યહોશુઆ ૨૧:૧-૪૫

  • લેવીઓ માટે શહેરો (૧-૪૨)

  • યહોવાનાં વચનો પૂરાં થયાં (૪૩-૪૫)

૨૧  લેવીઓના પિતાનાં કુટુંબોના વડાઓ હવે એલઆઝાર+ યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના વડાઓ પાસે આવ્યા. ૨  લેવી કુળના આગેવાનોએ કનાન દેશના શીલોહમાં+ આવીને તેઓને કહ્યું: “યહોવાએ મૂસા દ્વારા આજ્ઞા આપી હતી કે અમને રહેવા માટે શહેરો અને અમારાં ઢોરઢાંક ચરાવવા જમીન આપવામાં આવે.”+ ૩  યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓએ પોતાના વારસામાંથી+ લેવીઓને શહેરો+ અને એનાં ગૌચરો* આપ્યાં. ૪  પહેલી ચિઠ્ઠી કહાથીઓનાં કુટુંબોની+ અને હારુન યાજકના વંશજોમાંના લેવીઓની નીકળી. તેઓને યહૂદા કુળ,+ શિમયોન કુળ+ અને બિન્યામીન કુળમાંથી+ ૧૩ શહેરો ચિઠ્ઠીઓ નાખીને વહેંચી આપવામાં આવ્યાં. ૫  બાકીના કહાથીઓને એફ્રાઈમ કુળ,+ દાન કુળ અને મનાશ્શાના અડધા કુળનાં+ કુટુંબોમાંથી દસ શહેરો ચિઠ્ઠીઓ નાખીને વહેંચી આપવામાં આવ્યાં. ૬  ગેર્શોનીઓને+ ઇસ્સાખાર કુળ, આશેર કુળ, નફતાલી કુળ અને બાશાનમાં રહેતા મનાશ્શાના અડધા કુળનાં કુટુંબોમાંથી ૧૩ શહેરો આપવામાં આવ્યાં.+ ૭  મરારીઓને+ તેઓનાં કુટુંબો પ્રમાણે રૂબેન કુળ, ગાદ કુળ અને ઝબુલોન કુળમાંથી ૧૨ શહેરો આપવામાં આવ્યાં.+ ૮  યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે, ઇઝરાયેલીઓએ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને એ શહેરો અને એનાં ગૌચરો વહેંચી આપ્યાં.+ ૯  તેઓએ યહૂદા કુળ અને શિમયોન કુળમાંથી શહેરો આપ્યાં.+ ૧૦  એ હારુનના દીકરાઓને મળ્યાં, જેઓ કહાથીઓનાં કુટુંબોના લેવીઓ હતા, કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓની નીકળી હતી. ૧૧  ઇઝરાયેલીઓએ તેઓને યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન+ અને એની આસપાસનાં ગૌચરો આપ્યાં. (આર્બા તો અનાકનો પિતા હતો.) ૧૨  પણ શહેરની જમીન અને એનાં ગામડાઓનો કબજો તેઓએ યફૂન્‍નેહના દીકરા કાલેબને આપ્યો.+ ૧૩  તેઓએ હારુન યાજકના દીકરાઓને ખૂનીઓ માટેનું આશ્રય શહેર,+ એટલે કે હેબ્રોન+ આપ્યું. તેઓને લિબ્નાહ,+ ૧૪  યાત્તીર,+ એશ્તમોઆ,+ ૧૫  હોલોન,+ દબીર,+ ૧૬  આઈન,+ યૂટ્ટાહ+ અને બેથ-શેમેશ પણ આપ્યાં. બે કુળોમાંથી કુલ નવ શહેરો અને એનાં ગૌચરો આપ્યાં. ૧૭  બિન્યામીન કુળમાંથી ગિબયોન,+ ગેબા,+ ૧૮  અનાથોથ+ અને આલ્મોન, કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો આપ્યાં. ૧૯  હારુનના વંશજોમાંના યાજકોને કુલ ૧૩ શહેરો અને એનાં ગૌચરો આપવામાં આવ્યાં.