યૂના ૨:૧-૧૦
૨ યૂનાએ માછલીના પેટમાંથી યહોવા ઈશ્વરને પ્રાર્થના કરી.+
૨ તેણે કહ્યું:
“મારી વિપત્તિમાં મેં યહોવાને કાલાવાલા કર્યા અને તેમણે મને જવાબ આપ્યો.+
કબરના* ઊંડાણમાંથી* મેં મદદ માટે પોકાર કર્યો+
અને તમે મારો અવાજ સાંભળ્યો.
૩ જ્યારે તમે મધદરિયે મને ઊંડા પાણીમાં ફેંકી દીધો,
ત્યારે પાણી મને ઘેરી વળ્યું.+
તમારાં તોફાની મોજાઓ મારા પર ફરી વળ્યાં.+
૪ મેં કહ્યું: ‘તમે મને તમારી નજરથી દૂર કરી દીધો છે!
તો હું કઈ રીતે તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ?’
૫ પાણી મને ઘેરી વળ્યું અને મોત મારી સામે હતું.+
હું ઊંડા પાણીના વમળમાં ફસાતો ગયો.
દરિયાઈ વેલા મારા માથે વીંટળાઈ ગયા.
૬ હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો.
મારા માટે પૃથ્વીના દરવાજા હંમેશ માટે બંધ થઈ ગયા.
પણ હે મારા ભગવાન યહોવા, તમે મને આ ખાડામાંથી જીવતો બહાર કાઢ્યો.+
૭ હું મરવાની અણીએ હતો ત્યારે, હે યહોવા મેં તમને યાદ કર્યા.+
મારી પ્રાર્થનાઓ તમારી પાસે, તમારા પવિત્ર મંદિરમાં પહોંચી.+
૮ જેઓ નકામી મૂર્તિઓને ભજે છે, તેઓએ અતૂટ પ્રેમના* સાગરને ત્યજી દીધા છે.
૯ પણ હું આભાર-સ્તુતિ સાથે તમને બલિદાન ચઢાવીશ.
હું મારી માનતાઓ પૂરી કરીશ.+
ઉદ્ધાર યહોવા તરફથી છે.”+
૧૦ પછી યહોવાએ માછલીને આજ્ઞા આપી અને એણે યૂનાને કોરી જમીન પર ઓકી કાઢ્યો.