગાદ, ૩૮  દિલઆન, મિસ્પેહ, યોક્તએલ, ૩૯  લાખીશ,+ બોસ્કાથ, એગ્લોન, ૪૦  કાબ્બોન, લાહમામ, કિથ્લીશ, ૪૧  ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ અને માક્કેદાહ,+ કુલ ૧૬ શહેરો અને એનાં ગામડાઓ. ૪૨  લિબ્નાહ,+ એથેર, આશાન,+ ૪૩  યફતા, આશ્નાહ, નસિબ, ૪૪  કઈલાહ, આખ્ઝીબ અને મારેશાહ, કુલ નવ શહેરો અને એનાં ગામડાઓ. ૪૫  એક્રોન અને એની આસપાસનાં* નગરો અને એનાં ગામડાઓ; ૪૬  એક્રોનની પશ્ચિમે આશ્દોદ બાજુના બધા વિસ્તારો અને એનાં ગામડાઓ. ૪૭  આશ્દોદ,+ એની આસપાસનાં નગરો અને એનાં ગામડાઓ; ગાઝા,+ એની આસપાસનાં નગરો અને એનાં ગામડાઓ; છેક ઇજિપ્તના વહેળા સુધી, મોટો સમુદ્ર* અને એની આસપાસનો વિસ્તાર.+ ૪૮  પહાડી વિસ્તારનાં શહેરો શામીર, યાત્તીર,+ સોખોહ, ૪૯  દાન્‍નાહ, કિર્યાથ-સાન્‍નાહ એટલે કે દબીર, ૫૦  અનાબ, એશ્તમોહ,+ આનીમ, ૫૧  ગોશેન,+ હોલોન અને ગીલોહ,+ કુલ ૧૧ શહેરો અને એનાં ગામડાઓ. ૫૨  અરબસ્તાન, દૂમાહ, એશઆન, ૫૩  યાનીમ, બેથ-તાપ્પૂઆહ, અફેકાહ, ૫૪  હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન+ અને સીઓર, કુલ નવ શહેરો અને એનાં ગામડાઓ. ૫૫  માઓન,+ કાર્મેલ, ઝીફ,+ યૂટ્ટાહ, ૫૬  યિઝ્રએલ, યોકદઆમ, ઝાનોઆહ, ૫૭  કાઈન, ગિબયાહ અને તિમ્નાહ,+ કુલ દસ શહેરો અને એનાં ગામડાઓ. ૫૮  હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર, ૫૯  માઅરાથ, બેથ-અનોથ અને એલ્તકોન, કુલ છ શહેરો અને એનાં ગામડાઓ. ૬૦  કિર્યાથ-બઆલ, એટલે કે કિર્યાથ-યઆરીમ+ અને રાબ્બાહ, બે શહેરો અને એનાં ગામડાઓ. ૬૧  વેરાન પ્રદેશનાં શહેરોમાં બેથ-અરાબાહ,+ મિદ્દીન, સખાખાહ, ૬૨  નિબ્શાન, મીઠાનું શહેર અને એન-ગેદી,+ કુલ છ શહેરો અને એનાં ગામડાઓ. ૬૩  યરૂશાલેમમાં રહેતા+ યબૂસીઓને+ યહૂદાના લોકો હાંકી કાઢી શક્યા નહિ.+ એટલે આજ સુધી યબૂસીઓ યરૂશાલેમમાં યહૂદાના લોકો સાથે રહે છે.

ફૂટનોટ

એટલે કે, મૃત સરોવર.
એટલે કે, મોટો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
એટલે કે, મૃત સરોવર.
મૂળ, “હિન્‍નોમના દીકરાની ખીણ.” શબ્દસૂચિમાં “ગેહેન્‍ના” જુઓ.
એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.
અથવા કદાચ, “ગધેડા પર બેઠાં બેઠાં તેણે ધ્યાન ખેંચવા તાળી પાડી.”
અથવા, “નેગેબમાં.”
અર્થ, “પાણીના ઝરા.”
અથવા કદાચ, “ગદેરાહ અને એનાં ઘેટાંના વાડા.”
અથવા, “એના પર આધાર રાખતાં.”
એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.