+ ૨૦  લેવીઓના બાકી રહી ગયેલા કહાથીઓનાં કુટુંબોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઈમ કુળમાંથી શહેરો વહેંચી આપવામાં આવ્યાં. ૨૧  તેઓને ખૂનીઓ માટેનું આશ્રય શહેર,+ એટલે કે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલું શખેમ+ આપવામાં આવ્યું. તેમ જ ગેઝેર,+ ૨૨  કિબ્સાઈમ અને બેથ-હોરોન,+ કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો આપ્યાં. ૨૩  દાન કુળમાંથી એલ્તકેહ, ગિબ્બથોન, ૨૪  આયાલોન+ અને ગાથ-રિમ્મોન, કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો આપ્યાં. ૨૫  મનાશ્શાના અડધા કુળમાંથી તાઅનાખ+ અને ગાથ-રિમ્મોન, કુલ બે શહેરો અને એનાં ગૌચરો આપ્યાં. ૨૬  કહાથીઓનાં બાકી રહી ગયેલાં કુટુંબોને કુલ દસ શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૨૭  લેવીઓનાં કુટુંબોના ગેર્શોનીઓને+ મનાશ્શાના અડધા કુળમાંથી ખૂનીઓ માટેનું આશ્રય શહેર, એટલે કે બાશાનમાં આવેલું ગોલાન+ અને એનાં ગૌચરો મળ્યાં. બએશ્તરાહ અને એનાં ગૌચરો પણ મળ્યાં, કુલ બે શહેરો. ૨૮  ઇસ્સાખાર કુળમાંથી+ કિશ્યોન અને એનાં ગૌચરો, દાબરાથ અને એનાં ગૌચરો,+ ૨૯  યાર્મૂથ અને એનાં ગૌચરો અને એન-ગાન્‍નીમ અને એનાં ગૌચરો મળ્યાં, કુલ ચાર શહેરો. ૩૦  આશેર કુળમાંથી+ મિશઆલ, આબ્દોન, ૩૧  હેલ્કાથ+ અને રહોબ,+ કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૩૨  નફતાલી કુળમાંથી ખૂનીઓ માટેનું આશ્રય શહેર,+ એટલે કે ગાલીલમાં આવેલું કેદેશ+ મળ્યું. હામ્મોથ-દોર અને કાર્તાન પણ મળ્યાં, કુલ ત્રણ શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૩૩  ગેર્શોનીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે કુલ ૧૩ શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૩૪  બાકીના લેવીઓને, એટલે કે મરારીઓનાં કુટુંબોને+ ઝબુલોન કુળમાંથી+ યોકનઆમ,+ કાર્તાહ, ૩૫  દિમ્નાહ અને નાહલાલ,+ કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૩૬  રૂબેન કુળમાંથી બેસેર,+ યાહાસ,+ ૩૭  કદેમોથ અને મેફાઆથ, કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૩૮  ગાદ કુળમાંથી+ ખૂનીઓ માટેનું આશ્રય શહેર, એટલે કે ગિલયાદમાં+ આવેલું રામોથ મળ્યું. માહનાઈમ,+ ૩૯  હેશ્બોન+ અને યાઝેર+ પણ મળ્યાં, કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો મળ્યાં. ૪૦  લેવીઓનાં બાકી રહી ગયેલાં કુટુંબોને, એટલે કે મરારીઓનાં કુટુંબો પ્રમાણે તેઓને કુલ ૧૨ શહેરો વહેંચી આપવામાં આવ્યાં. ૪૧  ઇઝરાયેલીઓએ જીતી લીધેલાં શહેરોમાંથી લેવીઓને કુલ ૪૮ શહેરો અને એનાં ગૌચરો આપવામાં આવ્યાં.+ ૪૨  આ બધાં શહેરોની આસપાસ ગૌચરો હતાં. ૪૩  આમ યહોવાએ ઇઝરાયેલીઓને આખો દેશ આપ્યો, જે તેઓના બાપદાદાઓને આપવાના તેમણે સમ ખાધા હતા.+ ઇઝરાયેલીઓએ દેશનો કબજો લીધો અને એમાં રહેવા લાગ્યા.+ ૪૪  યહોવાએ તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા, એ પ્રમાણે તેમણે તેઓને ચારે તરફ શાંતિ આપી.+ તેઓના દુશ્મનોમાંથી એક પણ તેઓ આગળ ટકી શક્યો નહિ.+ યહોવાએ બધા જ દુશ્મનોને તેઓના હાથમાં સોંપી દીધા.+ ૪૫  યહોવાએ ઇઝરાયેલના લોકોને આપેલાં બધાં સારાં વચનોમાંથી એક પણ વચન નિષ્ફળ ગયું નહિ, બધાં જ પૂરાં થયાં.+

ફૂટનોટ

અથવા, “ચરાવવાની જગ્યા.”